PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 23 MAY 2020 7:55PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 23.5.2020

 

 

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ

કેન્દ્રીય આરોગ્ય સચિવે આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે મળીને દેશમાં જ્યાં સૌથી વધુ સંખ્યામાં કોવિડ-19ના કેસોનું ભારણ હોય તેવા 11 મ્યુનિસિપલ વિસ્તારોમાંથી અગ્ર આરોગ્ય સચિવ, શહેરી વિકાસ સચિવો, મ્યુનિસિપલ કમિશનરો, મિશન નિદેશકો (NHM) અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ખૂબ ટુંકા સમયમાં કેસની સંખ્યા બમણી થતી હોય, મૃત્યુદર વધારે હોય અને જ્યાં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ કેસો પોઝિટીવ આવતા હોય તેવા કોર્પોરેશનો માટે ઘણો મોટો પડકાર છે. બેઠકમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કેટલાક મ્યુનિસિપલ વિસ્તારોમાં પરીક્ષણનું કામ ઝડપી કરવાની જરૂર છે જેથી કેસો વહેલા શોધી શકાય, સમયસર તબીબી વ્યવસ્થાપન થાય અને મૃત્યુદર ઘટાડી શકાય.

અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19માંથી 51,783 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3250 દર્દી સાજા થયા છે. આમ દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 41.39% નોંધાયો છે. કુલ પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1,25,101 થઇ છે. ગઇકાલથી અત્યાર સુધીમાં

ભારતીય રેલવે આગામી 10 દિવસમાં વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવશે

ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા એક મોટા નિર્ણય અનુસાર આગામી દસ દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. પહેલના કારણે દેશભરમાં અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવાની સુવિધા ઉભી થઇ શકશે. અહીં ખાસ નોંધનીય છે કે, ભારતીય રેલવે દ્વારા 01 મે 2020ના રોજ દેશના વિવિધ ભાગોમાં લૉકડાઉનના કારણે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં જવા માટે મુસાફરીની સગવડ ઉભી કરવાના આશયથી શ્રમિક વિશેષ ટ્રેનોચલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવે દ્વારા 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. આજદિન સુધીમાં અંદાજે 36 લાખ ફસાયેલા શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626414

 

1 જૂનથી શરૂ થતી 200 ટ્રેન માટે ટિકિટના બુકિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

ભારતીય રેલવે દ્વારા દેશમાં 1 જૂન 2020થી વધુ 200 ટ્રેનોનું પરિચાલન શરૂ કરવાનું છે અને તમામ વિશેષ ટ્રેનો માટે 21 મે 2020ના રોજથી બુકિંગની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તમામ વિશેષ ટ્રેનો 01 મેથી શરૂ કરવામાં આવેલી હાલમાં ચાલી રહેલી શ્રમિક વિશેષ ટ્રેનો અને 12 મેથી શરૂ કરવામાં આવેલી વિશેષ એસી ટ્રેનો (30 ટ્રેન) સિવાયની ટ્રેનો છે. તમામ ટ્રેનો માટે 21 મે 2020થી બુકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 22 મે 2020ના રોજ સાંજે 20:14 કલાક સુધીની સ્થિતિ અનુસાર તમામ ટ્રેનો બુકિંગ માટે સિસ્ટમમાં ઉપલબ્ધ હતી અને અત્યાર સુધીમાં ટ્રેનોમાં કુલ 1413277 મુસાફરો માટે 652644 ઑનલાઇન ટિકિટ્સનું બુકિંગ કરી દેવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626243

 

ગત વર્ષની સરખામણીએ વર્ષે ઉનાળુ પાકનું વધુ વિસ્તારમાં વાવેતર, લૉકડાઉન હોવા છતાં પણ વધુ ખરીદી થઇ

દેશમાં ગયા વર્ષની સરખામણીએ વર્ષે સમાન સમયગાળામાં ઉનાળુ પાકમાં ડાંગર, દાળ, બરછટ ધાન્ય અને તેલીબિયાંનું વધારે વિસ્તારમાં વાવેતર થયું છે. રવી માર્કેટિંગ મોસમ (RMS) 2020-21માં કુલ 337.48 લાખ મેટ્રિક ટન ઘઉં FCIમાં આવ્યા છે જેમાંથી 326.96 લાખ મેટ્રિક ટનની ખરીદી થઇ ગઇ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત લૉકડાઉનના સમયગાળા દરમિયાન 24.3.2020થી આજદિન સુધીમાં, અંદાજે 9.55 કરોડ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં રૂપિયા 19100.77 કરોડની ચુકવણીથી ફાયદો થયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626140

 

ભારતીય પોસ્ટે સમગ્ર દેશમાં 2000 ટનથી વધુ દવાઓ અને તબીબી ઉપકરણોના જથ્થાની ડિલિવરી કરી

કેન્દ્રીય સંદેશાવ્યવહાર, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ભારતીય પોસ્ટના વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી હતી કે, પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અભિયાનની દૂરંદેશીને સાર્થક કરવા માટે સૌ દિશામાં કામ કરે. પ્રથમ મેક ઇન ઇન્ડિયા પર VCનું આયોજન કરવામાં આવ્યું હતું અને C-DOT દ્વારા VC ઉકેલો તૈયાર કરવામાં આવ્યા હતા. VC ઉકેલ ચલાવવાનું પ્રથમ સફળ પરીક્ષણ હતું. ભારતીય પોસ્ટ દ્વારા કોવિડ સામેના પ્રયાસોમાં: સમગ્ર દેશમાં જરૂરિયાતમંદ લોકો અને હોસ્પિટલો સુધી 2000 ટનથી વધારે દવાઓ અને તબીબી ઉપકરણોનું બુકિંગ અને ડિલિવરી; દરરોજ 75 ટનથી વધારે પત્રો અને પાર્સલોનો જથ્થો લઇને માર્ગ પરિવહન નેટવર્ક દ્વારા રોજના 25000 કિમીથી વધુ અંતર કાપીને તેની ડિલિવરી કરીને પૂરવઠાની સાંકળ વધુ મજબૂત બનાવવી; ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકોની આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમનો ઉપયોગ કરીને અંદાજે 85 લાખ લાભાર્થીઓને તેમના ઘર આંગણે જઇને અંદાજે રૂપિયા 1500 કરોડની ચુકવણી વગેરે પગલાં સામેલ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626160

 

પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ પ્રવિન્દ જુગનાથ સાથે ટેલીફોન પર વાતચીત કરી. પ્રધાનમંત્રી જુગનાથે ભારતમાં અમ્ફાન ચક્રાવાતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં મોરેશિયસના આરોગ્ય સત્તાધીશોને મદદરૂપ થવાના આશયથી ઓપરેશન સાગરઅંતર્ગત ભારતે દવાઓ અને 14 સભ્યોની તબીબી ટીમ સાથે નૌસેનાનું જહાજ કેસરીમોરેશિયસ મોકલ્યું હતું તે બદલ મોરેશિયસના પ્રધાનમંત્રીએ શ્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત અને મોરેશિયસ વચ્ચે લોકોથી લોકાના જોડાણને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, કટોકટીના સમયમાં પોતાના તમામ મિત્રો સહકાર આપવા માટે ભારત ફરજથી બંધાયેલું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626388

 

પ્રધાનમંત્રી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોનિક ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ ગોતાબાયા રાજપક્ષે સાથે ટેલીફોન પર વર્તમાન કોવિડ-19 મહામારી અને પોતાના ક્ષેત્રોમાં આરોગ્ય તેમજ આર્થિક ક્ષેત્ર પર તેની અસરો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, ભારત મહામારીની સ્થિતિના કારણે ઉભી થયેલી વિપરિત અસરો દૂર કરવા માટે શ્રીલંકાને શક્ય હોય તેવો તમામ પ્રકારે સહકાર આપવાનું ચાલુ રાખશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626387

 

72 કલાકથી ઓછા સમયમાં, 2,00,000થી વધારે વિદ્યાર્થીઓએ નેશનલ ટેસ્ટ પ્રેક્ટિસ એપ્લિકેશન ડાઉનલોડ કરી

માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે માહિતી આપી હતી કે, JEE (મેઇન્સ) અને NEETની પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવેલી નેશનલ ટેસ્ટ અભ્યાસ એપ્લિકેશનને શરૂઆતથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને તેનો આરંભ કર્યા પછી માત્ર 72 કલાકમાં 2,00,000થી વધુ વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે. વધુમાં તેમણે માહિતી આપી હતી કે, 80 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એપ્લિકેશન પર JEE (મેઇન્સ) અને NEET માટે અભ્યાસ પરીક્ષા આપી પણ દીધી છે. તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં મહત્તમ સંખ્યામાં અભ્યાસ પરીક્ષા આપી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626172

 

કમ્યુનિટી રેડિયો સ્ટેશનો પર જાહેરાતો પ્રસારિત કરવાનો સમય 7 મિનિટથી વધારીને 12 મિનિટ કરવા વિચારણા ચાલુ છેઃ શ્રી પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે જણાવ્યું હતું કે, તેઓ કમ્યુનિટી રેડિયો પર જાહેરાતો પ્રસારિત કરવાનો સમય 7 મિનિટથી વધારીને 12 મિનિટ કરીને આ રેડિયોને ટીવી ચેનલોને સમકક્ષ સ્થાન આપવા આતુર છે. કોરોના વાયરસ સામે લડતા લોકોની પ્રશંસા કરીને તેમણે શ્રોતાઓને જણાવ્યું હતું કે, આપણે અન્ય રોગોને નાબૂદ કર્યા એ જ રીતે કોરોના વાયરસને પણ નાબૂદ કરીશું. જોકે તેમણે કહ્યું હતું કે, આ માટે આપણે નવા નિયમો અપનાવવા પડશે અને આ માટે દરેક વ્યક્તિએ 4 સ્ટેપ લેવા પડશે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવું, અવારનવાર હાથ ધોવા, બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવો અને સામાજિક અંતરનું પાલન કરવું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626196

 

એપ્રિલ 2020 માટે માસિક ઉત્પાદન અહેવાલ

લૉકડાઉનના સમય દરમિયાન એપ્રિલ 2020માં સ્થાનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન, કુદરતી ગેસનું ઉત્પાદન અને રિફાઇનરીના આઉટપુટમાં ઘટાડો થયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626327

 

કોવિડ પછી વૈશ્વિક ફલક પર ભારત વધુ આત્મવિશ્વાસ સાથે ઉભરી આવશે અને વધુ સન્માન મેળવશે: ડૉ. જીતેન્દ્રસિંહ

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે કોવિડ-19 પછી વૈશ્વિક ફલક પર ભારત વધુ આત્મવિશ્વાસ સાથે ઉભરી આવશે અને વધુ સન્માન મેળવશે. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે કટોકટીના સમયમાં ઘણી બધી આશંકાઓ અને અપેક્ષાઓ હોવા છતાં, તેમને વિશ્વાસ છે કે આજથી મહિના પછી, દુનિયા ભારત તરફ ખૂબ આદરથી જોશે અને આપણી સાથે જોડાવાની સૌની ઇચ્છા હશે. આટલું નહીં, તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ભારત વ્યવસાય અને વ્યાપાર માટે એક સલામત સ્થળ તરીકે ઉભરી આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626205

 

CeNS દ્વારા તૈયાર કરવામાં આવેલી આરામદાયક માસ્કની ડિઝાઇન લોકોને લાંબા સમય સુધી માસ્ક પહેરવા માટે પ્રેરિત કરી શકે છે

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની બેંગલોર ખાતે આવેલી સ્વાયત્ત સંસ્થા સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સિસ (CeNS)ના સંશોધકોની ટીમે, ફેસ માસ્ક માટે કપ આકારની એક ડિઝાઇન તૈયાર કરી છે ( માટે પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે) જે પહેર્યું હોય ત્યારે પણ સરળતાથી બોલી શકાય તેટલી જગ્યા મોંની આગળ રહે છે. માસ્ક બેંગલોર સ્થિl એક કંપનીને જથ્થાબંધ ઉત્પાદન માટે મોકલવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626356

 

કોવિડ-19 સામેની લડાઇમાં અજમેર સ્માર્ટ સિટીનો વૉરરૂમ ખૂબ મહત્વપૂર્ણ છે

AMC દ્વારા કોવિડ-19 વૉરરૂમ નગર નિગમ ખાતે ઉભો કરવામાં આવ્યો છે જેનું નેતૃત્વ વરિષ્ઠ અજમેર વહીવટીતંત્ર અધિકારીઓ, મેડિકલ અને પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે. અહીંથી કોવિડ-19ની વર્તમાન સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવે ચે અને કોવિડ-19નો ફેલાવો લોકોમાં ઘટાડવા માટે આગળના પગલાં લેવામાં આવે છે. વૉરરૂમ WHO અને MHA દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડ-19 સામે સાવચેતીના પગલાં અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વ્યૂહનીતિ ઘડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626401

 

સપ્ટેમ્બર 2020થી લોકલ ટુ ગ્લોબલની થીમ સાથેહુન્નર હાટની ફરી શરૂઆત થશે

કોરોના મહામારીના કારણે પાંચ મહિનાના લાંબા અંતરાલ પછી હુન્નર હાટ ફરી શરૂ કરવામાં આવશે. દેશભરના કલાકારો અને કારીગરો માટે સશક્તિ વિનિમય બની ગયેલા હુન્નર હાટની ફરી શરૂઆત આગામી સપ્ટેમ્બર 2020થી કરવામાં આવશે જેમાં લોકલ ટુ ગ્લોબલ થીમ રાખવામાં આવશે અને અગાઉની સરખામણીએ વધુ સંખ્યામાં કારીગરો તેમાં સામેલ થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626322

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે ફરી એકવાર વહીવટીતંત્રને સલાહ આપી છે કે, તેઓ આવશ્યકપણે બાપુધાન કોલોની વિસ્તાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે જેથી ચેપગ્રસ્ત વિસ્તારમાં કોરોનાનો ફેલાવો નિયંત્રિત થઇ શકે. ઝડપથી અને પ્રબળતા સાથે વધુ સઘન તપાસ થવી જોઇએ જેથી તબીબી સારવાર માટે કેસો વહેલી તકે શોધી શકાય. પ્રશાસકે એવું પણ જણાવ્યું હતું કે, જેઓ બાપુધાન કોલોનીની બહાર જવા માંગે છે તેવા રહેવાસીઓ માટે અલગથી ક્વૉરેન્ટાઇન કેન્દ્રની સુવિધા પણ કરવામાં છે અને તેમના ઘરમાં અત્યંત ચેપના ફેલાવાના કારણે તેઓ સરકારી ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં રહી શકે છે.
  • પંજાબ: વિદેશમાં ફસાયેલા લોકોને વતન પરત લાવવાના પ્રયાસોરૂપે, અમેરિકાથી પ્રથમ ફ્લાઇટે 22.05.2020ના રોજ મુસાફરોને લઇને મોહાલીના હવાઇમથકે ઉતરાણ કર્યું હતું. આરોગ્ય વિભાગના પ્રોટોકોલ અનુસાર, સામાજિક અંતરના માપદંડોનું ચુસ્ત પાલન કરીને તમામ મુસાફરોની ફરજિયાતપણે તબીબી તપાસ કરવામાં આવી હતી અને કોઇપણ મુસાફરોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતા. હવાઇમથક પર તેમના ચહેરાને માસ્કથી ઢાંકવો, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, શક્ય હોય એટલી વધારે વખત હાથ ધોવા અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનું પાલન કરવું વગેરે આરોગ્ય સંબંધિત સાચવેતીઓનું આરોગ્ય વિભાગ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમો દ્વારા પાલન કરાવામાં આવતું હતું તેનાથી તમામ મુસાફરો પ્રભાવિત થયા હતા.
  • હરિયાણા: હરિયાણા સરકારે લૉકડાઉન 4.0ના અમલીકરણ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓના અનુપાલન સાથે ટેક્સી, કેબ ચાલકો, મેક્સી કેબ અને ઓટો રીક્ષામાં મુસાફરોને બેસવાની મહત્તમ ક્ષમતા નિર્ધારિત કરતી માર્ગદર્શિકા બહાર પાડી છે. ટેક્સી અને કેબ ચાલકોને ડ્રાઇવર ઉપરાંત બે મુસાફરો બેસાડવાની મંજૂરી આપવામાં આવશે. મતલબ કે એક વાહનમાં મહત્તમ ત્રણ વ્યક્તિ બેસી શકશે. ટુ-વ્હીલર પર ચાલક ઉપરાંત એક વ્યક્તિને બેસવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં બંને વ્યક્તિએ ફરજિયાત હેલમેટ, માસ્ક, હાથમોજાં પહેરવાના રહેશે અને માણસ દ્વારા ચલાવવામાં આવતી રીક્ષામાં બેથી વધુ મુસાફરોને બેસાડી શકાશે નહીં. તમામ ચાલકો અને મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના મોબાઇલ ફોન પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને તેમની આરોગ્યની સ્થિતિ નિયમિત તેના પર અપડેટ કરે.
  • હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓને તેમજ દેશના વિવિધ ભાગોમાંથી ટ્રેન દ્વારા રાજ્યમાં આવી રહેલા લોકોના વ્યવસ્થાપનમાં જોડાયેલા અન્ય દરેક લોકોને તમામ સુરક્ષાત્મક ઉપકરણો પૂરા પાડવામાં આવે. મુખ્યમંત્રીએ નાયબ કમિશનરોને પણ એવા નિર્દેશો આપ્યા હતા કે, આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા હોવાથી બાબતને ધ્યાનમાં રાખીને તેમના સંબંધિત જિલ્લામાં વધુ સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હોમ ક્વૉરેન્ટાઇન વ્યવસ્થાતંત્ર આવશ્યકપણે વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં આવે જેથી હોમ ક્વૉરેન્ટાઇનમાં રહેલા લોકો આઇસોલેટ રહે અને વાયરસના ફેલાવાની સાંકળ તોડવામાં મદદ મળી શકે.
  • આસામઃ આસામના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુવાહાટીમાં આવેલી કાલાપહાર હોસ્પિટલને 20 ડૉક્ટરો, 30 નર્સ, ગ્રેડ 4ના 25 કર્મચારીઓ અને 9 સફાઇ કર્મચારીઓની સાથે GMCH અંતર્ગત કામગીરી કરવા સંપૂર્ણ કાર્યન્વિત કોવિડ-19 એકમમાં ફેરવવામાં આવશે.
  • મણિપુરઃ મણિપુરમાં તમામ બેન્ક અને ટેલિકોમ સાથે સંકળાયેલા કર્મચારીઓને કરફ્યુ પાસ વગર મુક્તપણે હરવા-ફરવા મંજૂરી આપવામાં આવી છે. મણિપુરમાં વધુ એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. દર્દી 13મી મેના રોજ ચેન્નાઇથી રાજ્યમાં પરત ફર્યો હતો.
  • મિઝોરમઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેબિનેટે કોવિડ-19 મહામારીના કારણે કર્મચારીઓના પગારનો કેટલોક હિસ્સાની ચૂકવણી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, જેની ચૂકવણી થોડા સમય બાદ કરવામાં આવશે.
  • નાગાલેન્ડઃ દિમાપુર રેલવે સ્ટેશન ખાતે સ્વયંસંચાલિત ચેપમુક્ત કરવાના કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. નાગપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુવિધાનું દાન કરવામાં આવ્યું છે. નાગાલેન્ડ સરકારે પોતાના સ્થાનિક વિસ્તારમાં પ્રવેશી રહેલા અન્ય રાજ્યમાંથી પરત ફરેલા સ્થળાંતરિતો બિનજરૂરી નિર્દેશો આપી રહેલા લોકો/વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યાં છે.
  • કેરળઃ મુખ્યમંત્રીએ કોવિડ મહામારી અંગે ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સ મારફતે બુધવારે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. તેઓ ગુરુવારે રાજ્યના ધારાસભ્યો અને સાંસદસભ્યો સાથે મુલાકાત કરશે. પાંચ ટકા ઉપરાંત GST ઉપર મહામારી ઉપકર લાદવાના કેન્દ્ર સરકારના આયોજનની ટીકા કરતાં રાજ્યના નાણાં પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યની સત્તા આંચકી લેવા નવી પ્રથા ઉભી કરવાનો પ્રયત્ન કરી રહી છે. આવતી કાલે ઇદ-ઉલ-ફિત્ર પહેલા આજે અને આવતીકાલ માટે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે, આજે આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો રાત્રે 9 વાગ્યાં સુધી ચાલુ રહેશે. રાજ્યમાં લાવવામાં આવી રહેલા ફળો અને શાકભાજીની ગુણવત્તા ચકાસવા માટે તમામ સરહદી ચેકપોસ્ટ ઉપર વિશેષ ટીમ મુકવામાં આવી છે. આજે વંદે ભારત ઉડાનો રાજ્યમાં આવી હતી. ગલ્ફમાં કામ કરી રહેલા વધુ 2 કેરળવાસીઓના મરણ નીપજ્યાં હતા. રાજ્યની બહાર વાઇરસના કારણે ઓછામાં ઓછા 149 કેરળવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યાં છે. ગઇકાલે કોવિડ-19ના 42 પોઝિટીવ પરિણામોની સાથે એક દિવસનો સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 216 ઉપર પહોંચી ગઇ છે.
  • તમિલનાડુઃ રાજ્ય સરકારે તમિલનાડુ વસ્તુ અને સેવા કર કાયદા, 2017માં સુધારો કરતો વટહુકમ બહાર પાડીને મહામારીના સમયગાળામાં GSTની જોગવાઇઓના પાલનની તારીખમાં વધારો કર્યો છે. 58 દિવસમાં અમ્મા કેન્ટિને 6 લાખ લોકોને ખોરાક પુરો પાડ્યો હતો. ચેન્નાઇ અને ચેપગ્રસ્ત વિસ્તાર સિવાય સમગ્ર તમિલનાડુમાં 24મી મેથી સલૂન, બ્યુટીપાર્લરની દુકાનો ખુલશે. ગઇકાલે રાજ્યમાં 786 નવા કેસો નોંધાયા હતા. અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 13,967 છે, જેમાંથી 7,524 સક્રિય કેસો છે અને 94 લોકોના મૃત્યુ થયા છે. 7,128 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નાઇમાં સક્રિય કેસોની સંખ્યા 5,681 છે.
  • કર્ણાટકઃ આજે બપોરે 12 વાગ્યાં સુધી કોવિડના 196 નવા કેસો નોંધાયા હતા, જે એક દિવસમાં થયેલો સૌથી મોટો વધારો છે. તેમાંથી 15 ગડકમાંથી, 72 યદાગીરીમાંથી, 4 બેંગાલુરુમાંથી, 20 ચિક્કબલ્લાપુરામાંથી, 1 કલબુર્ગીમાંથી, 39 રાયચુરમાંથી, 3 દક્ષિણ કન્નડમાંથી, 1 ધારવાડમાંથી, 1 ઉડુપીમાંથી નોંધાયા હતા. આજે 2 લોકોના મરણ થયા હતા અને 1 વ્યક્તિને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 1,939 પર પહોંચી ગઇ છે, જેમાંથી 1,297 સક્રિય છે, 598 લોકો સાજા થયા છે અને 42 લોકોના મરણ નીપજ્યાં છે. ગઇકાલે મહારાષ્ટ્રમાંથી પરત ફરેલા 116 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં હતા. રાજ્ય 31મી મે સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેનની મુસાફરી માટે વિસ્થાપિત શ્રમિકોનો પરિવહનનો ખર્ચ ઉઠાવશે.
  • આંધ્રપ્રદેશ: ખેડૂતોએ મુંબઇ ધોરીમાર્ગ પર નેલ્લોર ખાતે વિરોધ પ્રદર્શનો કરીને તમાકુ માટે ટેકાના ભાવની માંગણી કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9136 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા 47 નવા કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 47 દર્દીને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ કેસ- 2561, સક્રિય કેસ – 727, સાજા થયા- 1778, મૃત્યુ- 56. અન્ય રાજ્યોમાંથી પાછા આવેલામાંથી 153 પોઝિટીવ કેસ નોંધાયા હતા જેમાંથી 127 સક્રિય કેસ છે. રાજ્યમાં સરેરાશ દર દસ લાખની વસ્તીએ 5486 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવે છે.
  • તેલંગાણા: રાજ્ય સરકાર, દક્ષિણ મધ્ય રેલવે સાથે સંકલન કરીને શનિવારે અંદાજે 70,000 વિસ્થાપિત શ્રમિકોને તેમના સંબંધિત રાજ્યોમાં શ્રમિક વિશેષ ટ્રેન દ્વારા મોકલ્યા. તદઅનુસાર, સત્તાધીશોએ 41 ટ્રેનો દોડાવી છે અને જે શનિવારે સાંજે 4 વાગ્યાથી રવિવારે વહેલી સવાર સુધીમાં બધી રવાના થઇ જશે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 23 મેના રોજ 1761 સુધી પહોંચી હતી. ગઇકાલ સુધીમાં 118 વિસ્થાપિત શ્રમિકો પોઝિટીવ નોંધાયા છે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના નવા 2940 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ પોઝિટીવ કેસની સંખ્યા 44582 થઇ છે. હોટસ્પોટ મુંબઇમાં જ 1751 નવા કેસ નોંધાયા છે. 63 કોવિડ-19 દર્દીઓ મુંબઇમાં મૃત્યુ પામ્યા હોવાથી આ મહામારીના કારણે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1,517 થયો છે.
  • ગુજરાત: ગુજરાતમાં 363 નવા પોઝિટીવ કેસો નોંધાયા છે જ્યારે 392 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા હવે 13,273 થઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં સાજા થવાનો દર સુધરીને 44.3 ટકા નોંધાયો છે. અમદાવાદમાં કેસની સંખ્યામાં વધારો થયો હોવાથી નાગરિક વહીવટીતંત્રએ 42 ખાનગી હોસ્પિટલોને 50 ટકા બેડ કોવિડ-19ની સારવાર આપવા માટે કહ્યું છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે 2 વાગ્યા સુધીમાં નવા 163 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 6657 થઇ છે. કુલ 3695 દર્દી અત્યાર સુધીમાં સાજા થાય છે જેમાંથી 3260ને રજા આપવામાં આવી છે. રાજસ્થાન રાજ્ય પરિવહન નિગમે આજથી 55 મહત્વપૂર્ણ રૂટ પર બસોની સેવા શરૂ કરી છે જેથી લોકોને મોટી રાહત મળી છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 189 દર્દી પોઝિટીવ નોંધાયા છે જ્યારે 246 દર્દી સાજા થયા હોવાથી રજા આપવામાં આવી છે. ઇન્દોર મધ્યપ્રદેશમાં સૌથી ખરાબ સ્થિતિનો જિલ્લો છે જ્યાં કુલ કેસ વધીને 2850 થયા છે અને 109નાં મોત નીપજ્યાં છે. ભોપાલમાં હવે 1153 કોવિડ-19 દર્દી છે જ્યારે ઉજ્જૈનમાં 504, બુરહાનપુરમાં 209 અને જબલપુરમાં 194 કેસ છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં નવા 40 કેસ પોઝિટીવ નોંધાતા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 173 થઇ છે. બહારના રાજ્યોમાંથી વિસ્થાપિત શ્રમિકો, વિદ્યાર્થી અને અન્ય ફસાયેલા લોકો પાછા આવતા રાજ્યમાં અચાનક પોઝિટીવ કેસોની સંખ્યા વધી છે.
  • ગોવા: રાજ્યમાં નવા બે પોઝિટીવ કેસ નોંધાતા કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 54 સુધી પહોંચી છે. ESIC હોસ્પિટલમાં 9 દર્દી સાતા થયા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 38 થઇ છે.

 

 

PIB FACTCHECK

 

 


(Release ID: 1626468) Visitor Counter : 470