સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

Posted On: 21 MAY 2020 5:46PM by PIB Ahmedabad

અત્યાર સુધીમાં, દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 45299 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3002 કોવિડ-19ના દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો દર સુધરીને 40.32% થયો છે. ભારતમાં હાલમાં 63,624 સક્રિય કેસો છે.

 

કુલ સક્રિય કેસોમાંથી માત્ર અંદાજે 2.94% દર્દીઓ ICUમાં છે. ભારતમાં કુલ મૃત્યુદર 3.06% નોંધાયો છે જે 6.65%ના વૈશ્વિક મૃત્યુદરની સરખામણીએ ઘણો ઓછો છે. મૃત્યુના આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે, મૃતકોમાંથી 64% પુરુષો અને 36% મહિલાઓ હતી.

 

જો વય અનુસાર વર્ગીકરણ કરવામાં આવે તો 0.5% મૃત્યુ પામનારા દર્દીઓ 15 વર્ષી ઓછી વયજૂથના હતા જ્યારે મૃત્યુ પામનારામાંથી 2.5% દર્દીઓ 15થી 30 વર્ષની વયજૂથમાં હતા. કુલ મૃત્યુ પામનારામાંથી 11.4% દર્દીઓ 30 થી 45 વર્ષના, 35.1% દર્દીઓ 45 થી 60 વર્ષના અને 50.5% દર્દીઓ 60 વર્ષથી વધુ વયના હતા. વધુમાં, મૃત્યુ પામનારામાંથી 73% દર્દીઓને અન્ય બીમારી પણ હતી.

 

 

 

GP/DS

 



(Release ID: 1625882) Visitor Counter : 202