નાણા મંત્રાલય
નાણાં મંત્રીએ આર્થિક સુધારાઓની નવી ક્ષિતિજો ઉજાગર કરીઃ આત્મનિર્ભર ભારતનો માર્ગ મોકળો કરવા આઠ ક્ષેત્રોમાં માળખાકીય સુધારાઓ
Posted On:
16 MAY 2020 8:47PM by PIB Ahmedabad
મુખ્ય વિશેષતાઓ
- કોલસા ક્ષેત્રમાં વાણિજ્યક ખનન પદ્ધતિ રજૂ કરાઇ
- કોલસા ક્ષેત્રમાં વૈવિધ્યસભર તકો
- કોલસા ક્ષેત્રમાં વધુ ઉદાર કરેલી શાસન વ્યવસ્થા
- ખનન ક્ષેત્રમાં ખાનગી રોકાણો અને ખાનગી સુધારાઓનો વધારો
- સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતામાં વધારો
- સંરક્ષણ ઉત્પાદનમાં નીતિગત સુધારાઓ
- નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે કાર્યક્ષમ એરસ્પેસ પ્રબંધન
- PPP થકી વધારે વિશ્વ-સ્તરીય હવાઇ મથકો
- ભારત એરક્રાફ્ટ સારસંભાળ, રિપેર અને મરામત (MRO)નું વૈશ્વિક કેન્દ્ર બનશે
- પાવર સેક્ટરમાં ટેરિફ પોલિસીનો સુધારો; કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિતરણનું ખાનગીકરણ
- સામાજિક ક્ષેત્રમાં નવીન વાયેબિલિટી ગેપ ફંડિગ યોજના દ્વારા ખાનગી ક્ષેત્રના રોકાણમાં ઝડપી વધારો
- અવકાશ પ્રવૃતિઓમાં ખાનગી ભાગીદારીમાં ઝડપી વધારો
- અણુ ઉર્જા ક્ષેત્રમાં સુધારાઓ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12મી મે, 2020ના રોજ ભારતના GDPના 10% બરાબર રૂ.20 લાખ કરોડના વિશેષ આર્થિક અને સર્વગ્રાહી પેકેજની જાહેરાત કરી હતી. આ સમયે તેમને આત્મનિર્ભર ભારત અભિયાન અંગે સ્પષ્ટ હાકલ કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારતના પાંચ પાયા તરીકે - અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થા, વૈવિધ્યપૂર્ણ ભૌગોલિકતા અને માંગને રેખાંકિત કર્યા હતા.
પત્રકાર પરિષદના પ્રારંભિક વ્યક્તવ્યમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે આજની પત્રકાર પરિષદનું મુખ્ય કેન્દ્રબિંદુ માળખાકીય સુધારાઓ છે. તેમણે જણાવ્યું હતું કે અનેક ક્ષેત્રોને નીતિગત સરળીકરણની આવશ્યકતા છે. ક્ષેત્રો શું પ્રદાન કરી શકે છે, પ્રવૃતિમાં ભાગીદારી અને પારદર્શિતા લાવવા માટે લોકોને સમજણ પુરી પાડવા તેમને સરળ બનાવવા આવશ્યક છે. નાણાં મંત્રીએ ઉમેર્યુ હતું કે જો એક વખત આપણે ક્ષેત્રોની જટિલતા દૂર કરીએ તો તેની સાથે જ તેમના વિકાસ માટે ગતિ પુરી પાડી શકીએ છીએ.
લોકોને સીધા નાણાં આપવા માટે સીધા લાભ હસ્તાંતરણ, એક રાષ્ટ્ર - એક બજારની પરિકલ્પના માટે રજૂ કરાયેલો GST, નાદારીની સમસ્યાઓના નિરાકરણ માટે નાદારી અને દેવાદાર કાયદો (IBC) અને વ્યવસાય કરવામાં સરળતા માટે લેવાયેલાં પગલાં જેવા રજૂ કરાયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતાં નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગાઢ સર્વાંગી સુધારાઓ હાથ ધરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ખૂબ જ મજબૂત છબી ધરાવે છે.
પોતાની પત્રકાર પરિષદ દરમિયાન શ્રીમતિ સિતારમણે ફાસ્ટ ટ્રેક રોકાણ માટે નીતિગત સુધારાઓ માટે જરૂરિયાત અને આ સંદર્ભમાં સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓને ભારપૂર્વક રેખાંકિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સચિવોના સશક્ત સમૂહ દ્વારા મંજૂરીની ઝડપી પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે અને રોકાણપાત્ર પ્રોજેક્ટ અને રોકાણકારો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધવા માટે દરેક મંત્રાલયમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવશે.
નાણાં મંત્રીએ આત્મનિર્ભર ભારતના પ્રયત્નના ભાગરૂપે ફાસ્ટ ટ્રેક રોકાણ માટે નીચે મુજબ નીતિગત સુધારાઓની જાહેરાત કરી હતીઃ
A. સચિવોના સશક્ત જૂથ દ્વારા રોકાણની મંજૂરી ઉપર ઝડપી દેખરેખ રાખવામાં આવશે.
B. રોકાણપાત્ર પ્રોજેક્ટ્સ તૈયાર કરવા, રોકાણકારો અને કેન્દ્ર/રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધવા દરેક મંત્રાલયમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવશે.
C. નવા રોકાણ માટે સ્પર્ધા કરવા રોકાણની આકર્ષકતા અંગે રાજ્યોને રેન્કિંગ આપવામાં આવશે.
D. સોલાર પીવી ઉત્પાદન, અદ્યતન સેલ બેટરી સંગ્રહ વગેરે જેવા ક્ષેત્રોમાં નવા ચેમ્પિયન ક્ષેત્રોના પ્રોત્સાહન માટે પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવશે.
શ્રીમતિ સિતારમણે વધુમાં જાહેરાત કરી હતી કે સામાન્ય માળખાકીય સુવિધાઓ અને સંયોજકતાના ઔદ્યોગિક સમૂહ આધુનિકરણ માટે પડકારજનક સ્વરૂપમાં રાજ્યોમાં યોજનાઓનું અમલીકરણ કરવામાં આવશે. નવા રોકાણોને પ્રોત્સાહન આપવા ઔદ્યોગિક જમીન/જમીન બેન્કોની ઉપલબ્ધી હશે અને GIS મેપિંગ દ્વારા ઔદ્યોગિક માહિતી વ્યવસ્થા (IIS) ઉપર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. IIS ઉપર પાંચ લાખ હેક્ટર જમીન ઉપર 3,376 ઔદ્યોગિક પાર્ક/અસ્કયામતો/SEZની રેખાંકન કરવામાં આવ્યું છે. 2020-21 દરમિયાન તમામ ઔદ્યોગિક પાર્કનું રેખાંકન કરવામાં આવશે.
નાણાં મંત્રીએ આજે કોલસા, ખનન, સંરક્ષણ ઉત્પાદન, નાગરિક ઉડ્ડયન, ઉર્જા ક્ષેત્ર, સામાજિક માળખું, અવકાશ અને અણુ ઉર્જા એમ આઠ ક્ષેત્રોમાં માળખાકીય સુધારાઓની જાહેરાત કરી હતી. તેની વિગતો નીચે મુજબ છેઃ
એ. કોલસા ક્ષેત્ર
1. કોલસા ક્ષેત્રમાં વાણિજ્યક ખનનની શરૂઆત
સરકાર નીચેના પગલાંઓ થકી કોલસા ક્ષેત્રમાં સ્પર્ધા, પારદર્શિતા અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી રજૂ કરશેઃ
(A) નિશ્ચિત રૂપિયા/ટનની શાસન પદ્ધતિના સ્થાને આવક વહેંચણી વ્યવસ્થાતંત્ર. કોઇપણ પક્ષકાર કોલ બ્લોક માટે હરાજીમાં ભાગ લઇ શકશે અને ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે.
(B) પ્રવેશ નિયમોને વધુ ઉદાર બનાવવામાં આવશે. આશરે 50 જેટલા બ્લોક્સને તાત્કાલિકપણે ઉપલબ્ધ બનાવાશે. પાત્રતા અંગે કોઇપણ શરતો નહીં હોય, નિર્ધારિત મર્યાદા સાથે માત્ર સ્પષ્ટ ચૂકવણી પુરી પાડવામાં આવશે.
(C) આશિંક ખનન કરેલા બ્લોક માટે અગાઉની સંપૂર્ણપણે ખનન કરેલા કોલ બ્લોક્સની હરાજીની જોગવાઇની સામે ખનનની સાથે ઉત્પાદન વ્યવસ્થાનો અમલ કરવામાં આવશે. આ ખનનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપશે.
(D) આવકના હિસ્સામાં વળતર પુરું પાડીને નિર્ધારિત સમય કરતાં વહેલા ઉત્પાદનને પ્રોત્સાહન પુરું પાડવામાં આવશે.
2. કોલ ક્ષેત્રમાં વૈવિધ્યસભર તકો
(A) આવકના હિસ્સામાં વળતર આપીને કોલસાનું ગેસમાં રૂપાંતર / પ્રવાહી રૂપાંતર પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નોંધપાત્ર રીતે પર્યાવરણ ઉપર ઓછો પ્રભાવ પેદા કરશે અને ભારતને ગેસ-આધારિત અર્થતંત્રમાં તબદિલ થવામાં પણ સહાયતા પુરી પાડશે.
(B) 2023-24 સુધી 1 અબજ ટન કોલસાના ઉત્પાદનના કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL)ના લક્ષ્યાંક વત્તા ખાનગી બ્લોકમાંથી કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા માટે રૂ.50,000 કરોડનો માળખાકીય વિકાસ કરવામાં આવશે. તેમાં ખાણથી રેલવે માર્ગ સુધી કોલસાના યાંત્રિક સ્થળાંતરણ (વાહક પટ્ટા)માં રૂ.18,000 કરોડના મૂલ્ય રોકાણનો સમાવેશ થાય છે. આ પગલાં પર્યાવરણીય પ્રભાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
- કોલસા ક્ષેત્રમાં ઉદાર પ્રણાલી
-
-
- કોલ બેડ મિથેન (CBM)ના નિષ્કર્ષીકરણના અધિકારોની કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL)ની કોલસાની ખાણોમાંથી હરાજી કરવામાં આવશે
- ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માપદંડો જેમકે, ખાણકામની યોજનાનું સરળીકરણ હાથ ધરવામાં આવશે. આનાથી વાર્ષિક ઉત્પાદનમાં આપોઆપ 40% વધારો થઇ જશે.
- CILના ગ્રાહકોને વ્યાપારિક શરતોમાં છૂટ આપવામાં આવી છે (રૂપિયા 5,000 કરોડના મૂલ્યની ઓફર કરવામાં આવે છે). નોન-પાવર ગ્રાહકો માટે હરાજીની અનામત કિંમત ઘટાડવામાં આવી છે, ક્રેડિટની શરતો હળવી કરવામાં આવી છે અને ઉપાડવાનો સમયગાળો વધારવામાં આવ્યો છે.
- ખનીજ ક્ષેત્ર
-
-
- ખનીજ ક્ષેત્રમાં ખાનગી રોકાણને વધારવું
વૃદ્ધિ, રોજગારી અને આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ ટેકનોલોજી લાવવા માટે માળખાકીય સુધારા કરવામાં આવશે જે ખાસ કરીને આ પ્રકારે રહેશે:
- અવરોધરહિત સંયુક્ત અન્વેષણ-કમ-ખાણકામ-કમ ઉત્પાદન પ્રણાલી
- મુક્ત અને પારદર્શક પ્રક્રિયા દ્વારા 500 માઇનિંગ બ્લૉક્સ આપવામાં આવશે.
- એલ્યુમિનિયમ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારવા માટે બોક્સાઇટ અને કોલસાની ખનીજના બ્લૉકની સંયુક્ત હરાજી કરવામાં આવશે જેથી એલ્યુમિનિયમ ઉદ્યોગમાં વીજળીના ખર્ચમાં ઘટાડો કરી શકાશે.
2. ખનીજ ક્ષેત્રમાં નીતિગત સુધારા
કેપ્ટિવ અને નોન-કેપ્ટિવ ખાણો વચ્ચે ભિન્નતા રાખવાથી ખાણકામની લીઝ ટ્રાન્સફર કરી શકાશે અને વધારાના ઉપયોગમાં ન લીધેલા ખનીજોનું વેચાણ થઇ શકશે, જેના કારણે ખાણકામમાં બહેતર કાર્યદક્ષતા આવસે અને ઉત્પાદનમાં વધારાનો ખર્ચ દૂર કરી શકશે. ખાણમંત્રાલય અત્યારે વિવિધ ખનીજો માટે ખનીજ સૂચકાંક તૈયાર કરવા માટે કામ કરી રહ્યું છે. ખાણકામ માટે લીઝની ફાળવણીના સમયે ચુકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટીનું વ્યવહારીકરણ કરવામાં આવશે.
- સંરક્ષણ ક્ષેત્ર
- સંરક્ષણ ઉત્પાદનમાં આત્મ વિશ્વાસમાં વધારો કરવો
- સંરક્ષણ ઉત્પાદનમાં આત્મ વિશ્વાસ વધારવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવામાં આવશે જેના માટે વર્ષ આધારિત સમય મર્યાદાઓ અનુસાર હથિયારો/ પ્લેટફોર્મની આયાત પર પ્રતિબંધ મૂકવા અંગેની યાદી સૂચિત કરવામાં આવશે, આયાતી સ્પેરપાર્ટ્સનું સ્વદેશીકરણ કરવામાં આવશે અને સ્થાનિક મૂડી પ્રાપ્તિ માટે અલગ બજેટની જોગવાઇ કરવામાં આવશે. આનાથી સંરક્ષણના આયાતના બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે.
- ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના કોર્પોરેટાઇઝેશન દ્વારા ઓર્ડનન્સના પૂરવઠામાં સ્વાયત્તતા, જવાબદારી અને કાર્યદક્ષતા સુધારવામાં આવશે.
2. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં નીતિગત સુધારા
- ઓટોમેટિક રૂટ મારફતે સંરક્ષણ ઉત્પાદનમાંમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા 49%થી વધારીને 74% કરવામાં આવી છે.
- મર્યાદિત સમયની સંરક્ષણ ખરીદી પ્રક્રિયા રહેશે અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ એકમ (PMU)ની રચના કરીને નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ ઝડપી કરવામાં આવશે જેથી કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટને સહકાર આપી શકાય; હથિયારો/ પ્લેટફોર્મ અને ઓવરહૉલિંગ ટ્રાયલ અને પરીક્ષણ પ્રક્રિયાના જનરલ સ્ટાફ ગુણાત્મક ભરતીઓ (GSQRs)ની વાસ્તવવાદી વ્યવસ્થા ઉભી થઇ શકે.
D. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર
- નાગરિક ઉડ્ડયન માટે કાર્યદક્ષ એરસ્પેસ મેનેજમેન્ટ
ભારતીય એરસ્પેસના ઉપયોગ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હળવામાં કરવામાં આવે જેથી નાગરિકોની હવાઇ મુસાફરી વધુ કાર્યદક્ષ બની શકશે. આનાથી દર વર્ષે ઉડ્ડયન ક્ષેત્રને રૂપિયા 1000 જેટલો લાભ થશે. આનાથી એરસ્પેસનો મહત્તમ ઉપયોગ થઇ શકશે; ઇંધણના વપરાશમાં ઘટાડો થશે, સમય બચશે અને પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે.
2. વધુ વિશ્વકક્ષાના હવાઇમથકો PPP દ્વારા તૈયાર કરવામાં આવશે
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે પરિચાલન અને મેન્ટેનન્સના બીજા તબક્કાની બોલી લગાવવા માટે વધુ છ હવાઇમથકો ઓળખી કાઢવામાં આવ્યા છે. પ્રથમ અને બીજા તબક્કા ખાનગી ખેલાડીઓ દ્વારા વધારાના રોકાણથી રૂપિયા 13,000 કરોડ ઉભા થવાની આશા છે. અન્ય છ હવાઇમથકો ત્રીજા તબક્કાની બોલી લગાવવા માટે પણ ઓળખી કાઢવામાં આવશે.
- ભારત એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેરિંગ અને ઓવરહૉલ (MRO) માટે વૈશ્વિક હબ બનશે
MRO ઇકોસિસ્ટમ માટે કરવેરા પ્રણાલીને વધુ વ્યવહારુ બનાવવામાં આવી છે. એરક્રાફ્ટના ભાગોનું રિપેરિંગ અને એરફ્રેમ મેન્ટેનન્સ આગામી ત્રણ વર્ષમાં રૂપિયા 800 કરોડથી વધીને રૂપિયા 2000 કરોડ પહોંચી જશે. દુનિયાના મોટા એન્જિન ઉત્પાદકો ભારતમાં આગામી વર્ષોમાં તેમની એન્જિન રિપેરિંગની સુવિધાઓ શરૂ કરશે તેવી અપેક્ષા છે. સંરક્ષણ ક્ષેત્ર અને નાગરિક MRO વચ્ચે સંપાત સાધવામાં આવસે જેથી મોટાપાયે ઇકોનોમિક્સ સ્થાપી શકાય. આનાથી એરપ્લેનનો મેન્ટેનન્સ ખર્ચ ઓછો કરી શકાશે.
E. ઉર્જા ક્ષેત્ર
1. ટેરિફ નીતિમાં સુધારો
ટેરિફ નીતિમાં નીચે દર્શાવ્યા અનુસારના સુધારા બહાર પાડવામાં આવશે:
(i) ગ્રાહકોના અધિકારો
- DISCOMની ઓછી કાર્યદક્ષતાના કારણે હવે ગ્રાહકો પર ભારણ નહીં રહે
- DISCOM માટે સેવા અને સંબંધિત પેનલ્ટીના ધોરણો
- DISCOMને પૂરતા પ્રમાણમાં વીજળી સુનિશ્ચિત કરવી પડશે; લોડ શેડિંગ માટે દંડ લાગુ કરવામાં આવશે
(ii) ઉદ્યોગને પ્રોત્સાહન
- ક્રોસ સબસિડીમાં તબક્કાવાર ઘટાડો
- મુક્ત ઍક્સેસ માટે સમય મર્યાદિત મંજૂરી
- જનરેશન અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ વિકાસકર્તાઓ સ્પર્ધાત્મક રીતે પસંદ કરવામાં આવશે
(iii) ક્ષેત્રની ટકાઉક્ષમતા
- કોઇ નિયમનકારી અસ્કયામત નહીં
- ઉત્પાદક કંપનીઓને સમયસર ચુકવણી
- સબસિડી માટે DBT; સ્માર્ટ પ્રિપેઇડ મીટર
2. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિતરણમાં ખાનગીકરણ
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉર્જા વિભાગો/ ઉપયોગિતાનું ખાનગીકરણ કરવામાં આવશે. આનાથી ગ્રાહકોને બહેતર સેવાઓ મળશે અને વિતરણમાં પરિચાલન તેમજ આર્થિક કાર્યદક્ષતામાં સુધારો આવશે. આનાથી સમગ્ર દેશમાં અન્ય ઉપયોગિતાઓમાં પણ તેના અનુકરણ માટે એક મોડલ ઉપલબ્ધ થશે.
F. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: સુધારેલી રૂપિયા 8100 કરોડના વાયેબિલિટી ગેપ ફંડિંગ યોજના દ્વારા ખાનગી ક્ષેત્રના રોકાણને વેગ આપવામાં આવશે
સરકાર કેન્દ્ર અને રાજ્ય/ કાનૂની સંગઠનો દ્વારા VGF તરીકે પ્રત્યેક કુલ પ્રોજેક્ટ ખર્ચના વાયેબિલિટી ગેપ ફંડિગ (VGF)માં 30% સુધીનો વધારો કરશે. અન્ય ક્ષેત્રો માટે, VGFનો હાલનો 20% સપોર્ટ ભારત સરકાર અને રાજ્ય/ કાનૂની સંગઠનો દરેક તરફથી યથાવત રહેશે. કુલ ખર્ચ રૂપિયા 8,100 કરોડ થસે. આ પ્રોજેક્ટ્સની દરખાસ્ત કેન્દ્રીય મંત્રાલયો/ રાજ્ય સરકારો/ કાનૂની સંગઠનો દ્વારા કરવામાં આવશે.
G. અવકાશ ક્ષેત્ર: અવકાશને લગતી પ્રવૃત્તિઓમાં ખાનગી સહભાગીતાને વેગ આપવો
ઉપગ્રહો, લોન્ચ અને અવકાશ આધારિત સેવાઓમાં ખાનગી કંપનીઓને તેમના સ્તરે આગળ વધવા માટે યોગ્ય મેદાન પૂરું પાડવામાં આવશે. અનુમાનિત નીતિ અને નિયમનકારી માહોલ ખાનગી ખેલંદાઓને પૂરો પાડવામાં આવશે. ખાનગી ક્ષેત્રને ISROની સુવિધાઓ અને અન્ય સંબંધિત અસ્કયામતોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે જેથી તેમની ક્ષમતામાં સુધારો લાવી શકાય. ગ્રહોને લગતા શોધ અને સંશોધનના ભાવિ પ્રોજેક્ટ્સ, બાહ્ય અવકાશનો પ્રવાસ વગેરે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મુકવામાં આવશે. ટેકનોલોજીના ઉદ્યોગ સાહસિકો માટે રીમોટ સેન્સિંગ ડેટા પૂરો પાડવા ઉદાર જીઓ-સ્પેટિઅલ નીતિનો અમલ કરવામાં આવશે.
H. અણુ ઉર્જા સંબંધિત સુધારા
કેન્સર અને અન્ય બીમારીઓ માટે પરવડે તેવા દરે સારવાર દ્વારા માનવજાતના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે તબીબી આઇસોટોપ્સના ઉત્પાદન માટે PPP મોડમાં રિસર્ચ રિએક્ટર્સ સ્થાપવામાં આવશે. PPP મોડમાં સુવિધાઓનો ઉપયોગ ખાદ્ય પ્રસંસ્કરણ માટે ઇરેડિએશન ટેકનોલોજી માટે થશે – જેથી અનુકૂળ કૃષિ સુધારા લાવી શકાય અને ખેડૂતોને સહાય પણ આપી શકાય. ભારતની મજબૂત સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમને અણુ ક્ષેત્ર સાથે જોડવામાં આવશે અને આ માટે ટેકનોલોજી વિકાસ-કમ-ઇન્ક્યુબેશન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવસે જેથી સંશોધન સુવિધાઓ અને ટેકનોલોજીની ઉદ્યોગસાહસિકો વચ્ચે તાલમેલ બેસાડી શકાય.
GP/DS
(Release ID: 1624565)
Visitor Counter : 566
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam