રેલવે મંત્રાલય

15મીની મધ્યરાત્રી સુધીમાં એટલે કે 15 દિવસમાં 14 લાખથી વધુ ફસાયેલા લોકોને પાછા તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા


ભારતીય રેલવેએ સમગ્ર દેશમા 1074 “શ્રમિક વિશેષ” ટ્રેનોનું પરિચાલન કર્યું

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દરરોજ 2 લાખથી વધુ મુસાફરોનું પરિવહન કરવામાં આવે છે. આવનારા દિવસોમાં, મુસાફરોના દૈનિક પરિવહનનો આંકડો વધીને 3 લાખ પહોંચવાની અપેક્ષા છે

મિશન “બેક હોમ” અત્યારે પૂર્ણ કક્ષાએ આગળ વધી રહ્યું છે

મુસાફરો માટે વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

મુસાફરોને મોકલી રહેલા રાજ્ય અને તેઓ જ્યાં જઇ રહ્યા છે તે રાજ્ય બંને વચ્ચે સંમતિ થયા પછી જ રેલવે દ્વારા ટ્રેન લઇ જવામાં આવે છે

Posted On: 16 MAY 2020 2:39PM by PIB Ahmedabad

દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારાશ્રમિક વિશેષ ટ્રેનનામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

15 મે 2020ની મધ્યરાત્રી સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં રેલવે દ્વારા કુલ 1074 “શ્રમિક વિશેષટ્રેનોનું પરિચાલન કરવામાં આવ્યું છે. ટ્રેનોમાં છેલ્લા 15 દિવસમાં કુલ 14 લાખથી વધુ ફસાયેલા લોકોને તેમના વતન રાજ્યમાં પરત મોકલવામાં આવ્યા છે.

અહીં નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દરરોજ 2 લાખથી વધુ મુસાફરોનું પરિવહન કરવામાં આવે છે. આવનારા દિવસોમાં, મુસાફરોના દૈનિક પરિવહનનો આંકડો વધીને 3 લાખ પહોંચવાની અપેક્ષા છે.

1074 શ્રમિક વિશેષ ટ્રેનો આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ગોવા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી રવાના થઇ છે.

શ્રમિક વિશેષ ટ્રેનો આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપૂર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપૂરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે.

વિશેષ ટ્રેનોમા મુસાફરો બેસે તે પહેલાં સુનિશ્ચિપણે તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને મુસાફરી દરમિયાન તમામ મુસાફરો માટે વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

 

GP/DS

 

 



(Release ID: 1624424) Visitor Counter : 157