ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પરપ્રાંતીય શ્રમિકો ચાલતા વતન ન જાય અને સરકાર દ્વારા દોડાવવામાં આવતી બસો તેમજ વિશેષ શ્રમિક ટ્રેનોના માધ્યમથી જ તેમને વતન મોકલવાનું સુનિશ્ચિત કરવા કહ્યું
Posted On:
15 MAY 2020 10:41PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 11.05.2020ના રોજ તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા દોડાવવામાં આવતી બસો અને શ્રમિક વિશેષ ટ્રેનોના માધ્યમથી જ તાકીદના ધોરણે તેમને પરત મોકલવાનું સુનિશ્ચિત કરવા સંબંધે પત્ર લખવામાં આવ્યો હતો.
ગૃહ મંત્રાલયે આ પત્રમાં માર્ગો અને રેલવેના પાટા પર ચાલતા વતન જઇ રહેલા પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, જો કોઇ શ્રમિક આવી સ્થિતિમાં ચાલતા જતા જોવા મળે તો, તેમને યોગ્ય રીતે સમજાવવા જોઇએ અને જ્યાં સુધી તેમને વતન રાજ્યમાં પાછા જવા માટે ‘શ્રમિક વિશેષ’ ટ્રેન અથવા બસ દ્વારા સુવિધા ન થાય ત્યાં સુધી તેમને નજીકની આશ્રય શિબિરમાં રાખીને ભોજન તેમજ પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી જોઇએ.
જોકે, દેશના વિવિધ ભાગોમાં પરપ્રાંતીય શ્રમિકો માર્ગો, રેલવેના પાટા પર ચાલતા અને ટ્રકોમાં બેસીને મુસાફરી કરતા હોવાના ઘણા અહેવાલો હજુ સુધી મળી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખતા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ફરી ટકોર કરતા લખ્યું છે જેથી આવા પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન રાજ્યમાં પાછા જવા માટે ચાલતા ન જાય તે સુનિશ્ચિત થઇ શકે.
આ પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે, રેલવે મંત્રાલય દરરોજ 100થી વધુ ‘શ્રમિક વિશેષ’ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે અને જરૂરિયાત અનુસાર વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવા માટે પણ તૈયાર છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ આ વ્યવસ્થાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઇએ અને શ્રમિકો સાથે એવો પણ પરામર્શ કરવો જોઇએ કે, તેઓ ચાલતા મુસાફરી કરવાનું સદંતર ટાળે, તેમની મુસાફરી સુવિધાજનક બનાવવા માટે સરકાર દ્વારા વિશેષરૂપે બસો/ રેલવે દોડાવવામાં આવે છે તેના માધ્યમથી જ તેઓ મુસાફરી કરે.
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(Release ID: 1624415)
Visitor Counter : 358
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada