વહાણવટા મંત્રાલય

કોવિડ-19 સામેની લડતમાં ભારતીય અર્થવ્યવસ્થાને ટેકારૂપ બનવા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેર કરાયેલાં અનેક પગલાંઓને શ્રી મનસુખ માંડવિયાનો આવકાર

Posted On: 15 MAY 2020 7:14PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી દ્વારા કરાયેલી જાહેરાતને પગલે નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલાં સંખ્યાબંધ પગલાંને રસાયણ અને ખાતર મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને શિપિંગ મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ આવકાર્યાં છે. શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રૂા. 20 લાખ કરોડનું વિશેષ આર્થિક અને વ્યાપક પેકેજ જાહેર કર્યું હતું. તેમણે आत्म निर्भर भारत अभियान એટલે કે સ્વ-નિર્ભર ભારત અભિયાન માટે હાકલ કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભો પણ જણાવ્યા હતા - અર્થવ્યવસ્થા, માળખાકીય સવલતો, વ્યવસ્થાતંત્ર, જોમવંતુ વસતીધન તેમજ માગ.

 

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે નાણાંમંત્રીએ અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં જાહેર કરેલી વિગતો ભારતીય અર્થવ્યવસ્થા અને કોવિડ-19 મહામારી સામે બહાદુરીપૂર્વક લડત આપી રહેલા દેશના નાગરિકોને ઘણા ઉન્નત બનાવશે. તેમણે જણાવ્યું કે નાણાં પ્રધાને પહેલા તબક્કામાં જાહેર કરેલાં પગલાંમાં કામકાજ પુનઃ શરૂ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં નોકરિયાતો અને નોકરીદાતાઓ, ઉદ્યોગ-ધંધા - ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોને ફરી ઉત્પાદન શરૂ કરવા સક્ષમ બનાવવા તેમજ કામદારોને ફરી વળતરપ્રદ રોજગાર તરફ વાળવા સક્ષમ બનાવાયા છે. નોન-બેન્કિંગ ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી), હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ (એચએફસી), માઈક્રો ફાયનાન્સ સેક્ટર અને વીજ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરાયા છે. ઉદ્યોગ-ધંધાને કરમાં રાહત અપાઈ છે, જાહેર પ્રાપ્તિનાં કામકાજ કરી રહેલા કોન્ટ્રાક્ટરોને તેમની કરાર મુજબની જવાબદારીઓ અદા કરવામાં રાહત અપાઈ છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને અનુપાલનમાં રાહત અપાઈ છે. આને પગલે વેપાર-ઉદ્યોગોને ટેકો અને સંકટ ટાળે સહાય મલશે અને આર્થિક પ્રવૃત્તિઓ ગતિમાન બનાવવામાં મદદ મળશે.

 

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે બીજા તબક્કાનાં પગલાં ખાસ કરીને, સ્થળાંતર કરનારા શ્રમિકો, ફેરિયાઓ, સ્થળાંતરિત શહેરી ગરીબો, નાના વેપારીઓ, સ્વરોજગારી મેળવતા લોકો અને નાના ખેડૂતોને તેમજ હાઉસિંગ ક્ષેત્રમાં પડતી તકલીફોને હળવી બનાવશે. તેમણે જણાવ્યું કે મોદી સરકાર ગરીબોની તરફેણની નીતિઓમાં માને છે અને ગરીબોને મદદરૂપ થવા અને તેમને ટેકો આપવા બાબતે પૂરતી કાળજી લે છે.

 

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં કઠોર પરિશ્રમ કરનારા દેશના અન્નદાતા - ખેડૂતો અને ખેતરમાં કામ કરતા લોકોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કૃષિ, મત્સ્યપાલન, પશુપાલન, મધમાખી ઉછેર, ઔષધિય વનસ્પતિઓ, સપ્લાય ચેઇન,વગેરે ક્ષેત્રો ઉપર ધ્યાન અપાયું છે. અસાધારણ કટોકટીના સમયે પ્રધાનમંત્રીએ સમયસર, કેન્દ્રિત અને યોગ્ય પગલાં લીધાં તે બદલ કૃતજ્ઞતા રજૂ કરતાં શ્રી માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા જાહેર કરાયેલા આપણી જીડીપીના આશરે 10 ટકા જેટલી રકમના વિશેષ આર્થિક પેકેજના અમલ બાદ આપણે વધુ મજબૂત બનીને બહાર આવીશું.

 

 

GP/DS

 



(Release ID: 1624184) Visitor Counter : 274