રેલવે મંત્રાલય

ભારતીય રેલવે 12.05.2020થી શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રેનોમાં વિવિધ શ્રેણી અનુસાર મર્યાદિત સંખ્યામાં વેઇટિંગ ટિકિટ આપવાનું શરૂ કરશે


આ વિશેષ ટ્રેનો માટે કોઇ RAC નહીં હોય

આ ટ્રેનો માટે 22 મે 2020ના રોજથી નવા ફેરફારોનો અમલ કરવામાં આવશે એટલે કે, આ માટે બુકિંગની શરૂઆત 15 મે 2020ના રોજથી થશે

Posted On: 14 MAY 2020 4:40PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ 12.05.2020ના રોજથી વિશેષ ટ્રેનો દ્વારા ફરી શરૂ કરવામાં આવેલી મુસાફર ટ્રેનોમાં કોઇ RAC (કેન્સલેશન સામે રિઝર્વેશન) રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ, એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મર્યાદિત સંખ્યામાં વેઇટિંગ લિસ્ટમાં ટિકિટો ઇશ્યુ કરવામાં આવશે જેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

 

શ્રેણી

મહત્તમ વેઇટિંગ લિસ્ટની મર્યાદા

1 AC

20

એક્ઝિક્યુટિવ ક્લાસ

20

2 AC

50

3 AC

100

AC ચેર કાર

100

(ભવિષ્યમાં ચેર કાર શ્રેણી સાથે કોઇપણ ટ્રેન શરૂ કરવામાં આવે તો લાગુ પડે)

સ્લિપર

200

(ભવિષ્યમાં સ્લિપર શ્રેણી સાથે કોઇપણ ટ્રેન શરૂ કરવામાં આવે તો લાગુ પડે)

 

ભારતીય રેલવે દ્વારા 12.05.2020થી ફરી શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રેનોના સંદર્ભમાં અન્ય કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જે નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વેઇટિંગ લિસ્ટ સંબંધિત અન્ય નિયમો લાગુ થવાપાત્ર રહેશે.
  • કોઇપણ તત્કાલ/ પ્રીમિયમ તત્કાલ ક્વોટા નિર્ધારિત કરવામાં આવશે નહીં.
  • વરિષ્ઠ નાગરિક ક્વોટા, મહિલા ક્વોટા અને દિવ્યાંગજનો (HP) માટે અન્ય ક્વોટા હયાત સૂચનાઓ અનુસાર નિર્ધારિત કરવામાં આવશે.
  • રીફંડના નિયમો એટલે કે ટ્રેન ઉપડવાના 24 કલાક સુધીના સમયમાં કેન્સલેશન માટે ભાડાની 50% રકમ અને 24 કલાકની અંદર કેન્સલ કરવામાં આવે તો કોઇ રીફંડ નહીં, અમલમાં રહેશે નહીં અને હયાત રીફંડ નિયમો એટલે કે રેલવે કેન્સલેશન અને રીફંડ નિયમો 2015 લાગુ થવાપાત્ર રહેશે.
  • ઉપરોક્ત ફેરફારો 22 મે 2020ના રોજથી શરૂ થતી ટ્રેનો માટે લાગુ થશે એટલે કે ટ્રેનો માટેનું બુકિંગ 15 મે 2020ના રોજથી શરૂ થશે.

 

GP/DS


(Release ID: 1623831) Visitor Counter : 299