રેલવે મંત્રાલય
ભારતીય રેલવેએ 15 દિવસથી ઓછા સમયમાં “શ્રમિક વિશેષ” ટ્રેનો દ્વારા એક મિલિયન (10 લાખ)થી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યોમાં પહોંચાડવાનું સીમાચિહ્ન પાર કર્યું
14 મે 2020 સુધીમાં સમગ્ર દેશમાં ભારતીય રેલવેએ 800 “શ્રમિક વિશેષ” ટ્રેનો ચલાવી
મુસાફરો માટે વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
મુસાફરોને મોકલી રહેલા રાજ્ય અને તેઓ જ્યાં જઇ રહ્યા છે તે રાજ્ય બંને વચ્ચે સંમતિ થયા પછી જ રેલવે દ્વારા ટ્રેન લઇ જવામાં આવે છે
Posted On:
14 MAY 2020 3:06PM by PIB Ahmedabad
દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
14 મે 2020 સુધીમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ભારતીય રેલવે દ્વારા કુલ 800 “શ્રમિક વિશેષ” ટ્રેનોનું પરિચાલન કરવામાં આવ્યું છે. આ વિશેષ ટ્રેનો મારફતે 10 લાખથી વધુ મુસાફરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. આ ટ્રેનો મુસાફરોને મોકલી રહેલા રાજ્ય અને તેઓ જ્યાં જઇ રહ્યા છે તે રાજ્ય બંને વચ્ચે સંમતિ થયા પછી જ ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવે છે
વિવિધ ગંતવ્ય સ્થળોએ પહોંચેલી આ 800 ટ્રેનો આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપૂર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપૂરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે.
આ વિશેષ ટ્રેનોમા મુસાફરો બેસે તે પહેલાં સુનિશ્ચિપણે તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને મુસાફરી દરમિયાન તમામ મુસાફરો માટે વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
GP/DS
(Release ID: 1623789)
Visitor Counter : 269
Read this release in:
Tamil
,
Telugu
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Malayalam