માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ (એચઆરડી) મંત્રીએ વેબિનાર દ્વારા દેશભરનાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી


શૈક્ષણિક વર્ષ 2020-21 માટે IIT, IIITs અને NITs માટે ફીમાં કોઈ વધારો કરવામાં નહીં આવે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’

NEET 26 જુલાઈ, 2020ના રોજ યોજાશે - શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’

JEE મેઇન 18, 20, 21, 22 અને 23 જુલાઈ, 2020ના રોજ યોજાશે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’

UGC NET – 2020 અને JEE (એડવાન્સ) તારીખો ટૂંક સમયમાં જાહેર થશે – શ્રી રમેશ પોખરિયાલ નિશંક

સીબીએસઈ 12મા બોર્ડની પરીક્ષાની તારીખો બે દિવસમાં જાહેર થશે

Posted On: 05 MAY 2020 4:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી (એચઆરડી) શ્રી રમેશ પોખરિયાલ નિશંકે દેશભરના વિદ્યાર્થીઓ સાથે વેબિનાર દ્વારા આદાનપ્રદાન કર્યું હતું. એક કલાકના આદાનપ્રદાન દરમિયાન મંત્રીએ શાળાની પરીક્ષાઓ, પ્રવેશ પરીક્ષાઓ, અકાદમિક કેલેન્ડર, ઓનલાઇન એજ્યુકેશન, ફી, વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ફેલોશિપ સાથે સંબંધિત વિદ્યાર્થીઓની વિવિધ ચિંતા અને પ્રશ્રોના જવાબો આપ્યા હતા.

પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લઈને અતિ ચિંતિત છે. બાબતને ધ્યાનમાં રાખીને મંત્રીએ વિદ્યાર્થીઓની ચિંતાઓ ઝડપથી અને તાત્કાલિક ધોરણે ઉકેલવા તમામ પગલાં લઈ રહી છે. શ્રી પોખરિયાલે રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય એચઆરડી મંત્રી શ્રી સંજય ધોત્રેના વિદ્યાર્થીઓની સલામતી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાના તેમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી હતી.

આદાનપ્રદાન કરીને કેન્દ્રીય એચઆરડી મંત્રીએ બાકી પ્રવેશ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી હતી. તેમણે જાણકારી આપી હતી કે, એનઇઇટી (NEET)ની પરીક્ષા 26 જુલાઈ, 2020ના રોજ યોજાશે. તેમણે વધુમાં જાણકારી આપી હતી કે, JEE MAIN (જી મેઇન) 18, 20, 21, 22 અને 23 જુલાઈ, 2020ના રોજ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે, JEE (એડવાન્સ) ઓગસ્ટમાં યોજાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, યુજીસી નેટ 2020 અને સીબીએસઈ 12 બોર્ડની પરીક્ષાઓની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે.

માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર વિદ્યાર્થીઓ સાથે વાત કરતા શ્રી રમેશ પોખરિયાલે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ અભ્યાસના ગાળા દરમિયાન મનને શાંત રાખવું જોઈએ અને એકાગ્રતા જાળવવી જોઈએ. વિદ્યાર્થીઓએ અભ્યાસનું ટાઇમટેબલ બનાવવું જોઈએ અને વચ્ચેવચ્ચે નાનાં વિરામો લેવા જોઈએ. મંત્રીએ કહ્યું હતું કે, પ્રવેશ પરીક્ષામાં ઉત્કૃષ્ટતા માટે અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્ન જાણવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓને ચિંતા કરવા, પોષણ મળે એવું ભોજન કરવા અને સલામત રહેવા અપીલ કરી હતી.

શ્રી પોખરિયાલે વિદ્યાર્થીઓને લિન્કઃ https://nta.ac.in/LecturesContent પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને જીવવિજ્ઞાન પર લેક્ચર મેળવીને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, એમએચઆરડીના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવા માટે થઈ શકશે. એમાં સ્વયંપ્રભા ડીટીએચ ચેનલ, સ્વયંમપ્રભાની આઇઆઇટી પીએએલ, દિક્ષા, પાઠશાલા, નેશનલ ડિજિટલ લાઇબ્રેરી, સ્વયંમ, -પીજી પાઠશાલા, શોધગંગા, -શોધસિંધુ, -યંત્ર, સ્પોકન ટ્યુટોરિયલ અને વર્ચ્યુઅલ લેબ્સ સામેલ છે. મંત્રીએ વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી કે, લોકડાઉન પછી અત્યાર સુધી સ્વયંમ, સ્વયંમપ્રભા, વર્ચ્યુઅલ લેબ્સ, ફોસ્સી, -યંત્ર અને સ્પોકન ટ્યુટોરિયલ જેવી ઉચ્ચ શિક્ષણની મુખ્ય ઓનલાઇન એજ્યુકેશનલ પોર્ટલ્સ પર હિટમાં પાંચ ગણો વધારો થયો છે.

નેટવર્કમાં ખામી ધરાવતા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓના પ્રશ્રનો જવાબ આપતા મંત્રીએ કહ્યું હતું કે, એમએચઆરડીએ ટાટા સ્કાય અને એરટેલ ડીટીએચ ઓપરેટર, ડીડી-ડીટીએચ, ડિશ ટીવી અને જિયો ટીવી એપના ડીટીએચ પ્લેટફોર્મ પર સ્વયંમ પ્રભા ચેનલોનું પ્રસારણ કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે જોડાણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વયંમ પ્રભા 32 ડીટીએચ ચેનલોનું ગ્રૂપ છે, જે કળા, વિજ્ઞાન, વાણિજ્ય, પર્ફોર્મિંગ  આર્ટ્સ, સોશિયલ સાયન્સિસ અને હ્યુમિનિટીઝ વિષયો, એન્જિનીયરિંગ, ટેકનોલોજી, કાયદો, મેડિસિન, કૃષિ વગેરે જેવી વિવિધ શાખાઓને આવરી લેતી સામગ્રીને આધારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રદાન કરે છે, જે દેશભરમાં તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને રસપ્રદ રીતે શિક્ષણ પ્રદાન કરે છે. અલગ-અલગ ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સમાં ચેનલનો ક્રમ અલગ છે, જે રીતે છેઃ એરટેલ ટીવીમાં: ચેનલ # 437, ચેનલ # 438 અને ચેનલ #439, in વીએમવીડિયોકોનમાં: ચેનલ # 475, ચેનલ # 476, ચેનલ # 477, ટાટા સ્કાયમાં: ચેનલ # 756 જે સ્વયંમપ્રભા ડીટીએચ ચેનલો માટે પોપ્સ અપ વિન્ડો છે અને  ડિશ ટીવીમાં: ચેનલ # 946, ચેનલ # 947, ચેનલ #949, ચેનલ # 950. મંત્રીએ જણાવ્યું હતું કે, મંત્રાલય ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શનના વિકલ્પ અજમાવવા પ્રયાસરત છે તેમજ વિદ્યાર્થીઓ સુધી અભ્યાસક્રમ પહોંચાડવા 2જી નેટવર્કનો ઉપયોગ કરવા વિચારી રહ્યું છે.

જ્યારે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે NITs , IITs અને IIITs માટે ફીમાં વધારા સાથે સંબંધિત પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો, ત્યારે મંત્રીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2020-21 માટે IIT, IIITs અને NITs માટે ફીમાં કોઈ વધારો નહીં કરવામાં આવે.

નવોદય વિદ્યાલયોના વિદ્યાર્થીઓના તેમના રાજ્યો અને વતનમાં સ્થળાંતરણના સંબધમાં મંત્રીએ જાણકારી આપી હતી કે, તમામ શાળાઓ માટે સ્થળાંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એમએચઆરડીથી રાજ્યના મુખ્ય સચિવો પાસેથી ડીઓ લેટર સાથે એને વેગ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 173 શાળાઓમાંથી 62થી વધારે શાળાઓએ પ્રક્રિયા શરૂ કરી છે. સ્થળાંતરિત થયેલા વિદ્યાર્થીઓ ધરાવતી તમામ શાળાઓ પર નિયમિતપણે નજર રાખવામાં આવી રહી છે. સ્થળાંતરણ કરતાં વિદ્યાર્થીઓને સેનિટાઇઝર્સ, માસ્ક, નાનાં સાબુ અને જેએનવીની મેસમાંથી બનેલી નાસ્તા જેવી ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્થળાંતરણના માર્ગમાં આવતી તમામ જેએનવી વિદ્યાર્થીઓને ભોજન, રોકાણ, નાસ્તો અને હેલ્થકેર જેવી સુવિધાઓ આપે છે.

વિદ્યાર્થીઓનાં વિવિધ પ્રશ્રોના જવાબ આપતા શ્રી પોખરિયાલે માહિતી આપી હતી કે, એમએચઆરડી કોવિડ  રોગચાળાને કારણે ઊભા થયેલા શૈક્ષણિક ફરકને દૂર કરવા આયોજન કરી રહી છે. એમએચઆરડીએ વિદ્યાર્થીઓને સતત અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું તથા શાળા અને ઉચ્ચ શિક્ષણ એમ બંને માટે વિવિધ -લર્નિંગ સંસાધનો અને ડિજિટલ માધ્યમો દ્વારા અભ્યાસમાં સહાયક બનવા પ્રેરિત કર્યા હતા. શ્રી પોખરિયાલે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી કે, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વર્ગો માટે વૈકલ્પિક કેલેન્ડર પણ જાહેર થયા છે. કેલેન્ડર મનોરંજક, રસપ્રદ રીતો થકી શિક્ષણ આપવા માટે ઉપલબ્ધ વિવિધ ટેકનોલોજીકલ ટૂલ અને સોશિયલ મીડિયા ટૂલના ઉપયોગ પર માર્ગદર્શિકા પ્રદાન કરે છે, જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો ઘરેથી પણ કરી શકે છે.

વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓ સાથે સંબંધિત વ્યક્ત કરેલી ચિંતાના સંબંધમાં મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, બોર્ડ ફક્ત મુખ્ય વિષયો માટે પરીક્ષાઓ યોજશે, જેની પ્રમોશન માટે જરૂર પડશે અને જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. તેમણે જાણકારી આપી હતી કે, સીબીએસઈએ તારીખ 01.04.2020ની અખબારી યાદીમાં 20 વિષયો અને અન્ય વિગતો વિસ્તૃત સમજાવી હતી, જે બોર્ડની વેબસાઇટ એટલે કે http://cbse.nic.in/ પરથી પણ સુલભ થઈ શકશે. તેમણે માહિતી આપી હતી કે, ઉત્તર પૂર્વ દિલ્હીને બાદ કરતા આખા દેશમાં 10મા ધોરણ માટે પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને પરીક્ષાઓ શરૂ કરતા અગાઉ તમામ ભાગીદારોને 10 દિવસનો પર્યાપ્ત સમય આપવામાં આવશે. મંત્રીએ ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓને એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, જો તમે પરીક્ષાઓ બેઠા હોય, તો તમારે ફરી પરીક્ષાઓ  આપવાની જરૂર નથી. પરીક્ષાઓ એવા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવશે, જેઓ તેમના વિસ્તારોમાં લાગુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે અનુકૂળ સમય પર પરીક્ષાઓમાં બેસી શક્યા નહોતા. વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા અવારનવાર પૂછાતા પ્રક્ષો (એફએક્યુ)નો સંદર્ભ મેળવી શકે છે.

શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, સરકાર લોકડાઉનના ગાળા દરમિયાન વિદ્યાર્થીઓને થયેલા શૈક્ષણિક નુકસાનને સરભર કરવાની યોજના ધરાવે છે. કોવિડ-19 લોકડાઉનના પ્રતિસાદ સ્વરૂપે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 2021 માટે અભ્યાસક્રમમાં સપ્રમાણ ભારણ ઘટાડવા માટે શિક્ષણ આપવાના સમયના નુકસાનમાં ઘટાડાનું મૂલ્યાંકન કરશે. એને અનુરૂપ બોર્ડની અભ્યાસક્રમ સમિતિએ વિવિધ સ્થિતિસંજોગોમાં અભ્યાસક્રમ ઘટાડવા પર કામ કરવાની શરૂઆત કરી છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને અંગે જાણકારી આપવામાં આવશે.

યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ સાથેના સંબંધમાં એમએચઆરડી સાથે ચર્ચાવિચારણા કરીને યુજીસીએ માર્ગદર્શિકા ઇશ્યૂ કરી છે. યુજીસીની વેબસાઇટ પર માર્ગદર્શિકા સુલભ થઈ શકશે. પરીક્ષાઓના સંદર્ભમાં મુખ્ય ભલામણો નીચે મુજબ છેઃ

·         શૈક્ષણિક અપેક્ષાઓ અને પરીક્ષાની પ્રક્રિયામાં પ્રામાણિકતા જાળવવા યુનિવર્સિટીઓ વૈકલ્પિક અને સરળ પદ્ધતિઓ તથા પરીક્ષાઓની પદ્ધતિઓ અપનાવી શકે છે, જેથી સમયેસમયે યુજીસી દ્વારા સૂચિત સીબીસીએસની જરૂરિયાતો પૂર્ણ કરીને ટૂંકા ગાળામાં પરીક્ષાની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય

·         મધ્યવર્તી સેમિસ્ટર/વર્ષના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ તેમની તૈયારીઓનાં સ્તરની વિસ્તૃત આકારણી, વિદ્યાર્થીઓના રહેઠાણની સ્થિતિ તથા વિવિધ વિસ્તારો/રાજ્યમાં કોવિડ-19 રોગચાળાના પ્રસારની સ્થિતિ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ યોજી શકે છે

·         કોવિડ-19 રોગચાળાને કારણે સ્થિતિ સાધારણ લાગે એવા કેસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સલામતી અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જાળવવા વિદ્યાર્થીઓનાં ગ્રેડિંગમાં યુનિવર્સિટીઓએ અપનાવેલી મધ્યવર્તી મૂલ્યાંકનની પેટર્નને આધારે 50 ટકા માર્ક સામેલ કરી શકે છે અને બાકીના 50 ટકા માર્ક અગાઉના સેમિસ્ટરમાંથી કામગીરીને આધારે આપી શકાશે (જો ઉપલબ્ધ હોય તો). આંતરિક મૂલ્યાંકન સતત મૂલ્યાંકન, પ્રીલિમ્સ, મિડ-સેમિસ્ટર, આંતરિક મૂલ્યાંકન કે વિદ્યાર્થીઓની પ્રગતિ માટે આપવામાં આવેલું કોઈ પણ નામ હોઈ શકે છે.

·         જો વિદ્યાર્થીઓ ગ્રેડ સુધારવા ઇચ્છે, તો તેઓ આગામી સેમિસ્ટર દરમિયાન પ્રકારનાં વિષયો માટે વિશેષ પરીક્ષાઓમાં બેસી શકે છે.

·         પરીક્ષાઓનો સમયપરીક્ષાઓ હાથ ધરવાનો સમય:

·         (1) ટર્મિનલ સેમિસ્ટર / વર્ષ   - 01.07.2020થી 15.07.2020

·         (2) ઇન્ટરમીડિયેટ સેમિસ્ટર/ વર્ષ - 16.07.2020થી 31.07.2020

મંત્રીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સત્ર 2020-21 માટે યુજી અને પીજી કાર્યક્રમોમાં પ્રવેશ 31.08.2020 સુધી પૂર્ણ થઈ શકે છે. જો જરૂર ઊભી થશે, તો કામચલાઉ ધોરણે પ્રવેશ આપી શકાશે અને 30.09.2020 સુધી પરીક્ષાની લાયકાતના પ્રસ્તુત ડોક્યુમેન્ટ પૂરી પાડવાની છૂટ આપી શકાશે. જૂના વિદ્યાર્થીઓ માટે 01.08.2020થી અને નવા વિદ્યાર્થીઓ માટે 01.09.2020થી શૈક્ષણિક સત્ર 2020-21 શરૂ થઈ શકે છે. વધારે વિગત યુજીસી વેબસાઇટ પરથી મેળવી શકાશે.

મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કરવાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ગભરાઈ જવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મંત્રાલય વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક હિતોને જાળવવા પ્રતિબદ્ધ છે. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, પરીક્ષાઓ, અકાદમિક કેલેન્ડર વગેરે લેટેસ્ટ માહિતી મંત્રાલય અને એની સ્વાયત્ત સંસ્થાઓની વેબસાઇટો પર સમયેસમયે ઉપલબ્ધ થશે.

 

 

GP/DS

 



(Release ID: 1621304) Visitor Counter : 305