સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

તમાકુ ઉત્પાદનોના પેકેટ્સ પર નવી આરોગ્ય ચેતવણી નિર્દિષ્ટ કરવામાં આવી

Posted On: 04 MAY 2020 3:23PM by PIB Ahmedabad

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને લેબલિંગ) કાયદા, 2008માં સુધારો કરીનેજુઓ તા. 13 એપ્રિલ 2020 GSR 248(E) “સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને લેબલિંગ) સુધારા કાયદો, 2020” – તમામ પ્રકારના તમાકુના ઉત્પાદનોના પેકેટ પર છાપવામાં આવતી નિર્દિષ્ટ આરોગ્ય સંબંધિત ચેતવણીઓનો નવો સેટ સૂચિત કર્યો છે. સુધારો 1 સપ્ટેમ્બર 2020ના રોજથી અમલી રહેશે.

 

નિર્દિષ્ટ આરોગ્ય ચેતવણીઓનો નવો સેટ પ્રમાણે રહેશે-

  1. તસવીર-1, 1 સપ્ટેમ્બર 2020ના રોજ આનો અમલ શરૂ થયા પછી 12 મહિનાના સમયગાળા સુધી માન્ય રહેશે.

 

   

b. તસવીર-2, નિર્દિષ્ટ આરોગ્ય ચેતવણીની તસવીર-1ના અમલીકરણથી 12 મહિનાનો સમયગાળો સમાપ્ત થયા પછી અમલમાં આવશે.

  

 

નિર્દિષ્ટ આરોગ્ય ચેતવણીઓના સોફ્ટ અથવા પ્રિન્ટ કરી શકાય તેવા વર્ઝન સાથે અધિસૂચના 19 ભાષામાં www.mohfw.gov.in અને www.ntcp.nhp.gov.in વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.

 

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી, જણાવવામાં આવે છે કે;

 

  • 1 સપ્ટેમ્બર 2020 પછી ઉત્પાદિત અથવા આયાત કરેલા અથવા પેકિંગ કરેલા તમામ તમાકુના ઉત્પાદનો પર તસવીર-1 છાપવાની રહેશે અને 1 સપ્ટેમ્બર 2021 પછી ઉત્પાદિત અથવા આયાત કરેલા અથવા પેકિંગ કરેલા તમામ તમાકુના ઉત્પાદનો પર તસવીર-2 છાપવાની રહેશે

 

  • સિગારેટ અથવા અન્ય કોઇપણ તમાકુના મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન, પૂરવઠા, આયાત અથવા વિતરણમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલી કોઇપણ વ્યક્તિએ સુનિશ્ચિત કરવામાં રહેશે કે, તમામ તમાકુ ઉત્પાદનોના પેકેટ પર સૂચિત કર્યા અનુસાર તેના જેવી નિર્દિષ્ટ આરોગ્ય ચેતવણીઓ હોય.

 

  • ઉપરોક્ત ઉલ્લેખિત જોગવાઇનું ઉલ્લંઘન દંડનીય ગુનો ગણાશે જે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરાતના પ્રતિબંધ અને વ્યાપાર અને વેપાર, ઉત્પાદન, પૂરવઠો અને વિતરણ નિયમન) અધિનિયમ, 2003ની ધારા 20મા સૂચવ્યા અનુસાર જેલની સજા અથવા દંડને પાત્ર રહેશે.
  •  
  •  “પેકેજની પરિભાષા અધિનિયમ અને તે અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની સુસંગતતા અનુસાર સુધારવામાં આવી છે.

 

GP/DS



(Release ID: 1621033) Visitor Counter : 392