ગૃહ મંત્રાલય

4 મે 2020થી બે અઠવાડિયા સુધી અમલી લૉકડાઉન દરમિયાન ઓરેન્જ ઝોનમાં માણસો અને વાહનોની અવરજવર અંગે સ્પષ્ટતા

Posted On: 02 MAY 2020 3:20PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના ફેલાવાની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પગલાં સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કર્યા પછી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગઇકાલે લૉકડાઉનનો અમલ વધુ બે અઠવાડિયા સુધી લંબાવવા અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જે 4 મે 2020થી લાગુ રહેશે.

 

ઓરેન્જ ઝોન વિસ્તારોમાં લોકો અને વાહનોની અવરજવર અંગે લોકોના મનમાંથી ગુંચવણો દૂર કરવા માટે (કૃપા કરીને https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620095 માં ઓરેન્જ ઝોનમાં મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓનો સંબંધિત પરિચ્છેદ વાંચો) સ્પષ્ટતા બહાર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે:

 

ઓરેન્જ ઝોન વિસ્તારમાં, સમગ્ર દેશમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ઉપરાંત, આંતર જિલ્લા અને જિલ્લાની અંદરના વિસ્તારમાં બસોના આવનજાવન પર પ્રતિબંધ ચાલુ કરવામાં આવ્યો છે.

 

અન્ય બે પ્રવૃત્તિઓને કેટલાક પ્રતિબંધો સાથે મંજૂરી આપવામાં આવી છે:

  • ટેક્સી અને કેબ ચાલકોને મંજૂરી આપવામાં આવી છે જેમાં એક ડ્રાઇવર સાથે માત્ર બે મુસાફરો બેસી શકશે.
  • માત્ર મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓ માટે લોકો અને વાહનો આંતર જિલ્લામાં અવરજવર કરી શકશે પરંતુ ફોર વ્હીલરમાં ડ્રાઇવર ઉપરાંત મહત્તમ બે મુસાફરો બેસી શકશે.

 

અન્ય તમામ પ્રવૃત્તિઓને ઓરેન્જ ઝોનમાં કોઇપણ પ્રતિબંધો સિવાય મંજૂરી આપવામાં આવી છે.

 

જોકે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમના આકલન અને પ્રાથમિકતાઓના આધારે મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓની સંખ્યામાં વધારો અથવા ઘટાડો કરી શકે છે.

 

 

GP/DS

 



(Release ID: 1620386) Visitor Counter : 333