પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચા સાથે ટેલીફોન પર ચર્ચા કરી
प्रविष्टि तिथि:
01 MAY 2020 7:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચા સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ નવેમ્બર 2019માં આસિયાન અને સંબંધિત બેઠકોમાં ભાગ લેવા માટે તેઓ બેંગકોક ગયા હતા તે સ્મૃતિઓ તાજી કરી હતી અને થાઇલેન્ડના શાહી પરિવારના સભ્યોને તેમજ થાઇ લોકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
બંને મહાનુભવોએ કોવડ-19 મહામારીનો સામનો કરવા માટે પોત પોતાના દેશોમાં લેવામાં આવેલા પગલાં અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા.
પ્રધાનમંત્રે આ મહામારી સામે અસરકારક રીતે લડવા માટે પ્રાદેશિક અને વૈશ્વિક સહકારના મહત્વ વિશે ચર્ચા કરી હતી. તેમણે થાઇલેન્ડના પ્રધાનમંત્રીને ખાતરી આપી હતી કે, થાઇલેન્ડને ફાર્માસ્યુટિકલ જરૂરિયાતોમાં મદદ કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે.
બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે, બંને દેશોના સંશોધકો, વૈજ્ઞાનિકો અને ઇનોવેટરો વચ્ચે ખૂબ સારો સહકાર અને સંકલન હોવું જરૂરી છે.
એકબીજાના દેશોમાં પોતાના દેશના નાગરિકોને સરકારે જે પ્રકારે સહકાર આપ્યો તે માટે બંનેએ એકબીજાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આવો જ સહકાર ચાલુ રાખવા માટે વચનબદ્ધ થયા હતા.
ભારતના વિસ્તૃત પડોશી સંબંધોમાં થાઇલેન્ડ વંશીય અને પ્રાચીન સાંસ્કૃતિક જોડાણ સાથે દરિયાઇ ક્ષેત્રે ખૂબ મૂલ્યવાન ભાગીદાર છે.
GP/DS
(रिलीज़ आईडी: 1620380)
आगंतुक पटल : 242