કોલસા મંત્રાલય
કોલસા મંત્રાલય અંતર્ગત નવરત્ન પબ્લિક એન્ટરપ્રાઈઝ,NLC ઇન્ડિયા લિમિટેડે, સૌપ્રથમ વખત કોલસાનું ઉત્પાદન શરુ કર્યું
Posted On:
30 APR 2020 6:05PM by PIB Ahmedabad
કોલસા મંત્રાલય અંતર્ગત નવરત્ન પબ્લિક એન્ટરપ્રાઈઝ NLC ઇન્ડિયા લિમિટેડ, દ્વારા સૌપ્રથમ વખત કોલસાનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. ઓડીશા રાજ્યમાં તલાબીરા II અને III ખાણો કે જેમને 2016માં વાર્ષિક 20 મિલિયન ટનની ક્ષમતા સાથે NLCILને ફાળવવામાં આવી હતી તેમાંથી ઉત્પન્ન કરેલ કોલસાનો ઉપયોગ તેની વર્તમાન અને ભવિષ્યના કોલસા સંચાલિત પાવર પ્લાન્ટ્સની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે.
વિકાસ ઉપર ટીપ્પણી કરતા NLC ઇન્ડિયા લિમિટેડના ચેરમેન કમ મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રમેશ કુમારે જણાવ્યું હતું કે, “કોવિડ-19 લોકડાઉનની પરિસ્થિતિના સંકટના સમય દરમિયાન આ પ્રોજેક્ટ ઉપર સફળતા પ્રાપ્ત કરીને અમારી ટીમે માત્ર કંપનીને તેના વિકાસ પથ ઉપર જ સહાયતા નથી કરી પરંતુ દેશની ઉર્જા સુરક્ષામાં પણ યોગદાન આપ્યું છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે કોલસાની આયાતને રોકવી એ સૌથી પ્રથમ પ્રાથમિકતા છે.”
આ કોલસાના બ્લોક MDO મોડલના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યા છે કે જે NLCની ટીમ દ્વારા નવીનતા દ્વારા બનાવવામાં અને સફળતાપૂર્વક અમલી કરવામાં આવ્યા છે અને તેની માટે આખા દેશમાંથી પ્રશંસા પ્રાપ્ત કરવામાં આવી છે. આ ખાણ 1.09નો નીચો સ્ટ્રીપીંગ રેશિયો ધરાવે છે અને તેનો કોલસો G 12 ગ્રેડનો છે કે જે કંપનીને આગામી સમયમાં સ્પર્ધાત્મક શક્તિનું નિર્માણ કરવામાં સક્ષમ બનાવશે. કોલસાનું ઉત્પાદન 26 એપ્રિલ 2020ના રોજથી શરુ કરવામાં આવ્યું હતું.
તાજેતરના ભૂતકાળમાં એનર્જી મેજર, NLC ઇન્ડિયા લિમિટેડ દ્વારા સફળતાપૂર્વક તેના લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટના (1000 MW – પ્રત્યેક 500 MWના 2 એકમો) બે એકમો પૈકી એકને સફળતાપૂર્વક કમીશન કર્યું છે કે જે દેશમાં આ પ્રકારનું સૌપ્રથમ એકમ છે. 2019-2020 દરમિયાન NLCIL દ્વારા સફળતાપૂર્વક 1404 MWની પુનઃપ્રાપ્ય ઉર્જા નિર્માણની ક્ષમતાને પ્રાપ્ત કરવામાં આવી હતી કે જેમાં 1353 MW સૂર્ય ઉર્જા અને 51 MW પવન ઉર્જાનો સમાવેશ થાય છે.
GP/DS
(Release ID: 1619761)
Visitor Counter : 250