પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

સમગ્ર ભારતના હવામાનનો સારાંશ અને આગાહી

Posted On: 29 APR 2020 5:45PM by PIB Ahmedabad

ભારતના હવામાન ખાતાના રાષ્ટ્રીય હવામાન અગાહી કેન્દ્ર દ્વારા સમગ્ર ભારતમાં આગામી પાંચ દિવસ માટે આપવામાં આવેલી હવામાનની આગાહીનો સારાંશ નીચે દર્શાવ્યા મુજબ છે:

♦ દક્ષિણ આંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં હવાનું હલકું દબાણ બનવાની પૂરી શક્યતા છે. ત્યારપછીના 48 કલાકમાં તે વધુ તીવ્ર બને અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ ઘણી સંભાવના છે. આગામી 01 થી 03 મે દરમિયાન તે ઉત્તર- વાયવ્ય તરફ આગળ વધે અને તે પછી ઉત્તર ઇશાન દિશામાં મ્યાનમાર- બાંગ્લાદેશના દરિયાકાંઠા વિસ્તાર તરફ આગળ વધે તેવી સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, ઝડપી પવન ફુંકાવાની શક્યતા છે, 01 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબારના ટાપુઓ અને બંગાળની ખાડીમાં અગ્નિ દિશામાં તે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની શક્યતા છે; 02 મેના રોજ આ પ્રદેશોમાં જ 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે અને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની શક્યતા છે જ્યારે 03 મેના રોજ બંગાળની ખાડીની અગ્નિ દિશામાં અને દક્ષિણ આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે જે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે તેવી શક્યતા છે.

02 મેના રોજ નિકોબારના કેટલાક ટાપુઓ પર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે જ્યારે 01 અને 03 મેના રોજ પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.


♦ સમગ્ર ભારત દ્વીપકલ્પ પ્રદેશમાં નીચા દબાણ/પવનની અસંગતતાના કારણે કેરળ અને માહેમાં આગામી 2 દિવસમાં વ્યાપક વિસ્તારમાં છુટાછવાયા વરસાદી ઝાપટા/ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં મોટાભાગે 29 એપ્રિલથી 01 મે દરમિયાન છુટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. આ સમય દરમિયાન આ પ્રદેશોમાં છુટાછવાટા ઝાપટા, ગાજવીજ તેમજ ભારે પવન (30-40 કિમી પ્રતિ કલાક) ફુંકાવાની શક્યતા પણ છે.


♦ આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી હિમાલય પ્રદેશ, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આવતીકાલે સૌથી વધુ સક્રિયતા સાથે 30 એપ્રિલથી 01 મે દરમિયાન છુટાછવયા વરસાદી ઝાપટા/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

 

(વધુ વિગતો માટે, કૃપા કરીને લિંક ક્લિક કરો).

 

 

 

GP/DS



(Release ID: 1619403) Visitor Counter : 170