ખાણ મંત્રાલય

ફેબ્રુઆરી 2020 દરમિયાન ખનીજનું ઉત્પાદન (હંગામી)

Posted On: 29 APR 2020 2:50PM by PIB Ahmedabad

ખાણકામ અને ઉત્ખનન ક્ષેત્રનો ફેબ્રુઆરી, 2020ના મહિના માટે ઉત્પાદન સૂચકાંક (આધાર: 2011-12=100) 123.7 રહ્યો, જે ફેબ્રુઆરી 2019 મહિનાના સ્તરની તુલનાએ 10.0% વધુ છે. એપ્રિલથી ફેબ્રુઆરી 2019-2020ની કુલ વૃદ્ધિ અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનાએ (+) 1.9 ટકા રહી. ભારતીય ખાણ કામગીરી બ્યૂરોનો ખાણકામ અને ખનીજ આંકડાકીય વિભાગ ખાણકામ ક્ષેત્રના આંકડાઓ માટે નોડલ એજન્સી છે અને તેમના દ્વારા માહિતી બહાર પાડવામાં આવે છે.

ફેબ્રુઆરી 2020માં મહત્વપૂર્ણ ખનીજોનું ઉત્પાદન સ્તર: કોલસો 780 લાખ ટન, લિગ્નાઇટ 47 લાખ ટન, કુદરતી વાયુ (ઉપયોગમાં લીધેલ) 2257 મિલિયન ઘન મીટર, પેટ્રોલિયમ (ક્રૂડ) 24 લાખ ટન, બોક્સાઇટ 2190 હજાર ટન, ક્રોમાઇટ 395 હજાર ટન, તાંબુ સાંદ્ર 5 હજાર ટન, સોનુ 162 કિલો, કાચુ લોખંડ 239 લાખ ટન, સીસુ સાંદ્ર 32 હજાર ટન, કાચુ મેંગેનિઝ 276 હજાર ટન, ઝીંક સાંદ્ર 142 હજાર ટન, એપેટાઇટ અને ફોસ્ફોરાઇટ 136 હજાર ટન, ચુનાનો પથ્થર 327 લાખ ટન, મેગ્નેસાઇટ 11 હજાર ટન અને હીરા 2720 કેરેટ રહ્યું હતું.

ફેબ્રુઆરી 2019ની તુલનાએ ફેબ્રુઆરી 2020માં મહત્વપૂર્ણ ખનીજોના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે જેમાં સામેલ છે: ‘ઝીંક સાંદ્ર’ (33.2%), ‘કાચુ લોખંડ’ (31.3%), ‘ક્રોમાઇટ’ (18.2%), ‘સીસુ સાંદ્ર’ (14.2%), ‘કોલસો’ (11.7%), ‘ચુનાનો પથ્થર’ (4.5%), ‘કાચુ મેંગેનિઝ’ (3.3%), ‘લિગ્નાઇટ’ (2.6%) અનેબોક્સાઇટ’ (1.3%). અન્ય મહત્વપૂર્ણ ખનીજોના ઉત્પાદનમાં સમયગાળામાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે જેમાં સામેલ છે: ‘તાંબુ સાંદ્ર’ [(-) 60.7%], ‘સોનુ’ [(-) 29.6%], ‘કુદરતી વાયુ (ઉપયોગમાં લીધેલ)’ [(-) 9.6%], ‘પેટ્રોલિયમ (ક્રૂડ)’ [(-) 6.4%] અનેફોસ્ફોરાઇટ’ [(-) 1.8%].

 

GP/DS



(Release ID: 1619277) Visitor Counter : 171