આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
સ્માર્ટ સિટી કલ્યાણ-ડોમ્બિવલીનું ડૅશબોર્ડ હવે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું
Posted On:
29 APR 2020 12:34PM by PIB Ahmedabad
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે KDMC વિસ્તારમાં કોવિડ-19ની સ્થિતિનું માહિતી આપતું ડૅશબોર્ડ હવે જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પબ્લિક ડોમેઇન પર મૂકવામાં આવેલા આ પેજને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ અને શહેરની સરકારના અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ (જેમકે, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ) સાથે લિંક કરવામાં આવ્યું છે અને જાહેરજનતાને જોવા માટે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
https://kdmc-coronavirus-response-skdcl.hub.arcgis.com/ લિંક પરથી પણ ડૅશબોર્ડ ઍક્સેસ કરી શકાય છે.
આ ‘ડૅશબોર્ડ’ની મુખ્ય વિશેષતાએ છે કે, ડ્રોપ મેનુનો ઉપયોગ કરીને લોકો કોઇપણ મતક્ષેત્રમાં કોવિડની સ્થિતિ જાણી શકે છે અને સંબંધિત ગ્રાફ જોઇ શકે છે. લોકો શહેરના વિભાજિત નક્શામાં અલગ અલગ વૉર્ડ પર ક્લિક કરીને જે તે વૉર્ડની સ્થિતિ પણ જાણી શકે છે. આ ડૅશબોર્ડ પર સેટેલાઇટ વ્યૂ, રોડ મેપ વગેરે વિકલ્પોમાંથી બેકગ્રાઉન્ડનો મૂળભૂત નકશામાં ફેરફાર કરીને જોવાના બહુવિધ વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.
GP/DS
(Release ID: 1619266)
Visitor Counter : 301