ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

શ્રી રવિશંકર પ્રસાદે કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રયાસોની પ્રશંસા કરી


શ્રી રવિશંકર પ્રસાદે એવા 1 લાખ ડીજીટલ ગામડાઓ વિષયે જણાવ્યું કે જે ડીજીટલ શિક્ષણ, ડીજીટલ સ્વાસ્થ્ય, ડીજીટલ ચુકવણી વગેરે જેવી સુવિધાઓ માટે આત્મનિર્ભર છે

મંત્રીશ્રી એ તમામ રાજ્યોને કોવિડ-19 વિરુદ્ધની લડાઈ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંસાધનોને એકત્રિત કરવાની અપીલ કરી અને આ પ્રયાસમાં કેન્દ્ર સરકાર પાસેથી તમામ શક્ય મદદનું આશ્વાસન આપ્યું

Posted On: 28 APR 2020 9:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે 28 એપ્રિલ 2020ના રોજ રાજ્યોના આઈટી મંત્રીઓની સાથે વીડિયો  કોન્ફરન્સિંગના માધ્યમથી એક બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં હરિયાણા અને સિક્કિમના મુખ્યમંત્રીઓ, બિહાર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકના ઉપ મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો કે જેઓ પોત પોતાના રાજ્યોમાં આઈટી વિભાગના વડા છે. ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, આસામ, ઓડીશા, ગોવા, નાગાલેંડ, મિઝોરમ અને મેઘાલય રાજ્યોના આઈટી મંત્રીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ રાજ્ય આઈટી સચિવો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં ઇલેક્ટ્રોનીક્સ અને આઈટી મંત્રાલય, પોસ્ટલ વિભાગ અને ટેલીકમ્યુનિકેશન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

બેઠક દરમિયાન ઇલેક્ટ્રોનીક્સ અને આઈટી મંત્રાલય અને તેના સંસ્થાનોએ MyGov અને સોશ્યલ મીડિયા ચેનલો તેમજ ચેનલો પર ઉપલબ્ધ ચેટબોટના માધ્યમોથી કોવિડ-19 પર આરોગ્ય સેતુ એપ, ઇનોવેશન ચેલેન્જ, જાગૃતિ અને સંચારની સાથે રાષ્ટ્રવ્યાપી વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા, -ઓફીસ, જાહેર નાણાકીય વ્યવસ્થાપન વ્યવસ્થા, ગ્રામીણ  વિસ્તારોમાં કોમન સર્વિસ સેન્ટરની સેવાઓ, સી-ડેકનું -સંજીવની ટેલીમેડિસીન વગેરેની રજૂઆત કરી હતી.

પોસ્ટલ વિભાગના સચિવે જણાવ્યું હતું કે 1.56 લાખ પોસ્ટ ઓફિસો તેમાં જોડાયેલા છે અને તેમણે 38,000 કરોડ રૂપિયાની કિંમતની 2.5 કરોડ પોસ્ટ ઓફીસ બચત બેંક લેવડદેવડની સુવિધા પૂરી પાડી છે. મુશ્કેલ સમયમાં તેમણે 43 લાખ ટપાલો અને 250 ટન જરૂરી દવાઓ તેમજ કોવિડ કીટનું પણ વિતરણ કર્યું છે.

ટેલીકમ્યુનિકેશન વિભાગ સચિવ (DoT) જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ગુણવત્તાની સાથે અવરોધ વિના ટેલીકમ્યુનિકેશનની સેવાઓ માટે પણ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડીઓટીએ ઘરેથી કામ માટે તમામ પ્રકારની સહાયતાનો વાયદો કર્યો જે એક નવી પ્રણાલી બનવાની સંભાવના છે. નવા લોન્ચ કરવામાં આવેલ કોવિડ ક્વોરન્ટાઇન એલર્ટ સિસ્ટમ (CQAS) અને સાવધાન સિસ્ટમ વિષે પણ જણાવવામાં આવ્યું. ફિલ્ડ લેવલ પર નેશનલ બ્રોડબેન્ડ મિશનની કામગીરીના સંદર્ભમાં માર્ગોના અધિકારમાં છૂટ અને માપસરની કિંમતો લગાવવા માટે રાજ્ય સરકારની સહાયતા માંગવામાં આવી હતી.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ કોવિડ-19 સામે લડવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ કાર્યો અને પ્રયાસોને વહેંચ્યા હતા. તેમણે અનેક ઉપાયો સૂચવ્યા હતા અને કેન્દ્ર સરકાર સાથે જોડાવાની માંગ પણ કરી હતી. તમામ રાજ્યોએ કોવિડ-19ના સંકટ દરમિયાન નાગરિક કેન્દ્રી સુવિધાઓ પૂરી પાડવા માટે ઇન્ડિયા પોસ્ટ, કોમન સર્વિસ સેન્ટર, ટેલિકોમ વિભાગ અને IT મંત્રાલય દ્વારા કરવામાં આવેલ કામની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. રાજ્યોએ કેટલાક ઉપાયો પણ સૂચવ્યા હતા અને કેન્દ્ર સરકારને તેમાં સંકળાવાની માંગણી પણ કરી હતી.

ઇલેક્ટ્રોનીક્સ એન્ડ આઈટી રાજ્ય મંત્રી શ્રી સંજય ધાત્રેએ બાબત નોંધી હતી કે ઈન્ટરનેટનું જોડાણ અને ગુણવત્તા ગ્રામીણ  ક્ષેત્રોની માટે સૌથી વધુ મહત્વપૂર્ણ થઇ ગઈ છે અને કેન્દ્ર, રાજ્ય સરકારો તેમજ ખાનગી ક્ષેત્રની વચ્ચે એક વિશ્વસનીય ભાગીદારીમાં ગ્રામીણ  ક્ષેત્રોમાં ડીજીટલ સેવાઓમાં સુધારો કરવાની જરૂરિયાત છે.

આદરણીય સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. બેઠકની પૂર્ણાહુતી પ્રસંગે તેમણે નીચે મુજબની જાહેરાત કરી હતી:

  • કેન્દ્ર સરકાર વર્ક ફ્રોમ હોમના માપદંડોમાં છૂટછાટ માટે ડીઓટીની સમયમર્યાદા ૩૦ એપ્રિલથી 31 જુલાઈ સુધી વધારશે.
  • તેમણે રાજ્યોને ભારત નેટ યોજનાને ટેકો આપવા માટે જણાવ્યું અને તેમને વિનંતી કરી કર એક મજબૂત ટેલિકોમ નેટવર્કના વિકાસને પ્રોત્સાહન આપવામાં મુદ્દાઓની સાચી દિશામાં તપાસ કરવામાં આવે. તેમણે ગ્રામીણ  વિસ્તારોમાં કોવિડ-19ના લીધે થયેલ સમસ્યાઓના સમાધાનમાં ડીજીટલ શિક્ષણ, હેલ્થકેર સેવાઓ વગેરે આપવાના હેતુસર ભારતનેટના મહત્વને સમજાવ્યું હતું.
  • રાજ્યોમાંથી એક દ્વારા આપવામાં આવેલ સૂચન પર કાર્યવાહી કરતા તેમણે નિર્દેશ આપ્યા હતા કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી એકઠી કરવામાં આવેલ કોવિડ-19ને લગતી તમામ શ્રેષ્ઠતમ પ્રવૃત્તિઓ પર ઇલેક્ટ્રોનીક્સ અને આઈટી મંત્રાલયનું એક પોર્ટલ બનાવવામાં આવે.
  • તેમણે એક રાજ્યના આઈટી મંત્રી દ્વારા એક વ્યૂહરચના સમૂહ કે જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ પણ સામેલ હોય તેની રચના કરવાના સૂચનનો પણ સ્વિકાર કર્યો હતો કે જે કોવિડ-19 પછી ઇન્ડીયન આઈટી અને ઇલેક્ટ્રોનીક્સના રોડમેપ પર કામગીરી કરશે.
  • તેમણે 5 લાખ ડીજીટલ ગામડાઓ કે જેઓ ડીજીટલ શિક્ષણ, ડીજીટલ સ્વાસ્થ્ય, ડીજીટલ ચુકવણી વગેરે જેવી સુવિધાઓ સાથે આત્મનિર્ભર હોય તે સ્વપ્નને સાકાર કરવા માટેનું પોતાનું વિઝન રજૂ કર્યું હતું.
  • તેમણે રાજ્યોની માંગણીઓનો સ્વિકાર કરવાની સાથે નિર્દેશ પણ આપ્યા હતા કે આરોગ્ય સેતુ એપમાંથી પ્રાપ્ત થયેલ ડેટા રાજ્યોમાં જીલ્લા અધિકારીઓ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવે. મંત્રીએ જાહેરાત કરી હતી કે આવો ફ્યુચર ફોન યુઝરની માટે પણ બનાવવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
  • મંત્રીએ આગળ જણાવ્યું હતું કે ભારતની માટે ઇલેક્ટ્રોનીક્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક સારો અવસર છે અને રાજ્યોને રોકાણો આકર્ષિત કરવા ઉપર કામ કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ત્રણ યોજનાઓ જણાવી હતી, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટીવ 2., ઇલેક્ટ્રોનીક્સ ઉત્પાદન ક્લસ્ટર્સ અને ઇલેક્ટ્રોનીક્સ કોમ્પોનન્ટ એન્ડ સેમીકંડકટર્સ (સ્પેસસ)ના નિર્માણ પ્રોત્સાહન માટે એક 50,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા નોટિફાય કરવામાં આવ્યો છે. તેમણે રાજ્યોને વિનંતી કરી હતી કે પોતાની યોજનાઓ સાથે આને પણ પૂરક બનાવવામાં આવે. તેમણે તમામ રાજ્યોને સંગઠિત, ડીજીટલ અને ભૌતિક રૂપે કાર્ય કરવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંસાધનોને એકત્રિત કરીને કોવિડ-19 વિરુદ્ધ લડવા માટેની વિનંતી કરી અને પ્રયાસમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું.

 

GP/DS



(Release ID: 1619258) Visitor Counter : 187