પર્યાવરણ અને વન મંત્રાલય

વિશ્વને પર્યાવરણ સંબંધિત ટેકનોલોજીનો મુક્ત સ્ત્રોત બનાવવા અને એને વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક થવું જોઈએઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી


પ્રથમ વર્ચ્યુઅલ પીટર્સબર્ગ આબોહવા સંવાદમાં ભારતે 30 દેશોની સાથે આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી

Posted On: 28 APR 2020 7:57PM by PIB Ahmedabad

પીટર્સબર્ગ આબોહવા સંવાદના અગિયારમા સત્રમાં ભારતે અન્ય 30 દેશોની સાથે સામૂહિક લવચીકતાને સંવર્ધિત કરવા અને આબોહવામાં પરિવર્તનની કાર્યવાહીને પ્રોત્સાહન આપીને તથા ખાસ કરીને નિઃસહાય લોકોની પણ સહાયતા કરીને કોવિડ-19 પછી અર્થવ્યવસ્થાઓમાં અને સમાજોમાં નવો પ્રાણ ફૂંકવા પડકારો ઝીલવા અને સાધનો પર ચર્ચાવિચારણા કરી હતી.

પ્રથમ વર્ચ્યુઅલ પીટર્સબર્ગ આબોહવા સંવાદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, વર્તમાનમાં જે રીતે સંપૂર્ણ વિશ્વ એક થઈને નોવેલ કોરોનાવાયરસ માટે રસી શોધવામાં લાગ્યા છીએ, રીતે પર્યાવરણ સંબંધિત ટેકનોલોજી આપણી પાસે મુક્ત સ્ત્રોત સ્વરૂપે હોવી જોઈએ, જે વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવી જોઈએ.

આબોહવા સાથે સંબંધિત નાણાકીય બાબતો પર ભાર મૂકીને શ્રી જાવડેકર કહ્યું હતું કે, અત્યારે વિશ્વને વધારે જરૂર છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, અમે વિકાસશીલ વિશ્વને તાત્કાલિક અસર સાથે 1 ટ્રિલિયન ડોલરની સહાય આપવાની યોજના બનાવવી જોઈએ.

કોવિડ-19 રોગચાળાનો મુકાબલો કરવા વિશ્વની સાથે એકતા પ્રકટ કરીને કેન્દ્રીય મંત્રીએ વાત પર પ્રકાશ ફેંક્યો હતો કે, કઈ રીત કોવિડ-19 આપણને શીખવ્યું છે કે, આપણે થોડી ચીજવસ્તુઓ સાથે પણ ચલાવી શકીએ. પર્યાવરણ મંત્રીએ પોતાની વાતનું પુનરાવર્તન કરીને કહ્યું હતું કે, વિશ્વને સતત જીવનશૈલીની જરૂરિયાતોને અનુરૂપ ઉપભોગની વધારે ટકાઉ પદ્ધતિઓ અપનાવવા પર વિચાર કરવો જોઈએ, જેનો પ્રસ્તાવ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ સીઓપીએ પ્રસ્તુત કરી હતી.

તેમણે વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ભારતનાં રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાનની 10 વર્ષની સમયમર્યાદા મહત્વાકાંક્ષી છે અને તે પેરિસ સમજૂતીના તાપમાન સંબંધિત લક્ષ્યાંકોને અનુરૂપ પણ છે. શ્રી જાવડેકરે વિશ્વની સામે ઉપસ્થિત નવીનીકરણ ઊર્જાના ઉપયોગમાં ઝડપ લાવવા અને નવીનીકરણ ઊર્જા તથા ઊર્જાદક્ષતાના ક્ષેત્રમાં પર્યાવરણને અનુકૂળ નવા રોજગારોનું સર્જન કરવાની તકો વિશે પણ ચર્ચા કરી હતી.

પ્રથમ વર્ચ્યુઅલ આબોહવા સંવાદ, પીટર્સબર્ગ આબોહવા સંવાદનું અગિયારમું સત્ર હતું, જેનું આયોજન 2010થી આબોહવાના સંબંધમાં આંતરરાષ્ટ્રીય ચર્ચાવિચારણા અને આબોહવા સાથે સંબંધિત કામગીરીની પ્રગતિ પર કેન્દ્રીત અનૌપચારિક ઉચ્ચ-સ્તરીય રાજકીય ચર્ચાઓ માટે એક મંચ પ્રદાન કરવા માટે જર્મની દ્વારા થઈ રહ્યું છે. વર્ચ્યુઅલ 11મા પીટર્સબર્ગ આબોહવા સંવાદની સહ-અધ્યક્ષતા જર્મની અને બ્રિટન દ્વારા કરી હતી, જે સંયુક્ત રાષ્ટ્ર, આબોહવામાં પરિવર્તનમાં ફ્રેમવર્ક સંમેલન (યુએનએફસીસીસી) માટે 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી 26)ની આગામી અધ્યક્ષ છે. સંવાદમાં લગભગ 30 દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.

વર્ષનો સંવાદ એક એવા મહત્ત્વપૂર્ણ સમયે થઈ રહ્યો છે, જ્યારે દેશ લોકોનો જીવ બચાવવા માટે કોવિડ-19 રોગચાળાનો સામનો કરી રહ્યો છે. વળી રોગચાળાના સામાજિક અને આર્થિક પરિણામો પર નિયંત્રણ મેળવવાની સાથે સાથે 2020 પછી યુએનએફસીસીસી અંતર્ગત પેરિસ સમજૂતીના અમલીકરણના તબક્કામાં આગળ વધવાની તૈયારી પણ કરી રહ્યો છે. સંવાદનો મુખ્ય એજન્ડા વાત પર ચર્ચા કરવાનો હતો કે, સામૂહિક લવચીકતાને પ્રોત્સાહન આપવા અને આબોહવામાં પરિવર્તનની કાર્યવાહીને પ્રેરિત કરીને તથા વિશેષ સ્વરૂપે અસહાય લોકોની પણ સહાયતા કરીને અમે સંયુક્ત સ્વરૂપે કોવિડ-19 પછી અર્થવ્યવસ્થાઓ અને સમાજમાં નવો પ્રાણ ફૂંકવાના પડકારને કેવી રીતે ઝીલી શકીએ.

કેન્દ્રીય મંત્રીએ જર્મનીના પર્યાવરણ, પ્રકૃતિનું સંરક્ષણ અને પરમાણુ સુરક્ષા મંત્રી શ્રીમતી સ્વેન્જા સુલ્ઝની સાથે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લીધો હતો. દ્વિપક્ષીય બેઠકનું આયોજન પીટર્સબર્ગ આબોહવા સંવાદ અગાઉ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયું હતું. બેઠકમાં આબોહવામાં પરિવર્તન, જૈવવિવિધતાનું રક્ષણ અને જર્મની સાથે ટેકનિકલ સહયોગના મુદ્દા પર ચર્ચા થઈ હતી. દરમિયાન કોવિડ-19 રોગચાળાથી પેદા થયેલા બંને દેશોની સ્થિતિ અને એમાંથી બહાર આવવાના પ્રયાસો પર પણ ચર્ચાવિચારણા થઈ હતી.

 

GP/DS



(Release ID: 1619254) Visitor Counter : 286