માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય શ્રમ મંત્રાલયે તમામ મુખ્ય સચિવોને અનુરોધ કર્યો કે કોવિડ-19ના કારણે નોકરીદાતાઓને પગાર ન કાપવાની તેમજ ઘટાડો ન કરવાની સલાહ આપે: PIB ફેક્ટ ચેક આ સમાચારની પુષ્ટિ કરે છે


કોવિડ-19નો રાજ્યવાર અહેવાલ

Posted On: 28 APR 2020 9:14PM by PIB Ahmedabad

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ફેક્ટ ચેક એકમે આજે ટ્વીટની પુષ્ટિ કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, શ્રમ મંત્રાલયે તમામ મુખ્ય સચિવોને અનુરોધ કર્યો છે કે, તેઓ તમામ કંપનીઓના નોકરીદાતાઓને કોવિડ-19ના પ્રકોપ વચ્ચે કર્મચારીઓનો પગાર કાપવાની અથવા તેમાં ઘટાડો કરવાની સલાહ આપે.

 

 

અન્ય એક પોસ્ટમાં, ફેક્ટ ચેકે ન્યૂઝ પોર્ટલ પરથી ફેલાઇ રહેલી એવી અફવાનો પર્દાફાશ કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જયપુરમાં એક સાધુની ચિલમના કારણે 300 લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. જયપુરની જિલ્લા અધિકારી કચેરીએ માહિતી આપી છે કે, આવી કોઇ ઘટના અહીં બની નથી અને સમાચાર તદ્દન ખોટા છે.

 

 

 

 

રાજ્યવાર અહેવાલ

 

અનુક્રમ નંબર

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ

કુલ સક્રિય કોવિડ-19ના કેસ

આજની તારીખ સુધીમાં સાજા થયેલા/ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામા આવેલા કોવિડ-19ના પોઝિટીવ દર્દીની સંખ્યા

આજદિન સુધીમાં મૃત્યુ પામેલા દર્દીની સંખ્યા

1

હરિયાણા

85

213

3

2

હિમાચલ પ્રદેશ

10

25

1

3

પંજાબ

213

98

19

4

ચંદીગઢ

28

17

0

5

આંધ્રપ્રદેશ

911

235

31

6

તેલંગાણા

646

61

0

7

મહારાષ્ટ્ર

7308

1282

369

8

મધ્યપ્રદેશ

2001

361

113

9

રાજસ્થાન

1593

669

46

10

કેરળ

123

355

3

11

કર્ણાટક

302

198

20

12

અરુણાચલ પ્રદેશ

0

1

0

13

આસામ

9

27

1

14

મણીપૂર

0

2

0

15

મેઘાલય

11

0

1

16

મિઝોરમ

1

0

0

17

નાગાલેન્ડ

1

0

0

18

સિક્કીમ

0

0

0

19

ત્રિપૂરા

0

2

0

 

તામિલનાડુમાં આજે નોંધાયેલા 52 કોવિડ-19ના કેસમાંથી સૌથી વધુ 47 કેસ ચેન્નઇમાં નોંધાતા રેડ ઝોનમાં રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે નવા 19 કેસ નોંધાયા છે. જમ્મુમાં અત્યાર સુધીમાં 58 કેસ જ્યારે કાશ્મીરમાં કુલ 507 કેસ સામે આવ્યા છે. 3,548 કેસ સાથે ગુજરાત સૌથી વધુ કોવિડ પોઝિટીવ કેસોની સંખ્યામા સમગ્ર દેશમા બીજા ક્રમે છે. મહારાષ્ટ્ર પછી અહીં મૃત્યુદર પણ સૌથી વધુ છે જેમાં કુલ 162 દર્દીનાં મૃત્યુ નીપજ્યા છે. છત્તીસગઢમા માત્ર 37 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જેમાંથી 32 દર્દી સાજા થઇ ગયા છે. ગોવામાં કુલ 7 કેસ નોંધાયા છે પરંતુ હાલમા તમામ અહીં કોવિડ-19નો સક્રિય કેસ એકપણ નથી.

 

 

GP/DS

 



(Release ID: 1619253) Visitor Counter : 149