પંચાયતી રાજ મંત્રાલય

કેન્દ્રીય ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પંચાયતી રાજની નવી પહેલ સ્વામિત્વ યોજના અંગે માર્ગરેખાઓ જાહેર કરી


આ યોજનાથી ગ્રામ વિસ્તારોમાં મિલકતના અધિકારો અંગેની સ્પષ્ટતા કરશે. આ યોજના ડ્રોન સર્વેયીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી બહેતર ગુણવત્તા ધરાવતી ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ હાથ ધરી શકાશે

શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આ પ્રસંગે ઈ-ગ્રામ સ્વરાજ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર પણ બહાર પાડી

Posted On: 27 APR 2020 7:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રામ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું  કે સરકારે દેશભરમાં પંચાયતોને ડીજીટલી શક્તિમાન બનાવવા માટે ઘણા ક્રાયક્રમો ચલાવી રહી છે. શ્રી તોમર નવી દિલ્હીમાં સ્વામિત્વ યોજના અંગે માર્ગરેખાઓ બહાર પાડવા પ્રસંગે બોલી રહયા હતા. સ્વામિત્વ યોજનાએ પંચાયતી રાજ વિભાગની નવી પહેલ છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો ઉદ્દેશ ગામડાંના લોકોને તેમની નિવાસી મિલકતોના યોગ્ય દસ્તાવેજો પૂરા પાડવાનો છે કે જેથી તે તેમની આર્થિક અસ્કયામતોનો આર્થિક હેતુ માટે ઉપયોગ કરી શકે. મંત્રીશ્રીએ જમાવ્યું કે યોજનાથી ગામડાંમાં આયોજન તથા આવકના એકત્રીકરણ કરણ કરવામાં સરળતા થશે તથા મિલકતના ધિકારો અંગે સ્પષ્ટતા થશે. યોજનાથી મિલકત અંગેના વિવાદો નિવારવામાં પણ સહાય થશે. કાર્યક્રમ હેઠળ તૈયાર કરવામાં આવેલા નકશાનો ઉપયોગ કરીને ગુણવત્તા ધરાવતી ગ્રામ વિકાસ યોજનાઓ તૈયાર કરી શકાશે.

સ્વામિત્વ યોજના પંચાયતી રાજ મંત્રાલય, રાજ્યોના પંચાયતી રાજ વિભાગો અને સર્વે ઓફ ઈન્ડીયાનો ગ્રામ વિસ્તારોને મિલકતોની માન્યતાના સુસંકલિત ઉપાયો આપવા માચેની યોજના છે. યોજના હેઠળ અતિ આધુનિક ડ્રોન સર્વેઈંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામ વિસતારોની રહેણાકની જમીનોની માપણી કરવાનો છે. કાર્યક્રમનો અમલ હાલમાં 6 રાજ્યમાં હાથ ધરવામાં આવ્યો છે, જેમાં હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના હેઠળ અતિ આધુનિક સર્વેક્ષણ પધ્ધતિ અપનાવીને ગ્રામ વિસ્તારોની આવાસોની જમીનના નકશા તૈયાર કરવામાં આવશે. વર્ષ દરમ્યાન પંજાબ અને રાજસ્થાનમાં 101 કન્ટીન્યુઅસ ઓપરેટીંગ રેફરન્સ સ્ટેશન્સ (CORS) સ્થાપવામાં આવશે. જેનાથી આગામી વર્ષે નિવાસી વિસ્તારોમાં વાસ્તવિક સર્વેક્ષણ અને નકશા તૈયાર કરવાની કામગીરીનો તખ્તો તૈયાર થશે.

શ્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રસંગે -ગ્રામ સ્વરાજ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર પણ બહાર પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રક્રિયાને અનુસરીને બાબતનો ખ્યાલ રાખી શકાશે કે પંચાયતોને અપાયેલા ભંડોળનો દુરૂપયોગ થશે નહીં અને તેના ઉપયોગમાં પારદર્શકતા જળવાશે. તેમણે જણાવ્યું હતું કે પ્રક્રિયાથી પ્રિયા સોફ્ટ અને પીએફએમએસ જેવા પંચાયતી રાજ મંત્રાલયના પેમેન્ટ પોર્ટલ્સનું સંકલન કરીને મજબૂત નાણાંકિય વ્યવસ્થા સ્થાપવામાં સહાય થશે. એપ્લિકેશનનો ઉદ્દેશ વિકેન્દ્રીત આયોજન, પ્રોગ્રેસ રિપોર્ટીંગ અને કામગીરી આધારિત હિસાબી પધ્ધતિ વડે દેશભરની પંચાયતી રાજ સંસ્થાઓમાં બહેતર પારદર્શકતા અને મજબૂતી લાવવાનો છે. તેનાથી પંચાયતોની ભરોસાપાત્રતા વધારવામાં સહાય થશે અને પંચાયતી રાજ સંસ્થાઓના ભંડોળનો બહેતર ઉપયોગ થઈ શકશે. વધુમાં, -ગ્રામ સ્વરાજ ઉચ્ચતર સંસ્થાઓ મોનિટરીંગનું અસરકારક માધ્યમ પૂરૂં પાડે છે. એક સિંગલ પ્લેટફોર્મ હશે, જે પંચાયતોની આયોજનની હિસાબી યોજનાઓ માટે કામ આવશે.

છેલ્લા થોડાંક વર્ષોથી પંચાયતી રાજ મંત્રાલય મુખ્યત્વે સેન્ટ્રલ ફાયનાન્સ કમિશનની ગ્રાન્ટસા પ્રવાહને ચકાસવાનું કામ કરે છે અને પંચાયતોના સર્વિસ પ્રોવાઈડર્સને રિયલ ટાઈમ ધોરણે સમયસર ચૂકવણીઓ થાય તે અંગે ખાત્રી રાખે છે. ઓનલાઈન પેમેન્ટ મોડ્યુલ (અગાઉનું પ્રિયાસોફ્ટ-પીએફએમએસ ઈન્ટરફેસ (પીપીઆઈ)) અનોખી કામગીરી બજાવે છે અને પંચાયતો તેના વેન્ડર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સને તેની મારફતે ઓનલાઈન ચૂકવણી કરી શકે છે.

પ્રકારનું મોડ્યુલ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ પંચાયતોમાં મજબૂત નાણાં વ્યવસ્થા સ્થાપવાનો છે કે જેથી તેમની ભરોંસાપાત્રતા અને ઈમેજમાં સુધારો થાય. પ્રયાસને ડીજીટલ ઈન્ડિયા પ્રોગ્રામ સાથે પણ જોડવામાં આવશે અને તેનાથી ભારતને ડીજીટલી શક્તિમાન સમાજ અનેફેસલેસ, પેપરલેસ અને કેશલેસ નૉલેજ ઈકોનોમીમાં રૂપાંતર કરવાનો છે.”
 

GP/DS

 


(Release ID: 1618777) Visitor Counter : 581