સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રેપિડ એન્ટીબોડી પરીક્ષણોના ભાવ સંબંધિત ચાલતા વિવાદ અંગેની વાસ્તવિકતા

Posted On: 27 APR 2020 4:00PM by PIB Ahmedabad

સૌથી પહેલાં તો, વાતની પૃષ્ઠભૂમિ સમજી લેવી જરૂરી છે કે, ખરીદીના નિર્ણયો ICMR દ્વારા લેવામાં આવે છે. કોવિડ-19 સામે લડવા માટે પરીક્ષણ એક સૌથી મહત્વપૂર્ણ હથિયારમાંથી એક ગણાય છે અને ICMR પરીક્ષણની કામગીરીમાં ઝડપ લાવવા માટે પોતાના તરફથી શક્ય એવા તમામ પ્રયાસો કરે છે. આમાં પરીક્ષણ કીટ્સની ખરીદી કરવી પડે છે અને રાજ્યોને તેનો જથ્થો પહોંચાડવો પડે છે. ખરીદીની પ્રક્રિયા જ્યારે આખી દુનિયામાં વિવિધ દેશોમાં પરીક્ષણ કીટની ભારે માંગ છે તેવી સ્થિતિમાં પોતાની સંપૂર્ણ સંભાવનાઓ, આર્થિક અને રાજદ્વારી પહોંચનો ઉપયોગ કરીને તેની ખરીદી કરવામાં આવી રહી છે.

ICMR દ્વારા ખરીદી માટે પ્રથમ વખત પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પૂરવઠાકારો તરફથી ખાસ પ્રતિભાવ નહોતો મળ્યો. બીજા પ્રયાસમાં પૂરતો પ્રતિભાવ મળ્યો હતો. પ્રતિભાવોમાંથી, મનમાં સંવેદનશીલતા અને વિશિષ્ટતાને ધ્યાનમાં રાખતા, બે કંપનીઓ (બાયોમેડિમિક્સઅને વોન્ડફો)ને કીટ્સની ખરીદી માટે ઓળખી કાઢવામાં આવી હતી. બંને પાસે જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રમાણીતતાઓ છે.

વોન્ડફો માટે, મૂલ્યાંકન સમિતિને 4 બિડ્સ મળી હતી અને તેમની પાસેથી મળેલા ભાવો અનુક્રમે, રૂ. 1,204, રૂ. 1,200, રૂ. 844 અને રૂ. 600 હતા. તદઅનુસાર, રૂ. 600ની બિટને L-1 તરીકે ધ્યાનમાં લેવામાં આવી હતી.

દરમિયાન, ICMR દ્વારા ચીનમાં રહેલી વોન્ડફો કંપની પાસેથી CGI મારફતે સીધી ખરીદી કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. જોકે, સીધી ખરીદી માટે મળેલા અંદાજિત ભાવનું વિવરણ નીચે દર્શાવ્યા અનુસાર હતું:

    • અંદાજિત ભાવ લોજિસ્ટિક્સ બાબતોની કટિબદ્ધતા વગર FOB (ફ્રી ઓન બોર્ડ) હતો.
    • અંદાજિત ભાવ કોઇપણ પ્રકારની બાંયધરી વગર 100% એડવાન્સ ચુકવણીનો હતો.
    • સમયમર્યાદાની કોઇ પ્રતિબદ્ધતા નહોતી.
    • ભાવ અમેરિકી ડૉલરમાં આપવામાં આવ્યા હતા જેમાં ડૉલરની કિંમતમાં થતા ચડાવઉતાર અંગે કોઇ જોગવાઇ નહોતી.

આથી, એવું નક્કી કરવામાં આવ્યું કે, ભારતમાં વોન્ડફોના એક્સક્લુઝિવ વિતરક પાસેથી કીટની ખરીદી કરવી જેમાં તેમણે કોઇપણ એડવાન્સ ચુકવણીની જોગવાઇ વગર FOB (લોજિસ્ટિક્સ) માટે તમામ સમાવિષ્ટ ખર્ચ સાથેના અંદાજિત ભાવ આપ્યા હતા.

અહીં પણ યાદ કરવું જરૂરી છે કે, આવી કીટની ખરીદી માટે કોઇપણ ભારતીય એજન્સી દ્વારા પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને માત્ર બિડરોએ આપેલા અંદાજિત ભાવોનો સંદર્ભ ઉપલબ્ધ હતો.

કેટલોક પૂરવઠો મેળવ્યા પછી, ICMR દ્વારા ફીલ્ડની સ્થિતિમાં કીટ્સની ગુણવત્તાની ફરી ચકાસણી કરવામાં આવી. તેની કામગીરીના વૈજ્ઞાનિક આકલનના આધારે, અપેક્ષા કરતા ઓછું પરિણામ મળતા અન્ય કીટ્સ બનાવવા માટેનો સવાલ ઉઠેલો ઓર્ડર (વોન્ડફો) રદ કરવામાં આવ્યો હતો.

અહીં ભારપૂર્વક ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ICMR દ્વારા પૂરવઠા માટે કોઇ ચુકવણી કરવામાં આવી નથી. યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાથી (100% એડવાન્સ રકમ ચુકવીને ખરીદી કરવા નથી જઈ રહ્યા) ભારત સરકારને એક રૂપિયાનું પણ નુકસાન થયું નથી.

 

 

GP/DS



(Release ID: 1618703) Visitor Counter : 297