રેલવે મંત્રાલય
ભારતીય રેલવેમાં કોચનું નિર્માણ શરૂ થયું
આરસીએફ કપૂરથલાએ 23.04.2020ના રોજ ઉત્પાદન પ્રક્રિયા ફરી શરૂ કરી
રાજ્યોમાં લોકડાઉનના આદેશોને આધારે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મળતા અન્યો ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરશે
નૂર પરિવહન વધારવા છેલ્લાં બે દિવસ દરમિયાન આરસીએફએ 2 પાર્સલ કોચનું નિર્માણ થયું
Posted On:
25 APR 2020 4:23PM by PIB Ahmedabad
કપૂરથલામાં ભારતીય રેલવેના ઉત્પાદન એકમ રેલ કોચ ફેક્ટરી (આરસીએફ)એ રાષ્ટ્રીય સ્તરે લોકડાઉનના 28 દિવસ પછી 23.04.2020ના રોજ એની ઔદ્યોગિક પ્રક્રિયાઓ ફરી શરૂ કરી છે. કોવિડ-19 સામે સતત લડાઈમાં સલામતીની તમામ સાવચેતીઓ અને ગૃહ મંત્રાલયે આદેશો બહાર પાડીને જાહેર કરેલી માર્ગદર્શિકા તથા સ્થાનિક વહીવટીતંત્રોએ બહાર પાડેલા નીતિનિયમોનું પાલન કરીને ફેક્ટરી ફરી ચાલુ થઈ છે. કુલ 3744 કર્મચારીઓને કામ પર જોડાવાની મંજૂરી મળી છે, જેઓ આરસીપી સંકુલોની વસાહતની અંદર રહે છે. ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા અને રાજ્ય સરકારની એડવાઇઝરી મુજબ, ભારતીય રેલવેના અન્ય ઉત્પાદન એકમો સલાહ મુજબ પુનઃ ઉત્પાદન કામગીરી શરૂ કરશે.
ઉત્પાદન માટે ઉપલબ્ધ સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધતા હોવા છતાં આરસીએફ કપૂરથલા બે દિવસમાં બે કોચનું નિર્માણ કર્યું છે. એક એલએચબી હાઈ કેપેસિટી પાર્સલ વાન અને એક લગેજ કમ જનરેટર કાર અનુક્રમે 23.04.2020 અને 24.04.2020ના રોજ બની છે.
લોકડાઉન પછી કામ પર જોડાયેલા તમામ કર્મચારીઓને માસ્ક, સેનિટાઇઝર બોટલ અને સાબુ ધરાવતી સેફ્ટી કિટ આપવામાં આવી છે. કોચનું ઉત્પાદન કરવા માટે કારખાનામાં ફરજ પર હાજર થવાની મંજૂરી ધરાવતા તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યાં છે. વહીવટી ઓફિસોમાં તમામ અધિકારીઓ ઓફિસમાં કામે લાગી ગયા છે અને 33 ટકા સ્ટાફ રોટેશન રોસ્ટરને આધારે કાર્યરત છે. વર્કશોપ, ઓફિસ અને રહેણાક સંકુલોમાં મોકાના સ્થળો પર કોવિડ અંગે જાગૃતિ લાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે અને સલામતીની સૂચનાનું પાલન થાય છે. કાર્યસ્થળ પર તમામ કામદારોને સલામતીની માર્ગદર્શિકાનું પાલન કરવા તેમના સુપરવાઇઝરો અને અધિકારીઓ નિયમિત સલાહ આપે છે. શોપ ફ્લોર અને ઓફિસોમાં કર્મચારીઓ માટે હેન્ડ્સ ફ્રી લિક્વિડ સોપ ડિસ્પેન્સર અને વોશ બેઝિન પર્યાપ્ત માત્રામાં પ્રદાન કરવામાં આવ્યું છે.
કામદારોને જુદાં જુદાં સમયે ત્રણ શિફ્ટમાં બોલાવવામાં આવે છે. તમામ ત્રણ શિફ્ટમાં એન્ટ્રી, લંચ ટાઇમ અને એક્ઝિટ ટાઇમિંગ વચ્ચે ગેપ છે. પ્રવેશદ્વાર પર દરેક કર્મચારીનાં શરીરનું તાપમાન થર્મલ સ્કેનરથી માપવામાં આવે છે. આરસીએફ સંકુલોમાં પ્રવેશતા દરેક વાહનને મિસ્ટ સેનિટાઇઝર ટનલ દ્વારા સેનિટાઇઝ કરવામાં આવે છે. તમામ કામદારો સોશિયલ ડિસ્ટન્સિંગની આચારસંહિતા જાળવે છે અને તેમના કાર્યસ્થળે સલામતી અને સ્વચ્છતાની માર્ગદર્શિકાઓનું પાલન કરે છે. આરસીએફ કેમ્પસમાં સ્થિત લાલા લજપતરાય હોસ્પિટલ કોવિડ ઇન્ફેક્શનનાં ચિહ્નો ધરાવતા દર્દીઓ માટે અલગ કાઉન્ટર અને ઓપીડી સેલ પ્રદાન કરે છે. આરસીએફ કેમ્પસમાં 24 બેડની ક્વારેન્ટાઇન સુવિધા અને એલએલઆર હોસ્પિટલમાં 8 બેડ આઇસોલેશન વોર્ડ કોવિડ સાથે સંબંધિત કોઈ પણ કેસનું સંચાલન કરવા તૈયાર છે.
રાજ્યોમાં લોકડાઉનનાં આદેશોને આધારે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મળતા અન્ય ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરશે.
GP/DS
(Release ID: 1618209)
Visitor Counter : 260