વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ ભારતીય મેરિટાઇમ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો;


વ્યવસાય ચાલુ રાખવાની યોજના અને કોવિડ-19 પછી રીકવરી માર્ગ અંગે ચર્ચા કરી

Posted On: 24 APR 2020 8:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે ભારતના મેરિટાઇમ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો.

ચર્ચાનો મૂળ હેતુ કોવિડ-19 પછી વ્યવસાયને ચાલુ રાખવા માટેની વ્યૂહરચનામાં આવનારા પડકારોનો સામનો કરવા અને તેની પૂર્વતૈયારીઓ અંગે ચર્ચા કરવાનો હતો.

કટોકટીના સમયમાં જહાજ મંત્રાલયે સક્રીયપણે અને સમયસર હસ્તક્ષેપ કર્યો અને તમામ બંદરોનું કામકાજ સરળતાથી ચાલુ રહે તે સુવિધા કરવામાં આવી તે બદલ ઉદ્યોગના અગ્રણીઓએ મંત્રાલયના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉદ્યોગને આપવામાં આવેલી રાહતો અને લૉકડાઉનના સમય દરમિયાન પોર્ટના ચાર્જ, ડેમરેજ, દંડમાંથી મુક્તિ ઉપરાંત મુદ્દત લંબાવી આપવા જેવા પગલાંની પણ પ્રશંસા કરી હતી કારણ કે આવી રાહતો ઉદ્યોગ માટે લાંબાગાળે ખૂબ લાભદાયી પૂરવાર થશે.

ચર્ચા કરતી વખતે ઉદ્યોગના અગ્રણીઓએ કોવિડ-19ની પરિસ્થિતિમાં મેરિટાઇમ ક્ષેત્રની સ્થિતિ અંગે ઝડપથી ચિતાર આપ્યો હતો. હિતધારકોએ પૂરવઠા સાંકળના પ્રશ્નોમાલસામાનની હેરફેર અને ટ્રકો સંબંધિત પ્રશ્નો જેવા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો અને નીતિગત હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. તેમણે કોસ્ટલ શિપિંગ અને વૈશ્વિક સ્તરે જહાજ નિર્માણમાં ભારતનો હિસ્સા વધારવા જેવા સૂચનો પણ આપ્યા હતા.

શ્રી મનસુખ માંડવિયાએ મેરિટાઇમ ક્ષેત્ર ઉદ્યોગના હિતધારકોને ખાતરી આપી હતી કે, ભારતીય બંદરો સામાન્ય સ્થિતિની જેમ ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવા માટે તૈયાર છે પરંતુ કોવિડ-19ના કારણે કેટલાક પડકારો ઉભા થયા છે જેને નીતિગત નિર્ણયો દ્વારા ઉકેલી દેવામાં આવશે અને ગંભીરતાથી તેનો અમલ કરવામાં આવશે. શ્રી માંડવિયાએ ઉદ્યોગના અગ્રણીઓને મેરિટાઇમ ક્ષેત્રમાં નવી વ્યૂરચનાઓ તૈયારી કરીને કોવિડ-19ની સ્થિતિને તકમાં રૂપાંતરિત કરવાની વિનંતી કરી હતી. તેમણે હિતધારકોને કહ્યું હતું કે, જહાજ મંત્રાલય સમસ્યાઓના નિરાકરણ માટે સતત અને વિતરતપણે કામ કરી રહ્યું છે. તેમણે સૂચનો માટે પણ વિનંતી કરી હતી જેથી બંદરો અને ઉદ્યોગો કોવિડ-19ની સ્થિતિમાં પણ ધમધમી શકે.

શિપિંગ લાઇનના હિતધારકો અને પ્રતિનિધિઓ, બંદરો અને ટર્મિનલ ઓપરેટરો, ઇનલેન્ડ જળમાર્ગો, પૂરવઠા સાંકળ લોજિસ્ટિક્સ, જહાજના માલિકો, વેસેલ ઉત્પાદકો અને માલિકો, કસ્ટમના એજન્ટોએ FICCI દ્વારા આયોજિત વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

 

 

GP/DS



(Release ID: 1618009) Visitor Counter : 147