નાણાં આયોગ
15મા નાણાં આયોગે તેની ઍડવાઈઝરી કાઉન્સિલ સાથે બેઠક યોજી
Posted On:
24 APR 2020 7:01PM by PIB Ahmedabad
15મા નાણાં આયોગે તેની ઍડવાઈઝરી કાઉન્સિલ સાથે તા.23 અને 24 એપ્રિલ, 2020ના રોજ ઓનલાઈન બેઠક યોજી હતી અને હાલમાં કમિશનને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકનું અધ્યક્ષ સ્થાન 15મા નાણાં પંચની ચેરમેન શ્રી એન. કે. સીંઘે સંભાળ્યું હતું. કમિશનના તમામ સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. ઍડવાઈઝરી કાઉન્સિલ તરફથી ડો. સાજીદ ઝેડ શીનોય, ડો. પ્રાચી મિશ્રા, શ્રી નિલકંઠ મિશ્રા અને ડો. ઓમકાર ગોસ્વામી આ બેઠકમાં તા.23 એપ્રિલ, 2020ન રોજ જોડાયા હતા અને ડો. અરવિંદ વીરમણી, ડો. ઈંદિરા રાજારામન, ડો. ડી કે. શ્રીવાસ્તવ, ડો. એમ. ગોવિંદા રાવ, ડો. સુદીપ્તો મુન્ડલે અને ડો. ક્રિશ્નમૂર્તિ સુબ્રમણ્યન આ બેઠકમાં તા.24 એપ્રિલ, 2020ના રોજ જોડાયા હતા. ઍડવાઈઝરી કાઉન્સીલ સાથે 15મા નાણાં પંચનો વર્ષ 2020-21નો અહેવાલ સુપરત કરાય તે પહેલાં આ બેઠકોનો બીજો દોર હતો.
ઍડવાઈઝરી કાઉન્સીલને સભ્યોને એવું જણાયું છે કે કોરોના વાયરસ મહામારીની અસર તથા નેશનલ લૉકડાઉનને કારણે ભારતની સ્થાનિક પ્રવૃત્તિઓમાં મંદી આવી શકે છે. તેની અસર નાણાંકિય સંસ્થાઓના અને બિઝનેસના એકમોના રોકડ પ્રવાહ ઉપર થઈ શકે છે તથા કપરી વૈશ્વિક મંદીને કારણે ભારતીય પ્રોડક્ટસની વિશ્વની માંગમાં ઘટાડો પણ થઈ શકે છે. આ બેઠકમાં હાજર તમામ એ બાબતે સર્વ સંમત હતા કે માર્ચ 2020 પહેલાં જીડીપીની વૃધ્ધિનો સાચો અંદાજ જાહેર કરવો જોઈએ અને તેમાં સમગ્રપણે ફેરવિચારણા કરવાની તથા નોંધપાત્ર પ્રમાણમાં અંદાજ નીચો રાખવાની જરૂર છે. એક વખત અર્થતંત્રમાં લૉકડાઉનની પરિસ્થિતિ દૂર થશે એટલે તેમાંથી બહાર આવવાની સ્થિતિ ધીમી રહેશે. તેનો આધાર શ્રમદળ કેટલું જલ્દી કામ પર પાછું આવે છે અને વિવિધ ચીજોનો પૂરવઠો અને રોકડ પ્રવાહ તથા વિવિધ ચીજોની માંગ કેવી રીતે પુનઃ સ્થાપિત થાય છે તેની ઉપર આધાર રાખશે. આ કારણે કોરોના વાયરસની આર્થિક અસરના સંપૂર્ણ વ્યાપ અંગેની સ્થિતિ સમય જતાં સ્પષ્ટ થશે.
ઍડવાઈઝરી કાઉન્સીલને એવું પણ લાગ્યું હતું કે પબ્લિક ફાયનાન્સ ઉપર આ ગતિવિધીની અસરનો વ્યાપ અનિશ્ચિત રહેશે, પણ તે ચોક્કસપણે નોંધપાત્ર અસર કરી જશે. સરકારને માથે આરોગ્ય, ગરીબોને સહાય તથા અન્ય આર્થિક પરિબળોને કારણે ખર્ચનો મોટો બોજો આવશે. કાઉન્સીલના સભ્યોને જણાયું હતું કે આર્થિક પ્રવૃત્તિ મંદ પડી હોવાથી કરવેરા અને અન્ય આવકોમાં ઘટાડો થશે. આ કારણે કટોકટીની આ સ્થિતિની આર્થિક અસર ઘણી મોટી હશે. માત્ર નાણાંકિય પ્રતિભાવના કર્જ સામે જોવા કરતાં તેની ડિઝાઈન તરફ પણ કાળજીપૂર્વક જોવાની જરૂર છે. કાઉન્સીલે અર્થતંત્રને ટેકો આપવા માટે જાહેર ખર્ચ બાબતે નાણાં પંચને વિવિધ સૂચનો કર્યા હતા. તેમને એવું જણાયું હતું કે નીચે મુજબની ધારણાઓ ખૂબ જ મહત્વની બની રહે છેઃ
(એ) કોરોના વાયરસનો પ્રારંભ થયો તે પહેલાં પણ નાના કદના એકમોમાં રોકડની અછત વર્તાતી હતી, કારણ કે તેમની પ્રવૃત્તિઓના સ્તરને રોકડ પ્રવાહને કારણે અસર થઈ હતી. આથી નાના એકમો આ સમસ્યામાંથી પાર ઉતરે તે માટે સહાય કરતી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.
(બી) નૉન બેંકીંગ ફાયનાન્સીયલ કંપનીઓને પણ મંદીની અસર થઈ છે. તેમની નાદારી નિવારવા માટે અને ફાયનાન્સિયલ સિસ્ટમમાં નૉન પર્ફોર્મિંગ એસેટ વધતી અઠકાવવા માટે યોગ્ય પ્રકારનાં પગલાં ઘડી કાઢવા જોઈએ. અંશતઃ લોન ગેરંટી જેવા પગલાં સહાયક બની શકે. નાણાંકિય સંસ્થાઓ સારો મૂડી પ્રવાહ ધરાવે તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ મહત્વની ભૂમિકા બજાવવાની રહેશે.
(સી) કેન્દ્ર અને રાજ્ય સરકારોની નાણાંકિય સ્થિતિ અંગે પણ કાળજીપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે. હાલની સ્થિતિમાં વેઝ એન્ડ મિન્સ એડવાન્સીસ મહદ્દ અંશે સરકારોને રોકડ પ્રવાહની અસમતુલા ઠીક કરવામાં સહાયક બની શકે છે. આપણે જેમ આગળ વધીશું તેમ વધેલી નાણાંકિય ખાધ માટે વિકલ્પો અંગે પણ વિચાર કરવો પડશે. રાજ્ય સરકારોને કોરોના વાયરસ મહામારી સામે લડત માટે પૂરતું ભંડોળ મળી રહે તેની ખાત્રી રાખવી પડશે.
(ડી) કાઉન્સીલને એવું પણ જણાયું હતું કે વિવિધ રાજ્યોએ વિવિધ તબક્કે કોરોના વાયરસ મહામારીને કારણે ભિન્ન પ્રકારની ગંભીર સ્થિતિનો સામનો કરવો પડશે. આથી અલગ અલગ રાજ્યોમાં પ્રવૃત્તિઓ માટે અલગ અલગ ઝડપે પુનઃસ્થાપના થાય તેવા પ્રયાસો કરવા જરૂરી બનશે.
15મું નાણાં કમિશન અને સાથે સાથે તેની ઍડવાઈઝરી કાઉન્સિલ વૈશ્વિક સ્તરે તથા સ્થાનિક સ્તરે બદલાતી જતી પરિસ્થિતિ ઉપર ઝીણવટપૂર્વક ધ્યાન આપી રહી છે.
GP/DS
(Release ID: 1617996)
Visitor Counter : 415