કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ડૉ. જીતેન્દ્ર સિંહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19 સામે લડવા માટે જમ્મુ અને કાશ્મીરની તૈયારીઓ ની સમીક્ષા કરી

Posted On: 24 APR 2020 12:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને પ્રધાનમંત્રીના કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આજે કોવિડ-19 વાયરસ સામે લડવા માટે જમ્મુ અને કાશ્મીરની તૈયારીની સમીક્ષા કરી હતી. સમીક્ષા વીડિયો  કોન્ફરન્સના માધ્યમથી જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ, સરકારી મેડીકલ સંસ્થાઓ અને કોલેજોના વડાઓ સાથે મળીને યોજવામાં આવી હતી.

રાજ્યમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશની મેડીકલ ફ્રેટરનીટીની અને ખાસ કરીને જુનીયર રેસીડેન્ટ ડોક્ટર્સ અને મેડીકલ અધિકારીઓની પ્રશંસા કરી હતી કે જેઓ કોરોના વાયરસ સામે અસરકારક રીતે યુદ્ધ કરવા માટે દર્દીઓ સાથે સીધા સંપર્કમાં રહે છે. તેમણે જણાવ્યું કે ભારત કોવિડ-19 સામે લડત આપનાર સૌથી આગળની હરોળના રાષ્ટ્રોમાંના એક તરીકે બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મહામારી સામે લડવામાં કેરાલા જેટલું શ્રેષ્ઠ સાબિત થયું છે. ડૉ. જીતેન્દ્ર સિંઘે કોવિડ-19 સામે લડવા માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા ઉપર પુનઃ ભાર મૂક્યો હતો. ડૉ. જીતેન્દ્ર સિંઘે જણાવ્યું કે સરકાર મેડીકલ અને આરોગ્યકાળજી કર્મચારીઓની સુરક્ષા માટે અત્યંત ચિંતિત છે અને કારણસર આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટેના વટહુકમને પણ અમલી બનાવવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત PPE કીટ્સ અને અન્ય સાધનોની ઉપલબ્ધતામાં વધારો કરવાની કેન્દ્ર શાસિત પ્રદેશની વિનંતી અંગે મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશને  કોરોના વાયરસ માટે PPEનો પૂરવઠો અને ટેસ્ટીંગ કીટ્સ નિયમિતપણે મળતા રહેશે.

કેન્દ્ર શાસિત પ્રદેશની તૈયારી ઉપર એક પ્રેઝન્ટેશન બનાવીને આરોગ્ય વિભાગના ફાયનાન્સિયલ કમિશનર શ્રી અટલ દુલ્લોએ માહિતી આપી હતી કે આજની તારીખ સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 434 પોઝીટીવ કેસ આવ્યા છે. તેમાંથી 57 જમ્મુના છે અને 377 કાશ્મીરમાંથી છે. આદરણીય મંત્રીને બાબતથી માહિતગાર કરવામાં આવ્યા હતા કે સમગ્ર દેશમાં મિલિયન વસ્તી દીઠ કેસનું પરીક્ષણ કરવામાં જમ્મુ અને કાશ્મીર દિલ્હી પછી બીજા નંબરે આવે છે. જમ્મુ અને કાશ્મીર મીલીયન વસ્તી દીઠ 818 લોકોનું પરીક્ષણ કરી રહ્યું છે. કાશ્મીરમાં આશરે 80 ઝોન અને જમ્મુમાં અંદાજે 15 ઝોનને કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શ્રી દુલ્લોએ જણાવ્યું કે કેસોની તમામ શ્રેણીઓને પહોંચી વળવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમર્પિત દવાખાનાઓ ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા 126 નિવૃત્ત ડોક્ટર્સને ફરી નિયુક્ત કરવામાં આવ્યા છે અને દવાખાનાઓમાં ડી-કન્ટેમીનેશન ટનલ ઉભી કરવામાં આવી છે તેમજ વોક ઇન સેમ્પલ કલેક્શન બુથ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આગળની હરોળના તમામ લોકોને માસ્ક અને સેફટી કીટ પૂરી પાડવામાં આવી છે.

આદરણીય મંત્રીને બાબત અંગે પણ માહિતી આપવામાં આવી હતી કે ધાર્મિક વડાઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે અને લોકોને સહયોગ આપવાની અને ઘરે રહીને પ્રાર્થના કરવા માટેની વિનંતી કરતા વીડિયો નો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આગળની હરોળના તમામ સ્ટાફને અને લોકોને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ દવાઓ અને ઔષધો વહેંચવામાં આવી રહ્યા છે.

 

GP/DS



(Release ID: 1617816) Visitor Counter : 190