કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જમ્મુ અને કાશ્મીરના સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશના કાઉન્સિલર્સ/ કોર્પોરેટરો સાથે કોવિડ-19 સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી

પોસ્ટેડ ઓન: 22 APR 2020 6:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશના કાઉન્સિલરો/ કોર્પોરેટરો સાથે કોવિડ-19 સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

 

દોઢ કલાક સુધી ચાલેલી વીડિયો કોન્ફરન્સ દ્વારા પરસ્પર વાતચીતમાં ડૉ. જીતેન્દ્રસિંહે વિવિધ નગર પાલિકાના નિગમોના પ્રતિનિધિઓ સાથે ઇનપુટ્સનું આદાનપ્રદાન કર્યું હતું. પોતાના વિચારો રજૂ કરનારા મુખ્ય લોકોમાં જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા, અનંતનાગના હિલાલ શાહ, લેહના ડૉ. ઇશે, કઠુઆના નરેશકુમાર, હીરાનગરના વિજયકુમાર શર્મા, કુપવાડાના રિયાઝ અહેમદ મીર, ઉધમનગરના ડૉ. યોગેશ્વર ગુપ્તા, બિલ્લાવારના ઉમાકાંત બસોત્રા, ભાદ્રવાહના ડૉ. શાહીદ મુગલ, ડોડાના વેદપ્રકાશ, રિયાસનીના સુદેશ પુરી, રાજૌરીના મોહંમદ આરીફ, કટારાના શશીકુમાર અને અજય બારુ, કિશ્તવારના રયાઝ, બતોલેના એસ. રવિન્દરસિંહ અને રામબનના અમિત ઠાકુર સામેલ હતા. શરૂઆતમાં ડૉ. જીતેન્દ્રસિહે કોવિડ-19 સંકટ વ્યવસ્થાપન સંબંધે સરકારના દિશાનિર્દેશોના અસરકારક અમલીકરણ અંગે સિવિલ સોસાયટી અને વહીવટી તંત્ર વચ્ચે સચોટ સંકલન અને લૉકડાઉન સુનિશ્ચિત કરવા માટે તેમના સંપૂર્ણ સહયોગ બદલ તમામ પાલિકાના નિગમોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને વાતની વિશેષ ખુશી છે કે, વિવિધ જિલ્લાના જિલ્લા કલેક્ટર અને નાયબ કમિશનરો સ્વૈચ્છિક રીતે સ્થાનિક નિગમો પાસેથી મળતા સહયોગની પ્રશંસા કરી રહ્યા છે.


ડૉ. જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, લૉકડાઉનનો અમલ હોવા છતાં પણ ધીમે ધીમે મુક્તિ આપવાની સાથે સાથે, જેઓ હવે પોતાના ઘરે પરત ફરવા માંગે છે અથવા શ્રમિકો સહિત એવા લોકો જેઓ પોતાના સંબંધિત રાજ્યોમાં પાછા જવા માંગે છે તેવા દેશના અન્ય ભાગોમાં વસતા લોકોના જમ્મુ-કાશ્મીરમાં આવનજાવનના કારણે થશે. તેમણે કહ્યું કે, તેઓ દેશના અન્ય વિવિધ વિસ્તારોમાં રહેતા જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ દ્વારા ઘરે પરત ફરવા સંબંધે અને તેમના માતાપિતાઓ તરફથી આવા વિદ્યાર્થીઓને પરત લાવવા સંબંધે સંખ્યાબંધ વિનંતીઓ મળી રહી છે.

 

ડૉ. જીતેન્દ્રસિંહે લોક પ્રતિનિધિઓ, ખાસ કરીને સ્થાનિક નિગમના પ્રતિનિધિઓ, જેઓ પાયાના સ્તરે સંપર્કમાં છે તેમની પાસે સહકારની અપેક્ષા સાથે કહ્યું હતુ કે તેઓ લોકોને જઇને સમજાવે કે, જેઓ ઘરે પરત ફરવા માંગે છે અથવા આવનજાવન કરવા માંગે છે તેઓ માત્ર નાના સમૂહમાં કરી શકશે અને ખૂબ વ્યૂહાત્મક તેમજ સાવધાનીપૂર્વક તેઓ જઇ શકશે. તેમણે કહ્યું કે, ઉતાવળમાં આપણે કોઇપણ જોખમ ઉપાડી શકીએ નહીં અને ઉમેર્યું કે, કઠુઆ જિલ્લાનું એક દૃશ્ટાંત સામે આવ્યું છે કે લૉકડાઉનની જાહેરાત પછી બંને પક્ષે ભારે ભીડ હોવા છતાં જે અત્યાર સુધી કોરોનાથી મુક્ત હતું ત્યાં અચાનક ગઇ સાંજે કોરોનાનો એક પોઝિટીવ કેસ સામે આવ્યો. મહારાષ્ટ્રમાં કામ કરતી એક વ્યક્તિ સૂચિત દિશાનિર્દેશોનું પાલન કર્યા વગર અહીં હીરાનગર ગામમાં પરત ફરતા કેસ સામે આવ્યો છે.

 

ડૉ. જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, અમે તમામ પ્રકારેએ ઇચ્છા રાખીએ છીએ કે, વિવિધ સ્થળોએ ફસાયેલા લોકો તેમના પરિવારોને મળે પરંતુ તેમણે બાબતે સૌનો સહયોગ મળે તેવી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દેશના કોઇપણ ભાગમાં રહેતા આવા લોકોની તમામ જરૂરિયાતો પૂરી કરવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, તેમની સમસ્યાઓ અંગે કોઇપણ માહિતી પ્રાપ્ત થાય કે તુરંત સ્થાનિક જિલ્લા અધિકારીઓ આવા લોકોના સમૂહોના સંપર્કમાં આવીને આગળની મદદ કરે છે.

 

ડૉ. જીતેન્દ્રસિંહે સિવિલ સોસાયટી દ્વારા છેલ્લા ચાર અઠવાડિયામાં શ્રમિકોને રેશન અને ભોજન આપવામાં યોગદાન આપવામાં આવ્યું તે ભાવનાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, જ્યારે કોઇપણ મુદ્દો ધ્યાનમાં આવે ત્યારે સંબંધિત વહીવટીતંર અને નિગમ/ નગરપાલિકા નિગમના સભ્ય તાત્કાલિક પૂરક સહાયતા પૂરી પાડવા માટે ઉપલબ્ધ થઇ જાય છે.

 

GP/DS


(રીલીઝ આઈડી: 1617485) મુલાકાતી સંખ્યા : 164