કોલસા મંત્રાલય

કોલ ઇન્ડિયા લિમિટેડ ચાલુ નાણાકીય વર્ષમાં 710 MT કોલસાનું ઉત્પાદન કરશેઃ શ્રી પ્રહલાદ જોશી

Posted On: 23 APR 2020 2:30PM by PIB Ahmedabad

કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) 710 મિલિયન ટન (એમટી) કોલસાનું ઉત્પાદન કરશે અને કંપનીનો કોલસો ઉઠાવવાનો લક્ષ્યાંક ચાલુ નાણાકીય વર્ષ માટે 710 એમટી પણ જળવાઈ રહેશે. જ્યારે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ સરકાર સંચાલિત કંપની માટે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, ત્યારે 22 એપ્રિલ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા એની કામગીરીની સમીક્ષા કરી હતી.

શ્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, કોરોનાવાયરસ લોકડાઉન પછી કોલસાની માગમાં વધારો જોવા મળશે એટલે મેં સીઆઈએલને ચાલુ નાણાકીય વર્ષ 2020-21 પછી ઉત્પાદન અને ઓફટેકનો લક્ષ્યાંક જાળવી રાખવાની સૂચના આપી છે. વળી લક્ષ્યાંક કંપનીએ વર્ષ 2023-24 સુધીમાં 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરવાના લક્ષ્યાંકને સુસંગત છે.

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીએ આખું વર્ષ કોલસાના ઉત્પાદનમાં સાતત્યતા પર ભાર મૂક્યો હતો તથા સીઆઇએલના મેનેજમેન્ટને તમામ જરૂરી તૈયારીઓ કરવાની સૂચના આપી હતી, જેથી ચોમાસાની સિઝન દરમિયાન પણ ઉત્પાદનમાં કોઈ ફરક પડે. તેમણે સીઆઇએલની ઓથોરિટીઝને તમામ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત કોલસો પૂરો પાડવા અને આખું વર્ષ વીજ પ્લાન્ટ પર પર્યાપ્ત કોલસો ઉપલબ્ધ રહે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીના ઓવર બર્ડન (ઓબી) દૂર કરવાનો લક્ષ્યાંક બેઠકમાં 1580 મિલિયન ક્યુબિક મીટર નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જે 1 બીટીની યોજનાને સુસંગત છે. ઓબી દૂર કરવાનો સંબંધ કોલસાના પડને ખાણકામ માટે તૈયાર કરવા ઉપરની માટી દૂર કરવા સાથે છે.

શ્રી પ્રહલાદ જોશીએ ઉમેર્યું હતું કે, મને ગર્વ છે કે કોરોના રોગચાળા વચ્ચે પણ લાઇટ ચાલુ રાખવા આપણા કોલ વોરિયર્સ રાતદિવસ કામ કરી રહ્યાં છે. મને આશા છે કે, સીઆઈએલ સમયસર કે અગાઉ ફાળવવામાં આવેલા તમામ લક્ષ્યાંકો હાંસલ કરશે. સરકાર લક્ષ્યાંકો હાંસલ થાય માટે શક્ય તમામ પ્રકારનો સાથસહકાર આપશે.

મંત્રીએ સીઆઈએલના મેનેજમેન્ટને અત્યારે પોતાની માગ પૂર્ણ કરવા કોલસાની આયાત કરતી કંપનીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને આયાતી કોલસાનો વિકલ્પ બનવા વિસ્તૃત યોજના બનાવવાની સલાહ આપી હતી.

 

 

GP/DS



(Release ID: 1617468) Visitor Counter : 133