આદિવાસી બાબતોનું મંત્રાલય

કોવિડ-19ને કારણે ટ્રાઇફેડની સક્રિય પહેલો

Posted On: 22 APR 2020 2:50PM by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલી સ્થિતિને કારણે આદિવાસી કલાકારો અને સંગ્રહકર્તાઓ સહિત ગરીબ અને વંચિત સમુદાયોની આજીવિકાને ગંભીર ફટકો પડ્યો છે, જેઓ દેશમાં સૌથી નબળાં લોકો છે. અત્યારે ઘણા વિસ્તારોમાં લણણીની અને વનઉત્પાદનો એકત્ર કરવાની પીક સિઝન છે, જે વ્યવસાયમાં આદિવાસી સંગ્રહકર્તાઓ જોડશે અને તેમની સલામતી જોખમમાં મૂકાશે. જોકે હાલ લાંબા ગાળાના લોકડાઉનને કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આદિવાસી મંત્રાલય અંતર્ગત કાર્યરત ટ્રાઇફેડે તાત્કાલિક, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાની પહેલો હાથ ધરી છે, જેનો ઉદ્દેશ અભૂતપૂર્વ સમયમાં આદિવાસીઓને વધારાનો ટેકો પ્રદાન કરવાનો છે.

કોવિડ-19 લોકડાઉન (પછી તબક્કાવાર મુક્તિનાં ગાળા) દરમિયાન આદિવાસીના હિતોને જાળવવા સાથે સંબંધિત કામગીરીઓને નીચે મુજબ ત્રણ કાર્યોમાં વહેંચવામાં આવી છેઃ

 

1. પ્રસિદ્ધિ અને જાગૃતિ પેદા કરવી.

2. પર્સનલ પ્રોટેક્ટિવ હેલ્થકેર (પીપીએચ).

3. એનટીએફપીની ખરીદી.

 ટૂંકા ગાળાનાં પગલાં: સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે જાગૃતિ

  •  વન વિસ્તારોમાં એનટીએફપી એકત્રકર્તાઓમાં સંકળાયેલા આદિવાસીઓને કોવિડ-19 સાથે સંબંધિત જાણકારી આપવાના ઉદ્દેશ સાથે વન ધન સામાજિક દૂરી જાગૃકતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, હોમ ક્વારેન્ટાઇન, બે-સ્તર ધરાવતા તાલીમ કાર્યક્રમ (ટ્રેનર્સની ટ્રેનિંગ અને એસએચજીની ટ્રેનિંગ), વેબિનારો, ફેસબુક લાઇવ સ્ટ્રીમ વગેરે જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ દ્વારા સ્વચ્છતના સૂચનો જેવી મુખ્ય નિવારણાત્મક વર્તણૂંકો સામેલ છે.
  • પ્રોટેક્ટિવ માસ્ક અને સ્વચ્છતા જાળવવા માટે ઉપયોગી ઉત્પાદનો (સાબુ, ડિસઇન્ફેક્ટન્ટ્સ વગેરે) સાથે વન ધન સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ (એસએચજી) પ્રદાન કરવા પગલા લેવાની શરૂઆત કરી છે, જે સલામત રીતે તેમની કામગીરીનું વહન કરવા માટે જરૂરી છે.

મધ્યમ અને લાંબા ગાળાનાં પગલાં : આજીવિકા

  • વન ઉત્પાદનો એકત્ર કરવા પર નિર્ભર કરોડો આદિવાસીઓને રાહત આપવા ગૃહ મંત્રાલયે લોકડાઉનનાં બીજા તબક્કા માટેની માર્ગદર્શિકામાં મુક્તિની યાદીમાં જરૂરી સુધારા કરવાનો અભિગમ અપનાવ્યો હતો. ગૃહ મંત્રાલયને 16 એપ્રિલ, 2020નાં રોજ સંશોધિત માર્ગદર્શિકા  જાહેર કરી હતી, જેમાં અનુસૂચિત જનજાતિઓ અને વનમાં રહેતા અન્ય વનવાસીઓ દ્વારા નોન-ટિમ્બર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ (એમએફપી)નું કલેક્શન, વાવેતર અને પ્રોસેસિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. છૂટછાટો સમયસરની છે, કારણ કે ઘણા વિસ્તારોમાં લણણીની પીક સિઝન શરૂ થઈ ગઈ છે.
  • ઉપરાંત આદિવાસી બાબતોનાં મંત્રાલયે ટ્રાઇફેડને કટોકટીના સમયમાં આદિવાસીઓની આજીવિકા વધારવા એમએફપી માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કરવા અને સાથે સાથે આદિવાસીઓને તેમના ઉત્પાદન બદલ સમાન બજારભાવનો લાભ મળે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
  • આદિવાસી મંત્રાલયે 17 એપ્રિલ, 2020નાં રોજ આપેલી સૂચના મુજબ, ટ્રાઇફેડે હાટ બઝાર નામના મુખ્ય બજારોમાં તમામ રાજ્યોમાં એમએસપી કામગીરી શરૂ  કરવા માટેનાં પગલાં જાહેર કર્યા છે. વળી મંત્રાલયે વજન કરવાની સુવિધા સાથે ખરીદ કેન્દ્રો સ્થાપિત કરવાની, ઉત્પાદનોનું પરિવહન કરવાની અને ઉચિત કોલ્ડ અને ડ્રાય સ્ટોરેજ સ્થાપિત કરવાની દિશામાં પગલાં લીધા છે.

વન ધન સામાજિક દૂરી જાગૃકતા અભિયાનપ્રધાનમંત્રી વન ધન યોજના અંતર્ગત 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 15,000 સેલ્ફ હેલ્પ ગ્રૂપ દ્વારા આદિવાસીઓને જાણકારી આપવામાં આવી છે. ટ્રાઇફેડે ભારતમાં કોરોનાવાયરસ કટોકટી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા ડિજિટલ અભિયાન શરૂ કરવા માટે યુનિસેફ અને ડબલ્યુએચઓ સાથે જોડાણ કર્યું હતું. વન ધન સામાજિક દૂરી જાગૃકતા અભિયાન કે વન ધન સોશિયલ ડિસ્ટન્સિંગ અવેરનેસ મૂવમેન્ટ નામના અભિયાન માટે યુનિસેફ જરૂરી આઇઇસી સામગ્રી (પોસ્ટર્સ, ફ્લાયર્સ, લીફલેટ, બ્રોશર્સ, હેલ્થ એજ્યુકેશન સત્રો માટે મેસેજીસ, રેડિયો બ્રોડકાસ્ટ કે ટીવી સ્પોટ વગેરે) પ્રદાન કરે છે. કોવિડ-19 રિસ્પોન્સ, મુખ્ય નિવારણાત્મ વર્તણૂક, સોશિયલ ડિસ્ટન્સિંગ પર સોશિયલ મીડિયા અભિયાન, હોમ ક્વારેન્ટાઇન પર મૂળભૂત જાણકારી પર કેન્દ્રીત ટ્રેઇન ઓફ ટ્રેનર પ્રોગ્રામ અને વેબિનારો દ્વારા વિસ્તૃત સ્તરે પહોંચવાની શરૂઆત થઈ છે.

ટ્રાઇફેડ-યુનિસેફ આઇઇસી સામગ્રીઓ

પ્રકાર

લિન્ક

માધ્યમ

ઓડિયો

https://www.dropbox.com/sh/qas5xr7xjvk89hs/AADPq7nU9VFFVOhlVWXhamSZa?dl=0

એઆઇઆર (રેડિયો)

એફએક્યુ

https://www.dropbox.com/sh/hgq9ul2wzytnplb/AABAvPCdWQW5eRmSjAcRQjJXa?dl=0

વાંચન

સંચાર સામગ્રી

https://www.dropbox.com/sh/887k203uwvz1o2k/AAATiqioCQJlEvumd1JWQja2a?dl=0

વાંચન

બેનર

https://www.dropbox.com/sh/kquv1draka2lb1a/AAAuldElU_gf7tAAfnObz_o-a?dl=0

વિઝ્યુઅલ

ફ્લાયર

https://www.dropbox.com/sh/daed3oat6yl9w1g/AAChDRoXbXjJ7SOhQcuqTDHRa?dl=0

વાંચન

5 પોકેટબુકનો પાવર

https://www.dropbox.com/sh/5zte14qbxsrc2qg/AACnqTwGubmDPDeYDrMQSuVva?dl=0

વાંચન

સોશિયલ મીડિયા

https://www.dropbox.com/sh/6h0llfg6cz7fx9c/AAAZ9LLghRAXR814RsIV_Sqaa?dl=0

ઓડિયો/વીડિયો

ભીંતચિત્રો

https://www.dropbox.com/sh/9dbkzkwkvoooqzs/AAD5V8K7_RpyHG_sKKgWzKXRa?dl=0

વિઝ્યુઅલ

 

વેબિનારોમાં દેશભરમાં સહભાગીઓ સામેલ થાય છે, જેમાં ટ્રાઇફેડનાં તમામ રાજ્યનાં અધિકારીઓ, સ્ટેટ નોડલ વિભાગો, પીએમવીડીવાયની અમલીકરણ સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓના અધિકારીઓ, એસએચજી લીડર અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ છે.

ટ્રેનિંગ ટ્રેનર્સ પેનલિસ્ટોમાં ટ્રાઇફેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રવીર ક્રિષ્ના, ટ્રાઇફેડનાં એમએફપીના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી અમિત ભટનાગર, યુનિસેફ ઇન્ડિયાનાં કમ્યુનિકેશન ફોર ડેવલપમેન્ટનાં વડા શ્રી સિદ્ધાર્થ શ્રેષ્ઠા, વર્લ્ડ આરોગ્ય સંસ્થાનાં શ્રી ડૉ. સચિન રેવારિયા તથા યુનિસેફના શ્રી ડૉ. પ્રવીણ ખોબ્રાગડે, શ્રીમતી ડૉ. શિખા વર્ધન, યુનિસેફના શ્રીમતી અરુપા શુક્લા, યુનિસેફના શ્રીમતી રચના શર્મા સામેલ છે.

કોવિડ-19 રિસ્પોન્સ અને એનટીએફપી એકત્રકર્તાઓ અને પ્રોસેસર્સ પર ટ્રેનરની ટ્રેનિંગનાં આંકડા નીચે મુજબ છેઃ

 

કુલ નોંધણી

806

યુનિક વ્યૂઅર્સ

502

કુલ યુઝર્સ

2388

મહત્તમ કોન્કરન્ટ વ્યૂ

386

ફેસબુક વ્યૂ (તારીખ : 17/04/2020)

94050

 

તમામ વેબિનાર સત્રો રેકોર્ડ થાય છે અને યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

નેશનલ ToT : સોશિયલ ડિસ્ટન્સિંગ | કોવિડ19 પર વેબ્મિનાર | પ્રારંભિક ટિપ્પણીઓ | શ્રી પ્રવીર ક્રિષ્ના | એમડી | ટ્રાઇફેડ https://www.youtube.com/watch?v=A3eDCYih_Rk

 

સત્ર-1 | સંક્રમણ | કોવિડ19 પર વેબ્મિનાર | યુનિસેફ સાથે જોડાણમાં | ડબલ્યુએચઓ | TRIFED https://www.youtube.com/watch?v=oR-xLR7ebu4

 

સત્ર-2 | અંગત સલામતી | કોવિડ19 પર વેબ્મિનાર | યુનિસેફ સાથે જોડાણમાં | ડબલ્યુએચઓ | ટ્રાઇફેડ https://www.youtube.com/watch?v=zfuM5CNMLv0

 

સત્ર-3 | નિવારણ | કોવિડ19 પર વેબ્મિનાર | યુનિસેફ સાથે જોડાણમાં | ડબલ્યુએચઓ | ટ્રાઇફેડ https://www.youtube.com/watch?v=gfbd2Ir1lZw

 

સત્ર 4: સત્ર-4 | Stigma | કોવિડ19 પર વેબ્મિનાર | યુનિસેફ સાથે જોડાણમાં | ડબલ્યુએચઓ | ટ્રાઇફેડ https://www.youtube.com/watch?v=LZg3_3XFgxg

 

ક્રીએટિવ્સઃ વનધન સામાજિક દૂર જાગૃકતા અભિયાન | યુનિસેફ સાથે | વનધન | ટ્રાઇફેડ | બારત સરકાર https://www.youtube.com/watch?v=IXwHg27uBFA

રીતે ટ્રાઇફેડની તમામ 14 પ્રાદેશિક ઓફિસોમાં યુનિસેફ સાથે જોડાણમાં વેબિનારનું આયોજન થયું હતું.

ટ્રાઇફેડની પ્રાદેશિક ઓફિસોઃ કોલકાતા, અમદાવાદ, બેંગલોર, લખનૌ, દિલ્હી, ગૌહાટી, જયપુર, રાંચી, ભુવનેશ્વર, ભોપાલ, રાયપુર, મુંબઈ, દેહરાદૂન, હૈદરાબાદ

 

 

GP/DS


(Release ID: 1617177) Visitor Counter : 303