પ્રવાસન મંત્રાલય

‘દેખો અપના દેશ’ વેબીનાર સીરીઝમાં પ્રવાસન મંત્રાલયે લદાખના સમૃધ્ધ વારસા અંગે પાંચમા વેબીનારનુ આયોજન કર્યું.

Posted On: 21 APR 2020 9:19PM by PIB Ahmedabad

ભારતનાં વિવિધ પ્રવાસન મથકો અંગે લોકોમાં જાણકારી પેદા કરવા પ્રવાસન મંત્રાલયે દેખો અપના દેશ વેબીનાર સિરીઝ રજૂ કરી છે, જે દેશની સમૃધ્ધ સંસ્કૃતિ અને વારસાને માહિતી પૂરી પાડીને ભારતનાં વિવિધ પ્રવાસન સ્થળો અંગે ઉંડાણ ધરાવતી અને વ્યાપક માહિતી પૂરી પાડે છે. હાલમાં ચાલી રહેલી સિરીઝના એક હિસ્સા તરીકે પ્રવાસન મંત્રાલયે તા. 20 એપ્રિલ, 2020 રોજ લદાખના સમૃધ્ધ વારસા અંગે પાંચમી વેબીનાર સિરીઝ રજૂ કરી હતી જેનુ શિર્ષક હતું “Ladakh: Explore the Unexplored” (લદાખઃ વણખેડાયેલા પ્રદેશને ખુંદી વળો)

દુનિયાના છાપરા તરીકે ઓળખાતુ લદાખ હિમાલયનાં અદભૂત અને નયનરમ્ય દ્રશ્યોની તથા પ્રાચીન બૌધ્ધ સંસ્કૃતિની ભૂમિ છે, જે અહીં હજારો વર્ષથી કુદરત સાથે અનોખો સુમેળ ધરાવે છે. પ્રવાસીઓના સ્વર્ગ સમુ લદાખ, તેનાં અદ્ભૂત કુદરતી સૌંદર્ય, ગ્રામ્ય પ્રદેશની સાદાઈ, અને આધ્યાત્મીક પ્રભાવને કારણે લોકોને દૂર દૂરથી અહીં ખેંચી લાવે છે. વેબીનારના વકતાઓ ગ્લોબલ હિમાલયન એક્સપિડીશનના પારસ લાંબા અને જયદિપ બંસલ, દર્શકોને ઉંચાં શિખરોની ભૂમિની મુલાકાતે લઈ ગયા હતા ને લદાખની વણખુંદાયેલી નયનરમ્ય ભૂમિના દર્શન કરાવ્યા હતા. તેમણે લદાખના પરંપરાગત ગૃહ નિવાસ અંગે વાત કરતાં અને પ્રવાસ કરાવતાં અહીંની પર્યાવરણલક્ષી અને ઈકો- ફ્રેન્ડલી જરૂરિયાતો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ.

  વેબીનારમાં સામેલ થયેલા સમુદાયનો પાનગોંગ સે લેક અને ખરદુંગલાના જાણીતા વિસ્તારોમાં થઈને લીંગશેડ અને ઝાન્સકારની વણખેડાયેલા ખૂણ પ્રદેશનો પરિચય કરાવ્યો હતો.

 

 જુઓ ““Ladakh: Explore the Unexplored” (લદાખઃ વણખેડાયેલી ભૂમિને ખુંદી વળો”) વેબીનાર

લેહ શહેરના વરચ્યુઅલ પ્રવાસથી પ્રારંભ કરીને વકતાઓએ હેમિસ નેશનલ પાર્ક, મરખુ વેલી અને ભારતના છેલ્લા ગામડાં તુરૂક અને વારશી તથા નુબ્રા વેલીના પ્રગાઢ વિસ્તારનો પરિચય કરાવ્યો હતો. વકતાઓએ પ્રાચીન બૌધ્ધ મઠોની મુલાકાત કરાવતાં કરાવતાં લેહના વણખેડાયેલા પ્રદેશ લીંગશેડની 15મી સદીના બૌધ્ધ વિહારને કારણે તેમજ આર્યન ગામડાં ધા અને હનુના કારણે પ્રસિધ્ધ ટ્રાન્સ- સિંગગેલા વેલી અને પવિત્ર સરોવરોની સફર કરાવી હતી, જે ભારતની વિસરાતી જતી બોપકા જાતિનુ ઘર ગણાય છે.

 અહીં સ્વાદિષ્ટ ભોજન માટે તથા તેનાં અખરોટ અને સુંદર પુષ્પો માટે જાણીતી કારગિલ વેલી તરફ આગળ વધતાં વધતાં તે દર્શકોને નયનરમ્ય ખીણ પ્રદેશ સુરૂ તરફ લઈ જાય છે. વિસ્તાર પણ અફઘાનિસ્તાનમાં આવેલી બામીયાન પ્રતિમાઓની જેમ સાતમી સદીની ચામ્બા બૌધ્ધ પ્રતિમાઓ માટે જાણીતો છે. પછી વકતાઓ આપણને ખૂબ ઓછી જાણીતી એવી પ્રાચીન કાળના ઝંસકાર ખીણ પ્રદેશ તરફ લઈ જાય છે. ખીણ પ્રદેશ રંગડૂમ, કરશાની 7મી સદીની પ્રાચીન બૌધ્ધ પ્રતિમાઓને કારણે જાણીતો છે, જે આપણને લુનગક ખીણ પ્રદેશમાં થઈને 2500 વર્ષ જૂના ફૂગટલ બૌધ્ધ વિહારોની મુલાકાતે લઈ જાય છે.

વકતાઓ ભારપૂર્વક જણાવે છે કે પ્રવાસીઓ જ્યારે લદાખની મુલાકાત લે છે અને અહીં સ્થાનિક સમુદાયના લોકોના ઘરમાં વસવાટ કરે છે ત્યારે તેમને આગતાસ્વાગતાનો જે વિશિષ્ઠ અનુભવ થાય છે તેને કારણે તેમને ઘરથી દૂર ઘર જેવો અનુભવનો આભાસ થાય છે. પર્યાવરણનો ખ્યાલ રાખીને તથા એક જવાબદાર પ્રવાસી તરીકે તેમણે સ્થાનિક લોકો સાથે તેમના ઘરે નિવાસના અનુભવ વર્ણવ્યા છે. સ્થાનિક ભોજનનો સ્વાદ માણવાની સાથે સાથે અહીં પોતાની જરૂરિયાતનુ પાણી સાથે રાખવા પ્લાસ્ટીક નહી ખરીદવા અને સ્થાનિક સમુદાયના સશક્તિકરણ માટે અહીંયા બનાવવામાં આવેલી હસ્તકલાની ચીજો ખરીદવા આગ્રહ કરવામાં આવ્યો છે.

  વેબીનારમાં અહીં દૂર દૂરના પ્રદેશમાં વણખેડાયેલા પ્રદેશની મુલાકાત લઈ સ્થાનિક લોકોને આવકનો સ્ત્રોત પૂરો પાડવા તથા અહીના હિમાલયન પ્રદેશની નાજુક પ્રકૃતિ અને સંસકૃતિને જાળવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

વેબીનાર માટે 4600લોકોએ નોંધણી કરાવીને તથા 78 ટકા દર્શકોએ તેને ઉત્તમ રેટીંગ આપીને ખૂબ સારો પ્રતિભાવ દર્શાવ્યો છે.

 

 

GP/DS



(Release ID: 1617146) Visitor Counter : 167