કૃષિ મંત્રાલય

કોવિડ-19 સામે લડવા માટે G-20ના કૃષિ મંત્રીઓની અસાધારણ બેઠક યોજાઈ


ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ અને પોષણ ઉપર મહામારીના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી

ખોરાકના બગાડ અને નુકસાનથી બચવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગનો સંકલ્પ

પ્રધાનમંત્રી શ્રી મોદી આ સંકટ સામે લડવા માટે સહયોગી દેશોમાં સૌથી આગળ

વૈશ્વિક મહામારી વિરુદ્ધ એકતા સાથે લડે તમામ દેશો – કૃષિમંત્રી શ્રી તોમર

Posted On: 21 APR 2020 9:18PM by PIB Ahmedabad

21 એપ્રિલ 2020. કોવિડ-19 સામે લડવા માટે G-20 દેશોના કૃષિ મંત્રીઓની મંગળવારના રોજ એક અસાધારણ બેઠક યોજાઈ ગઈ. તેમાં ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ અને પોષણ ઉપર મહામારીના પ્રભાવને લઈને ચર્ચા કરવામાં આવી. તે દરમિયાન ખાદ્ય બગાડ અને નુકસાનથી બચવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગનો સંકલ્પ લેવામાં આવ્યો. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત કરવામાં આવેલ બેઠકમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જુદા જુદા દેશોમાં સંકટ સામે લડવા માટે સહયોગી દેશોમાં સૌથી આગળ છે અને આપણા નાગરિકોની જરૂરિયાતોને અનુરૂપ કૃષિ મંત્રાલય પણ તેમાં જરાય પાછળ નથી. શ્રી તોમરે વૈશ્વિક મહામારી વિરુદ્ધ તમામ દેશોને એક સાથે મળીને લડવાનું આહવાન કર્યું.

સાઉદી અરબના પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રી શ્રી અબ્દુલ રહમાન અલફાજલીની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં મુખ્યત્વે કોવિડ-19ના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં તમામ G-20 સભ્યો, કેટલાક અતિથી દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓની સાથે ભારત તરફથી કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ચર્ચા વિચરણામાં ભાગ લીધો હતો. શ્રી તોમરે સાઉદી અરબ દ્વારા G-20 દેશોને, ખેડૂતોની આજીવિકા સહીત ખાદ્ય પુરવઠાની સાતત્યપૂર્ણ જાળવણીની ખાતરી કરવાના ઉપાયો પર વિચાર કરવા માટે એક સાથે ભેગા કરવાની પહેલનું સ્વાગત કર્યું હતું. તેમણે સામાજિક સુધારા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના પ્રોટોકોલનું પાલન કરીને, લોકડાઉનના સમયગાળા દરમિયાન તમામ કૃષિ કાર્યોને છૂટછાટ આપવા અને જરૂરી કૃષિ ઉપજ તથા ખાદ્ય પુરવઠાની સતત ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે ભારત સરકારના નિર્ણયોને વહેંચ્યા હતા. શ્રી તોમરે વાત નોંધી હતી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જુદા જુદા દેશોમાં સંકટ સામે લડવા માટે સહયોગી દેશોમાં સૌથી આગળ છે અને અમારા નાગરિકોની જરૂરિયાત મુજબ કૃષિ મંત્રાલય પણ જરાય પાછળ નથી રહ્યું.

બેઠકમાં G-20 કૃષિ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલ એક જાહેરાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. G-20 રાષ્ટ્રોએ ખાદ્ય બગાડ અને નુકસાનથી બચવા માટે કોવિડ-19 મહામારીની પૃષ્ઠભૂમિમાં આંતરરાષ્ટ્રીય સહયોગ કરવાનો સંકલ્પ લીધો છે અને કહ્યું છે કે સીમાઓની પેલે પાર પણ ખાદ્ય પુરવઠાનું સાતત્ય સતત જળવાયેલું રહેવું જોઈએ. તેમણે ખાદ્ય સુરક્ષા અને પોષણની માટે એક સાથે કામ કરવા, શીખવામાં આવેલ સર્વોત્તમ અભ્યાસ અને અનુભવોને વહેંચવા, સંશોધન, રોકાણો, નવીન અભિગમો અને સુધારાઓને પ્રોત્સાહન આપવાનો પણ સંકલ્પ કર્યો કે જે કૃષિ અને ખાદ્ય પ્રણાલીઓની સ્થિરતા અને સ્થિતિસ્થાપકતામાં સુધારો કરશે. G-20 દેશોએ મહામારી પર અંકુશ લાવવા માટે કડક સુરક્ષા અને સ્વચ્છતાના ઉપાયો પર વિજ્ઞાન આધારિત આંતરરાષ્ટ્રીય દિશા નિર્દેશ વિકસિત કરવા ઉપર પણ સહમતી વ્યક્ત કરી હતી.

શ્રી તોમરે કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ, સંયુક્ત લડાઈમાં ભારતના લોકો તરફથી એકતાનું આહવાન કરીને તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે વિશેષ સમસ્યાનો ઉકેલ લાવવા માટે G-20ના કૃષિ મંત્રીઓની અસાધારણ બેઠક આયોજિત કરવા બદલ સાઉદી અરબ પ્રત્યે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી તોમરે જણાવ્યું હતું કે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અંગત રીતે વિશ્વના રાષ્ટ્ર પ્રમુખો સાથે સતત સંપર્ક જાળવી રહ્યા છે અને બેઠક દ્વારા આપણને એક એવો સુઅવસર પ્રાપ્ત થશે જેના માધ્યમથી આપણે સંપૂર્ણ માનવ જાતીની માટે ખાદ્યાન્ન અને ખેડૂત ઉત્પાદકોની માટે આજીવિકાની ખાતરી કરીને G-20ના સંકલ્પમાં યોગદાન આપીશું. આપણે સૌ જાણીએ છીએ કે લોજિસ્ટિક અને ઉત્પાદન ચક્રમાં અવરોધના કારણે ઉત્પન્ન થયેલ પડકારો વડે ખાદ્ય સુરક્ષા ઉપર લાંબા ગાળાની અસર ઉપજી શકે તેમ છે. એવામાં ભારતની સશક્ત સંઘીય વ્યવસ્થા અને વિવિધતામાં એકતા અપેક્ષા મુજબ વધુ મજબૂત બનીએ સામે આવી છે. સંદર્ભમાં તમામ રાજ્યો અપેક્ષિત વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા, કેન્દ્ર સરકારના દિશા નિર્દેશો અને નિર્ણયો પર અમલ કરવા માટે સંગઠિત છે. અમારી માટે કૃષિ પ્રાથમિકતાનું ક્ષેત્ર છે અને જરૂરી કૃષિ કાર્યોને એવા ઉદ્દેશ્ય સાથે મંજૂરી આપવામાં આવી છે જેથી સામાજિક અંતર, સ્વચ્છતા અને સફાઈને લગતા નવીન વિચારોની પાબંદીનું પાલન કરીને કૃષિને લગતી કામગીરીને ચાલુ રાખી શકાય. જ્યારે મહામારી શરુ થઇ હતી ત્યારે અમારી પ્રાથમિક ચિંતા હતી કે તૈયાર પાકની લણણી કઈ રીતે કરી શકાશે. અમારા ખેડૂતો ખેતરોમાં કોરોના સામે લડનારા સાચા યોદ્ધા છે, જેના પરિણામ સ્વરૂપે 31 મીલીયન હેક્ટર ક્ષેત્રમાં વાવવામાં આવેલા 67 ટકાથી પણ વધુ ઘઉંને લણી લેવામાં આવ્યા છે. તેલીબિયાં અને કઠોળની પણ લણણી પૂરી થઇ ગઈ છે. ગ્રિષ્મ ઋતુના પાકોની વાવણી ગયા વર્ષે સુસંગત સમયગાળાની સરખામણીએ 36 ટકા વધારે છે. આગામી વર્ષો દરમિયાન વાવણીને લગતા ઈનપુટ રાજ્યોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, એટલા માટે અમને એક વાર ફરી સારો પાક થશે તેવો વિશ્વાસ છે. દેશમાં આયાતને સહજ અને સરળ બનાવવા માટે એક લવચીક કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવી છે- ફાયટોસેનેટરી પ્રમાણપત્રની ડીજીટલ પ્રતો સ્વીકાર કરવામાં આવી રહી છે. અમે ડાંગર, ઘઉં, ફળો અને શાકભાજીના પ્રમુખ નિકાસકાર તરીકેની અમારી સ્થિતિને સમજીએ છીએ અને પણ જાણીએ છીએ કે અન્ય કેટલાય દેશો ઉત્પાદનોનો પૂરવઠો જાળવી રાખવા માટે ભારત ઉપર ભરોસો કરે છે. તેમનો ભરોસો યથાવત જળવાયેલો રહેશે.

 

GP/DS


(Release ID: 1617145) Visitor Counter : 283