પ્રવાસન મંત્રાલય
પ્રવાસન મંત્રાલયે કોરોનાવાયરસ રોગચાળાને કારણે 15 ઓક્ટોબર, 2020 સુધી હોટેલ/રેસ્ટોરાં બંધ રહેશે એવો કોઈ પત્ર ઇશ્યૂ કર્યો નથી
Posted On:
22 APR 2020 2:01PM by PIB Ahmedabad
પ્રવાસન મંત્રાલયનાં ધ્યાનમાં આવ્યું છે કે, પ્રવાસન મંત્રાલયનાં નામે સોશિયલ મીડિયામાં એક બનાવટી પત્ર ફરી રહ્યો છે, જેમાં કોરોનાવાયરસ રોગચાળાને કારણે 15 ઓક્ટોબર, 2020 સુધી હોટેલ્સ/રેસ્ટોરાં બંધ રહેશે એવું જણાવવામાં આવ્યું છે, જેનાં કારણે સંપૂર્ણ પ્રવાસન ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રવાસન મંત્રાલય સ્પષ્ટતા કરે છે કે, “આ પ્રકારનો કોઈ પત્ર પ્રવાસન મંત્રાલયે ઇશ્યૂ કર્યો નથી” અને લોકોએ આ પ્રકારનાં બનાવટી સમાચારોને સાચાં માનવા જોઈએ નહીં.
પી.આઇ.બી. ફેક્ટચેકે આ અંગે કરેલી સ્પષ્ટતા નીચે આપેલી લિંક પરથી જોઈ શકાશે:
https://twitter.com/PIBFactCheck/status/1247754535818293248?s=20
પ્રવાસન મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ પ્રકારના વાતનું ખંડન કર્યું છે અને મુંબઈ પોલીસના સાયબર અપરાધ યુનિટમાં ફરિયાદ દાખલ કરી છે. પીઆઇબી ફેક્ટ ચેક યુનિટે થોડા દિવસ અગાઉ ખંડન પણ જાહેર કર્યું હતું, પણ ફરી ખોટો સંદેશ ફર્યો છે. અહીં તમામને આ પ્રકારનાં સંદેશ પર ધ્યાન ન આપવા અને સત્તાવર કે અધિકૃત સંચારને જ સાચું માનવાની વિનંતી કરવામાં આવે છે.
GP/DS
(Release ID: 1617110)
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam