સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

“રોટેરિયન્સે કોરના વાયરસ સામેની લડતમાં આગળ આવી વધુ ને વધુ લોકો ને જોડવા જોઈએ”–ડો. હર્ષવર્ધન


ડો. હર્ષવર્ધને રોટરી ઈન્ટરનેશનલ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

ડો. હર્ષવર્ધને અફવા અને ખોટી વાતો ફેલાવનાર સ્થાપિત હિતો અને બેજવાબદાર લોકોની વાત નહી માનવા અનુરોધ કર્યો

Posted On: 21 APR 2020 4:04PM by PIB Ahmedabad

કોરોના વાયરસ સામેની આપણી લડતમાં મોટું પ્રદાન કરનાર રોટેરિયનોનું યોગદાન મૂલ્યવાન છે. હકિકતમાં પીએમ કેર્સ ફંડમાં યોગદાન ઉપરાંત હૉસ્પિટલો માટે સાધનો, સેનીટાઈઝર્સ, ભોજન, પીપીઈ કીટસ અને એન-95 માસ્ક મારફતે તેમણે જે યોગદાન આપ્યુ છે તે પ્રશંસાને પાત્ર છે.” કેન્દ્રના આરોગ્ય પ્રધાને દેશભરના રોટેરિયન્સ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરતાં જણાવ્યુ હતુ કે કોરોના વાયરસ સામેની લડતમાં નિસ્બત ધરાવતા વધુને વધુ લોકો સામેલ થાય તે અમારો ઉદ્દેશ છે. હું જ્યારથી જાહેર જીવનમાં જોડાયો તે પ્રથમ દિવસથી શરૂઆત કરીને દેશભરના રોટેરિયન્સ દિલ્હી અને ભારતમાં પોલિયો નાબૂદી માટે સેવા પૂરી પાડી રહ્યા છે તેનો હું સાક્ષી છું. વધુ એક વાર દુનિયાના 215 દેશમાં પ્રસરેલા રોટેરિયન્સ તેમનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કરી કોરોના વાયરસની અસરોને પરાસ્ત કરવામાં ભારત સરકાર સાથે કામ કરીને પડકારમાં પાર ઉતરવા માટે અહીં એકત્ર થયા છે. આપણે સૌએ સ્થિતિ અનુસાર વર્તન દાખવીને, સાથે મળીને દુનિયાના 215 દેશમાં પ્રસરી ચૂકેલા કોરોના વાયરસને હરાવવાનો છે.” તેમ તેમણે જણાવ્યું હતું.

ડો. હર્ષ વર્ધને પીએમ કેર્સ ફંડમાં રૂ.26 કરોડનુ ભંડોળ આપવા માટે રોટેરિયન્સનો આભાર માન્યો હતો. ઉપરાંત રોટોરિયન્સે રૂ.75 કરોડનાં કામો પણ કર્યાં છે. તેમણે બજાવેલી માનવતાવાદી કામગીરી પ્રશંસાપાત્ર છે.

હું તબક્કે કહેવાનુ પસંદ કરીશ કેચીને કોરોના વાયરસ અંગે દુનિયા ને જાણકારી આપી તે પછી તેનો સૌ પ્રથમ પ્રતિભાવ ભારતે આપ્યો હતો. બીજા દિવસે ભારતે સ્થિતિને મોનિટર કરવાની કામગીરી હાથ ધરી હતી અને મોનિટરીંગ જૂથની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ બદલાતી સ્થિતિ મુજબ પગલાં લેવા માટે મારા અધ્યક્ષ પદે પ્રધાનોના એક જૂથની રચના કરી હતી. દેશભરમાં કોરોના વાયરસ સામે લડતનાં મંડાણ માટે અને અત્યંત ભાવનાત્મક રીતે સામનો કરવા કદમ પૂરતાં હતાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લેવાયેલાં પગલાં અંગે તમારો હકારાત્મક અને યોગ્ય પ્રતિભાવ સાંભળીને મને ખૂબ સંતોષ થયો છે. દુનિયાના નેતાઓએ અને વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પગલાની પ્રશંસા કરી છે.તેમ તેમણે જણાવ્યું હતું.

મોટા ભાગના દેશો કોરોના વાયરસ માટેની રસી અને ઔષધો વિકસાવવામાં લાગી ગયાં છે. દુનિયાએ હકિકતની નોંધ લીધી છે કે કોરોના વાયરસ સામેની લડતમાં ભારત અન્ય દેશોની તુલનામાં ખૂબ બહેતર સ્થિતિમાં છે. રસી વિકસાવવામાં જ્યારે વધુ સમય લાગવાનો છે ત્યાં સુધીમાં આપણે અસરકારક સોશ્યલ વેકસીનનો આપણે લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીંગ અસરકારક રીતે અમલમાં મુકીને કામ કરવાનુ છે.”

નિસ્બત ધરાવતા ઘણા દેશો, જેની ખૂબ જરૂર છે તેવી રસી અને ઔષધો બનાવવામાં સામેલ થઈ ગયા છે, જો કે તે વિકસાવવાની અને અને દુનિયામાં અસર પામેલા લોકો માટે તેને રજૂ કરવાની મજલ ઘણી લાંબી છે. મારા ચાર્જ હેઠળની વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે પણ ઈનોવેશન્સ માટે કામ કરી રહ્યું છે અને કેટલાક પ્રોજેકટસને ભંડોળ પૂરૂ પાડી રહ્યું છે, જેને કારણે ટેસ્ટીંગની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી (SCTIMST) એક ઓછો ખર્ચ ધરાવતી ડાયોગ્નોસ્ટીક કીટ વિકસાવી છે. જે કોરોના વાયરસ હોવાનુ માત્ર 2 કલાકમાં કન્ફર્મ કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે કીટ વિકસાવવા માટે ભંડોળ પૂરૂ પાડ્યુ છે. તેને Chitra GeneLAMP-N તરીકે ઓળખવામાં આવે છે. તે SARS-CoV-2 N-gene શોધવા માટે ખૂબ ચોકસાઈથી કામ આપે છે અને જીનના બે ક્ષેત્રોને શોધી કાઢે છે. હાલમાં ફેલાયેલા કોરોના વાયરસમાં બે જીનમાંથી એક જીન નિષ્ક્રિય સ્થિતિમાં હોય તો પણ ટેસ્ટ નિષ્ફળ જતો નથી”. તેમ તેમણે જણાવ્યું હતું.

 

આપણી આસપાસ કેટલું જોખમ તોળાઈ રહ્યુ છે તેવા લોકોના કુતૂહલ અંગે ઉલ્લેખ કરીને ડો. હર્ષવર્ધને ભારપૂર્વક જણાવ્યું હતું કેઆરોગ્ય સેતુમોબાઈલ એપ્લિકેશન 5 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. મોબાઈલ એપ્લિકેશન ભારત સરકારે આવશ્યક આરોગ્ય સેવાઓને ભારતના લોકો સાથે જોડવા માટે કરી છે. એપ્લિકેશનનો ઉદ્દેશ એપ્લિકેશનનો ઉપયોગ કરનારને કોરોના વાયરસ અંગે નિયંત્રણ જોખમો, ઉત્તમ પ્રણાલિઓ અને સુસંગત માર્ગદર્શન અંગે ભારત સરકારના પ્રયાસોને વેગ આપવાનો છે.

કેન્દ્રના આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કેરોગચાળો ફેલાવા અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વિસ્તૃત માર્ગરેખાઓ બહાર પાડી છે અને અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા હાલની હેલ્થ કેર સિસ્ટમ કઈ રીતે આગળ ધપશે તે અંગે માર્ગદર્શન આપ્યું છે. આવા દર્દીઓને ટેલિ-કન્સલ્ટેશન, ડીજીટલ પ્રિસ્ક્રીપ્શન અને દવાઓની હોમ ડિલીવરી જેવી સગવડો પણ પૂરી પાડવાની રહેશે. ડો. હર્ષ વર્ધને હાલમાં ચાલી રહેલી અફવાઓ ફેલાવવાની પ્રવૃત્તિ અને ખોટી માહિતી પ્રસરાવવા કેટલાક સ્થાપિત હિતો તેમજ બેજવાબદાર લોકો કામ કરી રહ્યા છે તેમને નહીં માનવા રોટેરીયનોને અનુરોધ કર્યો હતો. પરિસ્થિતિમાંથી પાર ઉતરવા અમારી સરકારે 543 કરોડ લોકોને એસએમએસ મોકલાવ્યા છે અને આપણાં મોબાઈલ ફોનમાં વાતચીત શરૂ થાય તે પહેલાં અગાઉથી રેકર્ડ કરેલો કોલર ટ્યુન મેસેજ પણ સંભળાવવામાં આવે છે. ”

ડો. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે રોટેરિયનો પાસેથી સક્રિય સહયોગનો વધુ એક રાઉન્ડ પ્રાપ્ત થાય તે માટે હું આશાવાદી છું અને તે ચોક્કસપણે રાષ્ટ્રના ઉત્તમ હિતમાં પરિણામલક્ષી બની રહેશે.”

 

GP/DS



(Release ID: 1616756) Visitor Counter : 243