કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
ડો. જિતેન્દ્ર સિંહે સિવિલ સર્વિસીસ ડે પર કોવિડ-19 સામે ભારતની લડાઈમાં જરૂર સમયે અસરકારક સેવા બદલ સનદી અધિકારીઓની પ્રશંસા કરી
Posted On:
21 APR 2020 4:09PM by PIB Ahmedabad
રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સરકારી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન માટેનાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સ્તરે ઇન્ટરેક્ટિવ વીડિયો કોલિંગ દ્વારા સિવિલ સર્વિસીસ ડે 2020ની ઉજવણી કરવા દરમિયાન કોવિડ-19 સામે ભારતની લડાઈમાં જરૂરી સમયે અસરકારક સેવા પ્રદાન કરવા બદલ સનદી અધિકારીઓની પ્રશંસા કરી હતી. સનદી અધિકારીઓ વચ્ચે આંતરસેવા માટે સાથસહકાર વધારવાની અપીલ કરીને મંત્રીએ CARUNA પ્લેટફોર્મની સફળતાનું ઉદાહરણ ટાંક્યું હતું, જેમાં કુદરતી આપત્તિ સમય ટેકો આપવાના પ્રયાસમાં 29 સર્વિસ સંગઠનો એકમંચ પર આવ્યાં છે. ડો. સિંહે કોવિડ 19 સામે લડવાની સરકારની રાહત કામગીરીને ટેકો આપવા માટે એક દિવસનો પગાર પ્રાઇમ મિનિસ્ટર્સ કેર્સ ફંડમાં આપવાની સનદી અધિકારીઓની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરો કોવિડ 19 રોગચાળા સામે લડાઈનું નેતૃત્વ કરી રહ્યાં છે અને રોગચાળાને નિયંત્રણમાં લેવાની ભારતની સંભવિતતાનો આધાર સનદી અધિકારીઓની કામગીરી પર છે.
ડો. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, મોદી સરકારનો મંત્ર છે - “લઘુમત સરકાર, મહત્તમ વહીવટી.” છેલ્લાં 6 વર્ષમાં દેશમાં સરકારી સંસ્થાઓનું પુનર્ગઠન અને ઉચિત કદ કરવું, સંયુક્ત સચિવ સ્તરે મોડા પ્રવેશ જેવા ભરતીલક્ષી સુધારા, ઇ-સેવાઓ પૂરી પાડવા પર ભાર મૂકીને જાહેર સેવાઓની ડિલિવરીમાં સુધારો જેવા નોંધપાત્ર નાગરિક સેવા સુધારા થયા છે તેમજ નાગરિકોને કેન્દ્રમાં રાખીને કેટલીક પહેલો પણ હાથ ધરવામાં આવી છે.
વર્ષ 2019માં ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ અને નેશનલ ઇ-સર્વિસીસી ડિલિવરી એસેસ્સમેન્ટનું પ્રકાશન ભારતની નાગરિક સેવાઓના સ્તરને વધારીને આંતરરાષ્ટ્રીય સ્તરની નાગરિક સેવાના સ્તર જેટલું કરવાના પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના વહીવટી માળખાની ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા અને બંધારણીય મૂલ્યો જાળવવા માટે વ્યાપક સ્તરે પ્રશંસા થઈ છે.
ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જાહેર ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં વિસ્તૃત સુધારો સપ્ટેમ્બર, 2019થી હાથ ધરવામાં આવ્યો હતો તથા એનાથી ફરિયાદના નિવારણની ગુણવત્તામાં સુધારો થયો છે અને ફરિયાદનો નિકાલ કરવાના સમયમાં ઘટાડો થયો છે. આ સંબંધમાં તેમણે એ અંગે ખુશી વ્યક્ત કરી હતી કે, 1 એપ્રિલથી 20 એપ્રિલ, 2020 સુધી 20 દિવસના સમયગાળામાં નેશનલ મોનિટર ફોર કોવિડ 19 પબ્લિક ગ્રીવાન્સિસ (https://www.darpg.gov.in ) પર 25,000થી વધારે જાહેર ફરિયાદોનું નિવારણ થયું હતું, જેમાં સરેરાશ નિવારણ સમય ફરિયાદદીઠ 1.57 દિવસ હતો.
સિવિલ સર્વન્ટ્સ ડેની ઉજવણી 21 એપ્રિલ, 2020ના રોજ યોજાય છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડ 19 રોગચાળાને કારણે રાષ્ટ્રીય લોકડાઉનની જાહેરાતને પગલે મોકૂફ રાખવામાં આવી હતી. પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ્ઝ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2019 અને 2020 હવે 31 ઓક્ટોબર, 2020નાં રોજ એનાયત થશે, જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પણ છે.
અત્યાર સુધી કોવિડ સામેના સંઘર્ષમાં ડીઓપીટીની ઇ-લર્નિંગ પ્લેટફોર્મ (https://igot.gov.in) પર 1,44,736 વ્યક્તિઓની નોંધણી પર ડો. જિતેન્દ્ર સિંહે સંતોષ વ્યક્ત કર્યો હતો, જે ચાલુ મહિનાની 8 એપ્રિલના રોજ શરૂ થઈ હતી અને આ અભ્યાસક્રમને 96,268 ઉમેદવારોએ પૂર્ણ કર્યો છે.
અહીં એ બાબતનો ઉલ્લેખ કરવો ઉચિત છે કે, સરકારના કોવિડ 19ની રાહત કામગીરીમાં પોતાનો સાથસહકાર આપવા કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયમાં કાર્યરત સનદી અધિકારીઓએ અત્યાર સુધી પોતાનો એક દિવસના પગાર અને સીએસઆર પ્રદાન સ્વરૂપે રૂ. 4227 કરોડથી વધારેનું પ્રદાન પીએમ કેર્સ ફંડ માટે કર્યું છે.
GP/DS
(Release ID: 1616729)
Visitor Counter : 197