પંચાયતી રાજ મંત્રાલય

દેશમાં કોવિડ-19 મહામારીના ફેલાવાને રોકવા માટે જીલ્લા અને ગ્રામીણ સ્તરે સ્થાનિક વહીવટીતંત્ર જુદા જુદા પગલાઓ લઇ રહ્યું છે


આ પગલાઓમાં સ્થાનિક લોકોની પ્રાથમિક તપાસ, વિસ્તારમાં પ્રવેશતા અને બહાર જતા લોકોના મેડીકલ સ્ક્રીનીંગ માટે ચેક પોસ્ટની રચના કરવી, જાહેર સ્થળોનું નિયમિતપણે સેનીટાઈઝેશન કરવું અને ક્વોરન્ટાઇન કેન્દ્રો ઉભા કરવા તથા પ્રાપ્તિ કેન્દ્રો પર નિયમિતપણે દેખરેખ રાખવી તેનો સમાવેશ થાય છે

Posted On: 21 APR 2020 12:44PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના ફેલાવાને અટકાવવા માટે જીલ્લા અને ગ્રામીણ  સ્તરે સ્થાનિક વહીવટીતંત્ર જુદા જુદા પગલાઓ લઇ રહ્યું છે. કેટલાક ઉદાહરણો કે જે અન્ય લોકો દ્વારા પણ અનુસરવા યોગ્ય છે તે નીચે મુજબ છે

કર્ણાટક: ગામડાના લોકોની પ્રાથમિક તપાસ હાથ ધરવા માટે ગ્રામ પંચાયત દ્વારા રામનગર જીલ્લાના કનકપુર તાલુકાના ઉય્ય્મબલ્લી ગ્રામ પંચાયતમાં આશા વર્કર્સને થર્મલ સ્કેનર પુરા પાડવામાં આવ્યા.

પંજાબ: પંજાબના પઠાનકોટ જીલ્લામાં હરા ગામના સરપંચ પંચાયતને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાઓ લેવામાં પ્રેરણાદાયક બન્યા છે. તેણીએ કોવિડ-19 માટે અટકાયતી પગલાઓ વિષે પરિવારોને સમજાવવા માટે ઘરે ઘરે જઈને અભિયાન ચલાવ્યું છે. તેણીએ જાતે ફેસ માસ્ક સીવ્યા છે. તેણીએ અન્ય ગામોને જોડતા રસ્તાઓ બંદ કરાવ્યા છે અને ગામના દરેક પ્રવેશ દ્વાર પર ચેક પોસ્ટ બનાવડાવી છે. સરકારી શાળાને સરપંચની દેખરેખ હેઠળ આઈસોલેશન વોર્ડમાં બદલવામાં આવી છે.

રાજસ્થાન: કોવિડ-19 રોગચાળાના સંદર્ભમાં નાગૌર જીલ્લાની જયલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પહેલો.

  • સેનીટાઈઝેશન: નિયમિતપણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે અને ગામડાઓમાં સોડીયમ હાયપોકલોરાઈડનો છંટકાવ કરવામાં આવે છે.
  • ગ્રામ પંચાયતમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
  • ગ્રામ પંચાયતના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરિયાણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નિરાશ્રીતોને રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
  • રાહત સામગ્રીના કેન્દ્રોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમય સમય પર તપાસવામાં આવી રહ્યા છે.
  • જરૂરિયાતમંદ લોકોને રાંધેલું ભોજન અને અન્ય ખાદ્યાન્ન સામગ્રી પૂરી પાડવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
  • એડવાઇઝરીના આધાર પર ગ્રામ પંચાયત દ્વારા એક ક્વોરન્ટાઇન કેન્દ્ર (ગ્રામ પંચાયતની શાળા) ઉભું કરવામાં આવ્યું છે.
  • કરિયાણાની ચીજવસ્તુઓના વિતરણની સાથે એક સામાજિક સેવા સંસ્થાન દ્વારા ત્યજી દેવામાં આવેલ પશુઓ માટે ઘાસચારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
  • કોરોનાની બચાવ માટે સરકાર દ્વારા ઘરમાં રહેવાની આપવામાં આવેલી સૂચનાઓને માહિતી બોર્ડ, લાઉડસ્પીકર અને અન્ય માધ્યમોની મદદથી શક્ય તેટલા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેલંગાણા: તેલંગાણામાં જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રાપ્તિ કેન્દ્રો ઉપર કોઇપણ પ્રકારની બેદરકારીઓ તો નથી થતી તે ચકાસવા માટે ગામડાના પ્રાપ્ત કેન્દ્રોની અણધારી મુલાકાતો લેવામાં આવી હતી. યદાદ્રી અને ભૈંસાના કલેકટરોએ એક વારમાં પ્રક્રિયાને તપાસવા માટે અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને ખાદ્યાન્ન પ્રાપ્તિ માટે પારદર્શક અને જવાબદાર વ્યવસ્થાતંત્રની ખાતરી આપી હતી.

હિમાચલ પ્રદેશ:

  • દુની પંચાયત (કિન્નૌર જીલ્લો)ના મહિલા મંડળો દ્વારા તેમના પોતાના ખર્ચે ફેસ માસ્ક સીવવામાં આવી રહ્યા છે. મહિલાઓ પ્રતિ દિન 200થી વધુ માસ્ક તૈયાર કરી રહી છે અને પંચાયતમાં ખાસ કરીને ગરીબ મજૂરોને તેનું વિતરણ કરી રહી છે.
  • રોપા વેલી (કિન્નૌર જીલ્લો)ના ગ્રામ પંચાયત ગોબાંગ દ્વારા પંચાયત વિસ્તારમાં તમામ જાહેર સ્થળો અને સરકારી સંસ્થાનોને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે. પંચાયત દ્વારા નિયમિતપણે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

GP/DS



(Release ID: 1616700) Visitor Counter : 166