પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

FCI પાસે ચોખાનો સિલક જથ્થો આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર બનાવવા અને પેટ્રોલમાં મિશ્રણ માટે ઉપયોગમાં લેવા ઇથેનોલમાં રૂપાંતિરત કરવાની મંજૂરી અપાઇ

Posted On: 20 APR 2020 6:09PM by PIB Ahmedabad

જૈવિક ઇંધણ અંગે રાષ્ટ્રીય નીતિ, 2018માં પરિચ્છેદ 5.3માં બતાવવામાં આવ્યું છે કે, કૃષિ પાક વર્ષ દરમિયાન જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જરૂરિયાત કરતા વધુ ખાદ્યાન્નનો પૂરવઠો આવવાની અપેક્ષા હોવાનું અનુમાન કરવામાં આવે ત્યારે, નીતિ ખાદ્યાન્નના સિલક જથ્થાને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે, જે રાષ્ટ્રીય જૈવ ઇંધણ સંકલન સમિતિ (NBCC)ની મંજૂરીને આધિન છે.

 

આજે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં NBCCની સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) પાસે ચોખાના સિલક જથ્થાનું ઇથેનોલમાં રૂપાંતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેથી આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર બનાવવા અને ઇથોનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) કાર્યક્રમ માટે પેટ્રોલમાં મિશ્રણ માટે તેનો ઉપયોગ થઇ શકે.

 

 

GP/DS



(Release ID: 1616529) Visitor Counter : 256