સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે સરકારે મહત્વપૂર્ણ માનવ સંસાધનોનો ઑનલાઇન ડેટા પૂલ શરૂ કર્યો

ડૅશબોર્ડમાં કોવિડ સંબંધિત વિવિધ ગતિવિધિઓ માટે માનવ સંસાધનોના રાજ્યવાર અને જિલ્લાવાર વિશાળ પૂલમાં માહિતી ઉપલબ્ધ

રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને સ્થાનિક એકમોને માનવ સંસાધન માટે ઑનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો અનુરોધ

iGOT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઑનલાઇન મોડ્યૂલ્સના માધ્યમથી આરોગ્ય પ્રોફેશનલ્સની તાલીમ પર ભાર મૂકવામાં આવ્યો

Posted On: 19 APR 2020 7:33PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે રાજ્ય, જિલ્લા અને નગરપાલિકાના સ્તરે પાયાના સ્તરે વહીવટીતંત્રને ઉપયોગમાં લઇ શકાય તેમ માટે https://covidwarriors.gov.in પર આયુષ તબીબો સહિત તમામ તબીબો, નર્સો અને અન્ય સ્વાસ્થ્ય સેવા પ્રોફેશનલ્સ, NYK, NCC NSS, PMGKVY, નિવૃત્ત સૈન્યદળ કર્મચારીઓ વગેરે સ્વયંસેવકોનો ઑનલાઇન ડેટા તૈયાર કર્યો છે. માહિતી એક ડૅશબોર્ડ પર અપલોડ કરવામાં આવી છે જેને નિયમિત ધોરણે અપડેટ કરવામાં આવે છે. કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે જરૂરી માનવ સંસાધોનની માહિતી આમાં આપવામાં આવી છે જેનો એક સંયુક્ત પત્ર MSMEના સચિવ અને માનવ સંસાધન માટે સશક્ત સમૂહ- 4ના ચેરમેન શ્રી અરુણ કુમાર પાંડા તેમજ DoPTના સચિવ ડૉ. ચંદ્રમૌલી દ્વારા તમામ સચિવોને મોકલી આપવામાં આવ્યો છે. સંદેશાવ્યવહારમાં ટાંકવામાં આવ્યું છે કે, આરોગ્ય સેવા પ્રોફેશનલો અને સ્વયંસેવકોનો ડૅશબોર્ડ માસ્ટર ડેટાબેઝ હાલમાં કાર્યરત કરી દેવામાં આવ્યો છે. તેમાં રાજ્યવાર અને જિલ્લાવાર વિવિધ સમૂહોમાં ઉપલબ્ધ માનવ સંસાધનોની ખૂબ મોટી વિગતો આપવામાં આવી છે અને સાથે નોડલ અધિકારીઓની સંપર્કની વિગતો પણ આપેલી છે.

સંદેશા વ્યવહારમાં જણાવવામાં આવ્યું છે કે, ડૅશબોર્ડ દરેક ગ્રૂપમાં નોડલ અધિકારીઓ સાથે સંકલન કરીને વિવિધ સત્તામંડળો દ્વારા ઉપલબ્ધ માનવબળના આધારે કટોકટી વ્યવસ્થાપન/નિરાકરણ પ્લાન તૈયાર કરવા માટે ઉપલબ્ધ છે. ડેટાબેઝનો ઉપયોગ બેંકો, રેશનની દુકાનો, દવાના સ્ટોર વગેરે સ્થળે સામાજિક અંતરનું પાલન કરાવવા માટે અને વૃદ્ધ લોકો, દિવ્યાંગો અને નિરાધારોને મદદ કરવા માટે સ્વયંસેવકોની સેવાઓ મેળવવા માટે પણ થઇ શકે છે. આનાથી રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમના ઉપયોગ માટે એક સ્થળેથી અન્ય સ્થળે માનવબળને લઇ જવામાં પણ મદદ મળશે.

પત્રમાં વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ- એકીકૃત સરકારી ઑનલાઇન તાલીમ (iGOT) પોર્ટલ (https://igot.gov.in) પર મૂકવામાં આવેલા iGOT ઑનલાઇન તાલીમ મોડ્યૂલનો ઉપયોગ ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કામદારો, ટેકનિશિયનો, આયુષ ડૉક્ટરો અને સ્ટાફ તેમજ અગ્ર હરોળમાં રહીને કામ કરી રહેલા અન્ય કામદારો અને સ્વયંસેવકોની તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે કરવાનો અનુરોધ કરાયો છે.

પ્લેટફોર્મ પર કોઇપણ ઉપકરણ (મોબાઇલ/ લેપટોપ/ ડેસ્કટોપ) દ્વારા તાલીમ સામગ્રી/ મોડ્યૂલની કોઇપણ સમયે ઓનસાઇટ ડિલિવરી આપવામાં આવે છે. 105 વીડિયો અને 29 દસ્તાવેજો સાથે 12 અભ્યાસક્રમોના ભાગરૂપી 44 મોડ્યૂલ પહેલાંથી સાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે. સંદેશાવ્યવહારમાં જણાવવામાં આવ્યું છે કે, આમાં ઉમેરવામાં આવેલા કેટલાક અભ્યાસક્રમોમાં બેઝિક ઓફ કોવિડ, ચેપ નિવારણ અને નિયંત્રણ, PPEનો ઉપયોગ, ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશન, કોવિડ-19 કેસોનું વ્યવસ્થાપન (SARI, ADRS, સેપ્ટિક શૉક), લેબોરેટરી માટે નમૂનાનું એકત્રીકરણ અને પરીક્ષણ, ICU સંભાળ અને વેન્ટિલેશન વ્યવસ્થાપન સામેલ છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે, દરરોજ આવા અન્ય મોડ્યૂલ અપલોડ કરવામાં આવી રહ્ય છે. સંદેશાવ્યવહારમાં દરેક રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ અને સ્થાનિક એકમોને ઓળખી લેવાયેલા સંસાધનોને પોર્ટલની મદદથી તાકીદના ધોરણે તાલીમ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

અહીં નોંધનીય છે કે, ભારત સરકારે દેશમાં કોવિડ-19ના ઉપદ્રવના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા યોજનાઓ તૈયાર કરવા અને ઉકેલો પૂરા પાડવા માટે 11 સશક્ત સમૂહોની રચના કરી છે. MSMEના સચિવ ડૉ. પાંડાની અધ્યક્ષતામાં સશક્ત સમૂહ-4ને વિવિધ કોવિડ સંબંધિત પ્રવૃત્તિઓ માટે માનવ સંસાધનોની ઓળખ કરવાનું અને તેમની ક્ષમતા નિર્માણ માટે જરૂરી પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.

 

 

GP/DS(Release ID: 1616372) Visitor Counter : 115