ગૃહ મંત્રાલય

કોવિડ-19ના સંદર્ભમાં લાગુ કરવામાં પ્રવાસન પ્રતિબંધોના કારણે હાલમાં ભારતમાં રહેતા હોય તેવા વિદેશીઓને 3 મે 2020 સુધી કોન્સ્યુલર સેવાઓની મંજૂરી

Posted On: 17 APR 2020 8:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 08.03.2020ના રોજ કોવિડ-19ના સંદર્ભમાં લાગુ કરવામાં આવેલા પ્રવાસન પ્રતિબંધોના કારણે ભારતમાં રહેતા હોય તેવા વિદેશીઓને કોન્સ્યુલર સેવાઓ વિનામૂલ્ય ધોરણે 30 એપ્રિલ 2020 મંજૂરી આપવામાં આવી હતી.  (https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1613895)

બાબતે વિચાર કર્યા પછી, હાલમાં ભારતમાં ફસાયેલા લોકોને વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારીઓ/ વિદેશીઓ માટે વિદેશી નોંધણી અધિકારીઓ દ્વારા આપવામાં આવતી નીચે ઉલ્લેખ કરેલી કોન્સ્યુલર સેવાઓનો સમયગાળો લંબાવવામાંનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દુનિયાના ઘણા ભાગોમાં કોવિડ-19ના ફેલાવાના કારણે અને ભારતીય સત્તાધિશો દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રવાસન પ્રતિબંધોના કારણે ભારતમાં ફસાયેલા હોય તેવા વિદેશી નાગરિકોના નિયમિત વીઝા, -વિઝા અને શરતી રોકાણ અને જેમના વીઝા 01.02.2020 (મધ્યરાત્રિ)થી 03.05.2020 (મધ્યરાત્રિ) સુધીના સમયગાળમાં પૂરા થઇ ગયા છે અથવા પૂરા થવાના છે તેમને વિદેશી દ્વારા ઑનલાઇન અરજી કર્યા પછીવિનામૂલ્યધોરણે 03.05.2020 સુધી વીઝા લંબાવવામાં આવશે. જો સમયગાળા દરમિયાન આવી વિદેશી વ્યક્તિ દ્વારા બહાર નીકળવાની અરજી કરવામાં આવશે તો, 03.05.2020થી આગળ 14 દિવસ એટલે કે, 17.05.2020 સુધી વધુ રોકાણ માટે દંડ લીધા વગર તેમને મંજૂરી આપવામાં આવશે.

03.05.2020 સુધી વિદેશીઓને કોન્સ્યુલર સેવાઓની મંજૂરી જોવા માટે અહીં ક્લિક કરો


(Release ID: 1615728) Visitor Counter : 230