નાગરિક ઉડ્ડયન મંત્રાલય
સમગ્ર દેશમાં આવશ્યક તબીબી પૂરવઠાનું પરિવહન કરવા માટે લાઇફલાઇન ઉડાન હેઠળ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું
Posted On:
18 APR 2020 1:09PM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 175 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 463.15 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા આજની તારીખ સુધીમાં કુલ 2,73,275 કિમી થી વધુ અંતર કાપવામાં આવ્યું છે.
લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સની તારીખ અનુસાર વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
અનુક્રમ નંબર
|
તારીખ
|
એર ઇન્ડિયા
|
અલાયન્સ
|
IAF
|
ઇન્ડિગો
|
સ્પાઇસજેટ
|
કુલ
|
1
|
26.3.2020
|
2
|
-
|
-
|
-
|
2
|
4
|
2
|
27.3.2020
|
4
|
9
|
1
|
-
|
-
|
14
|
3
|
28.3.2020
|
4
|
8
|
-
|
6
|
-
|
18
|
4
|
29.3.2020
|
4
|
9
|
6
|
-
|
-
|
19
|
5
|
30.3.2020
|
4
|
-
|
3
|
-
|
-
|
7
|
6
|
31.3.2020
|
9
|
2
|
1
|
-
|
-
|
12
|
7
|
01.4.2020
|
3
|
3
|
4
|
-
|
-
|
10
|
8
|
02.4.2020
|
4
|
5
|
3
|
-
|
-
|
12
|
9
|
03.4.2020
|
8
|
-
|
2
|
-
|
-
|
10
|
10
|
04.4.2020
|
4
|
3
|
2
|
-
|
-
|
9
|
11
|
05.4.2020
|
-
|
-
|
16
|
-
|
-
|
16
|
12
|
06.4.2020
|
3
|
4
|
13
|
-
|
-
|
20
|
13
|
07.4.2020
|
4
|
2
|
3
|
-
|
-
|
9
|
14
|
08.4.2020
|
3
|
-
|
3
|
-
|
-
|
6
|
15
|
09.4.2020
|
4
|
8
|
1
|
-
|
-
|
13
|
16
|
10.4.2020
|
2
|
4
|
2
|
-
|
-
|
8
|
17
|
11.4.2020
|
5
|
4
|
18
|
-
|
-
|
27
|
18
|
12.4.2020
|
2
|
2
|
-
|
-
|
-
|
4
|
19
|
13.4.2020
|
3
|
3
|
3
|
-
|
-
|
9
|
20
|
14.4.2020
|
4
|
5
|
4
|
-
|
-
|
13
|
21
|
15.4.2020
|
2
|
5
|
-
|
-
|
-
|
7
|
22
|
16.4.2020
|
9
|
-
|
6
|
-
|
-
|
15
|
23
|
17.4.2020
|
4
|
8
|
-
|
-
|
-
|
12
|
|
કુલ
|
91
|
84
|
91
|
6
|
2
|
274
|
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે.
સ્થાનિક લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સનું પરિચાલન હબ એન્ડ સ્પોક મોડેલથી કરવામાં આવે છે. દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલોર અને ગુવાહાટી ખાતે કાર્ગો હબની સ્થાપના કરવામાં આવી છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ આ હબને દીબ્રુગઢ, અગરતલા, ઐઝવાલ, દીમાપુર, ઇમ્ફાલ, જોરહાત, લેંગપુઇ, મૈસૂર, નાગપુર, કોઇમ્બતૂર, ત્રિવેન્દ્રમ, ભૂવનેશ્વર, રાયપુર, રાંચી, શ્રીનગર, પોર્ટ બ્લેર, પટણા, કોચીન, વિજયવાડા, અમદાવાદ, જમ્મુ, કારગીલ, લદ્દાખ, ચંદીગઢ, ગોવા, ભોપાલ અને પૂણે ખાતે આવેલા હવાઇમથક (સ્પોક) સાથે જોડે છે. પૂર્વોત્તરના પ્રદેશો, ટાપુ વિસ્તારો અને પર્વતીય પ્રદેશો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયા અને ભારતીય વાયુદળે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પૂર્વોત્તર તેમજ અન્ય ટાપુ પ્રદેશો માટે પ્રાથમિક ધોરણે જોડાણ કર્યું છે.
સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 17 એપ્રિલ 2020 દરમિયાન 393 કાર્ગો વિમાનોનું પરિચાલન કરીને 5,64,691 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 3183 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 126 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 17 એપ્રિલ 2020 દરમિયાન 134 સ્થાનિક ઉડાન દ્વારા 1,32,295 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 2122 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3થી 17 એપ્રિલ દરમિયાન 29 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 26,698 કિમીનું અંતર કાપીને 31 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર : ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-19 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે 4 એપ્રિલ 2020થી એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું તેની તારીખ અનુસાર વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
અનુક્રમ નંબર
|
તારીખ
|
ગંતવ્ય સ્થાન
|
જથ્થો (ટન)
|
1
|
04.4.2020
|
શાંઘાઇ
|
21
|
2
|
07.4.2020
|
હોંગકોંગ
|
06
|
3
|
09.4.2020
|
શાંઘાઇ
|
22
|
4
|
10.4.2020
|
શાંઘાઇ
|
18
|
5
|
11.4.2020
|
શાંઘાઇ
|
18
|
6
|
12.4.2020
|
શાંઘાઇ
|
24
|
7
|
14.4.2020
|
હોંગકોંગ
|
11
|
8
|
14.4.2020
|
શાંઘાઇ
|
22
|
9
|
16.4.2020
|
શાંઘાઇ
|
22
|
10
|
16.4.2020
|
હોંગકોંગ
|
17
|
11
|
16.4.2020
|
સીઓલ
|
05
|
12
|
17.4.2020
|
શાંઘાઇ
|
21
|
|
|
કુલ
|
207
|
એર ઇન્ડિયાએ 15 એપ્રિલ 2020ના રોજ કૃષિ ઉડાન કાર્યક્રમ અંતર્ગત મુંબઇ અને ફ્રેન્કફર્ટ વચ્ચે તેમની બીજી ફ્લાઇટ ચલાવી હતી જેમાં 27 ટન મોસમી ફળ અને શાકભાજીનો જથ્થો ફ્રેન્કફર્ટ લઇ જવામાં આવ્યો હતો અને વળતી ઉડાનમાં સામાન્ય માલસામાનનો 10 ટનનો જથ્થો લાવવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાએ પ્રથમ કૃષિ ઉડાન ફ્લાઇટ 13 એપ્રિલના રોજ મુંબઇ અને લંડન વચ્ચે ચલાવી હતી જેમાં 28.95 ટન ફળ અને શાકભાજીનો જથ્થો લઇ જવામાં આવ્યો હતો અને 15.6 ટન સામગ્રીનો જથ્થો લાવવામાં આવ્યો હતો. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અન્ય દેશોમાં વાયુ માર્ગે લઇ જવા માટે સમયપત્રક અનુસાર સમર્પિત કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરશે. એર ઇન્ડિયા આવી પહેલી ફ્લાઇટ 15 એપ્રિલ 2020ના રોજ દિલ્હી- સેચેલ્સ- મોરેશિયસ- દિલ્હી વચ્ચે ચલાવી હતી જેમાં તબીબી પૂરવઠા માટે 3.4 ટન જથ્થો સેચેલ્સ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને 12.6 ટન માલસામાન મોરેશિયસ લઇ જવામાં આવ્યો હતો.
GP/DS
(Release ID: 1615720)
Visitor Counter : 277
Read this release in:
English
,
Kannada
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu