માહિતી અને પ્રસારણ મંત્રાલય

DD અને AIR ઉપર શૈક્ષણિક સામગ્રી/ વર્ચ્યુઅલ વર્ગોનું પ્રસારણ

Posted On: 16 APR 2020 10:02PM by PIB Ahmedabad

ભારતનું સાર્વજનિક પ્રસારણકર્તા વર્તમાન સમયમાં ચાલી રહેલા લોકડાઉનના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદ કરી રહ્યું છે. અનેક રાજ્ય સરકારના સંસ્થાનો સાથે સંકલન સાધીને દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો ટીવી, રેડિયો અને યુટ્યુબ ઉપર સમગ્ર દેશમાં તેમની પ્રાદેશિક ચેનલોના માધ્યમથી વર્ચ્યુઅલ વર્ગો અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું પ્રસારણ કરી રહ્યા છે.

શાળાના વર્ગોની ગેરહાજરીના સમયમાં વર્ચ્યુઅલ વર્ગો લાખો વિદ્યાર્થીઓને અને ખાસ કરીને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને તેમની બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરી રહ્યા છે.

સામગ્રી

DD અને AIRના માધ્યમથી આપવામાં આવતા વર્ચ્યુઅલ શિક્ષણમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ આધારિત સામગ્રીનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોમાં માધ્યમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને 10માં ધોરણના વિદ્યાર્થીઓ માટે મોડલ પ્રશ્ન પત્ર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આમાંના ઘણા વર્ગો વિદ્યાર્થીઓને તેમના એન્જીનીયરીંગ અને મેડીકલની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ મદદ કરે છે.

શિક્ષણને રસપ્રદ બનાવી રાખવા માટે કેટલાક રાજ્યોમાં અભ્યાસક્રમની સામગ્રી ઉપરાંત પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા વાર્તા કથન અને ક્વિઝ શોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

ઘરમાં રહીને પણ વિદ્યાર્થીઓમાં શિસ્તના ગુણો કેળવી શકાય તે માટે મોટાભાગના વર્ગો વહેલી સવારે શરુ થાય છે અને બપોરે તેમનું પુનરાવર્તન પણ કરવામાં આવે છે.

દૂરદર્શન

જે કેન્દ્રો પહેલેથી વર્ચ્યુઅલ વર્ગોનું પ્રસારણ કરી રહ્યા છે તેમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

ઓલ ઇન્ડિયા રેડિયો

જે સ્ટેશન વર્ચ્યુઅલ વર્ગોનું પ્રસારણ કરી રહ્યા છે તેમાં વિજયવાડા, હૈદરાબાદ, બેંગલુરુ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર, પુડુચેરી, મદુરાઈ, ત્રિવેન્દ્રમ, તીરુનેલવેલી, પણજી, જલગાંવ, રત્નાગિરી, સાંગલી, પરભાની, ઔરંગાબાદ, પુણે, નાગપુર, મુંબઈ, ગંગટોક, ગુવાહાટી, બિકાનેર, ઉદયપુર, જોધપુર, જયપુરનો સમાવેશ થાય છે.

જે સ્ટેશનો શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરી રહ્યા છે તેમાં ભોપાલ, ચેન્નાઈ, કોઝીકોડ, થ્રીસુરનો સમાવેશ થાય છે.

એકંદરે કોઇપણ DD ચેનલ દરરોજ સરેરાશ 2.5 કલાકની શૈક્ષણિક સામગ્રી પ્રસારિત કરી રહી છે અને કોઇપણ ઓલ ઇન્ડિયા રેડિયો ચેનલ દરરોજ ૩૦ મિનીટનો શૈક્ષણિક કાર્યક્રમ પ્રસારિત કરી રહી છે.

ઉપરાંત સંપૂર્ણ DD નેટવર્કમાં પ્રતિદિન 17 કલાકની સામગ્રી અને ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્ક ઉપર દરરોજ 11 કલાકની સામગ્રી પ્રસારિત થઇ રહી છે.

પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમોની વિસ્તૃત યાદી નીચે મુજબ છે:

DD કેન્દ્રો દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલ શૈક્ષણિક કાર્યક્રમોની વિસ્તૃત માહિતી

ક્રમ સંખ્યા

સ્ટેશનનું નામ

કાર્યક્રમની વિગતો

ફ્રિકવન્સી

સમયગાળો

સંલગ્ન શૈક્ષણિક સંસ્થા

1

બેંગલુરુ

12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અને કોમન એન્જીનીયરીંગ પરીક્ષાઓ માટે  ફિઝીક્સ, કેમિસ્ટ્રી અને ગણિતના વર્ગો

દરરોજ

3 કલાક

 

2

વિજયવાડા

10મા અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમને લગતા વર્ગો

દરરોજ

2 કલાક

રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ

3

જમ્મુ અને કાશ્મીર

10મા અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમને લગતા વર્ગો

દરરોજ

1 કલાક

ડાયરેક્ટરેટ ઓફ સ્કુલ એજ્યુકેશન

4

હૈદરાબાદ

10મા અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમને લગતા વર્ગો

દરરોજ

2 કલાક

રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ

5

અમદાવાદ

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સ્તરના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ આધારિત વર્ગો

દરરોજ

2 કલાક

ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, ગુજરાત સરકાર

 

6

ચેન્નાઈ

10માં ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રહેલા વિષયો અને મોડલ પ્રશ્ન પત્રો

દરરોજ

1 કલાક

તમિલનાડુ શિક્ષણ વિભાગ

7

ત્રિવેન્દ્રમ

12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા છોડ્યાના પ્રમાણપત્રના વિષયો.

 

ક્વિઝ શો

દરરોજ

 

 

 

 

 

 

અઠવાડિક

3 કલાક

સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી

8

પણજી

ક્વિઝ શો

અઠવાડિક

30 મિનીટ

ઘરમાં

9

જલંધર

 

 

 

કાર્ય પ્રગતીમાં, ટૂંક સમયમાં શરુ થશે

10

લખનઉ

 

 

 

કાર્ય પ્રગતીમાં, ટૂંક સમયમાં શરુ થશે

11

વારાણસી

 

 

 

પાયાના શૈક્ષણિક અધિકારો પ્રસારણ માટે સંપર્ક કરી રહ્યા છે. તેમના પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છે.

12

શિમલા

 

 

 

ડાયરેક્ટરેટ ઓફ એજ્યુકેશન તરફથી પ્રસ્તાવ પ્રાપ્ત થઇ ગયો છે ને વહેલામાં વહેલી તકે શરુ થશે.

13

પટના

 

 

 

DD બિહારે સંદર્ભે રાજ્ય શિક્ષણ વિભાગનો સંપર્ક કર્યો છે.

 

 

AIR સ્ટેશનો દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલા શૈક્ષણિક કાર્યક્રમોની વિસ્તૃત માહિતી

ક્રમ સંખ્યા

સ્ટેશનનું નામ

કાર્યક્રમની વિગતો

ફ્રિકવન્સી

સમયગાળો

સંલગ્ન શૈક્ષણિક સંસ્થાન

1

AIR ભોપાલ

રેડિયો સ્કુલ (પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા વાર્તા કથન)

અઠવાડિયામાં 6 દિવસ

60 મિનીટ

રાજ્ય શિક્ષા કેન્દ્ર, ભોપાલ

2

AIR હૈદરાબાદ

ડૉ. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સીટી એજ્યુકેશનલ પ્રોગ્રામ

દરરોજ

15 મિનીટ

ડૉ. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સીટી, હૈદરાબાદ

3

AIR વિજયવાડા

વિન્દમ નેરચુકુન્દમ

સોમવારથી શુક્રવાર

30 મિનીટ

સમગ્ર શિક્ષા અભિયાન, આંધ્રપ્રદેશ સરકાર

4

AIR ચેન્નાઈ

ધોરણ 10 ( AIR ચેન્નાઈ દ્વારા તમિલનાડુ અને પુડુચેરી પ્રદેશના તમામ AIR સ્ટેશનો માટે કાર્યક્રમનો ઉદ્ગમ)

દરેક રવિવારે બપોરે 2:૩૦ વાગ્યે

15 મિનીટ

 

5

AIR તિરુવનંતપુરમ

 

બુધવાર, ગુરુવાર, શુક્રવાર

 

14 મિનીટ

વર્તમાન સમયમાં કોઇપણ શૈક્ષણિક સંસ્થાન સાથે કોઈ જોડાણ નહી

6

AIR કોઝીકોડ

 

સોમવાર

14 મિનીટ

વર્તમાન સમયમાં કોઇપણ શૈક્ષણિક સંસ્થાન સાથે કોઈ જોડાણ નહી

7

AIR થ્રીસુ

 

મંગળવાર

14 મિનીટ

વર્તમાન સમયમાં કોઇપણ શૈક્ષણિક સંસ્થાન સાથે કોઈ જોડાણ નહી

8

AIR જયપુર,

AIR જોધપુર,

AIR બિકાનેર,

AIR ઉદયપુર

વિદ્યાલય પ્રસારણ

૮૦ પુસ્તકોના પાઠ,

28 પરીક્ષાના પાઠ, 60 બિન અભ્યાસક્રમના પાઠ

તમામ શાળાના કામકાજના દિવસોમાં (જુલાઈથી માર્ચ સુધી)

20 મિનીટ

રાજસ્થાન રાજ્ય શૈક્ષણિક અનુસંધાન એવં પ્રશિક્ષણ પરિષદ, ઉદયપુર, રાજસ્થાન

9

AIR ગુવાહાટી

વિશ્વ વિદ્યા

દર સોમવાર, બુધવાર અને શુક્રવાર

15 મિનીટ

સ્ટેટ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ અને SSAની સાથે સંકલન સાધીને

10

AIR લેહ

 

 

સવારમાં 60 મિનીટ (પ્રસ્તાવ અનુસાર)

ઓફીસ ઓફ ધી ચીફ એજ્યુકેશન ઓફિસર, લેહ

13

AIR શ્રીનગર

4 પાઠ દરરોજ

 

30 મિનીટ

ડાયરેક્ટરે ઓફ સ્કુલ એજ્યુકેશન

14

AIR ગંગટોક

 

વર્ગો 16મી એપ્રિલ૨૦થી શરુ થશે (સોમવારથી શનિવાર)

60 મિનીટ

સિક્કિમ સરકારનો શિક્ષણ વિભાગ

16

AIR મુંબઈ

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

17

AIR પુણે

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

18

AIR નાગપુર

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

19

AIR ઔરંગાબાદ

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

20

AIR પરભાની

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

21

AIR સાંગલી

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

22

AIR રત્નાગિરી

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

23

AIR જલગાંવ

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

24

AIR પણજી

ખુલા આકાશ

શાળાના દિવસો દરમિયાન

25 મિનીટ

 

27

AIR તિરુચિરાપલ્લી

ધોરણ 12 (તમિલનાડુ અને પુડુચેરી પ્રદેશમાં વૈકલ્પિક આધાર પર ચેન્નાઈ સિવાય અન્ય AIR સ્ટેશનો દ્વારા કાર્યક્રમનો ઉદભવ)

દરેક શનિવારે સવારે 11.40 વાગ્યે

 

 

28

AIR કોઇમ્બતુર

ધોરણ 12 (તમિલનાડુ અને પુડુચેરી પ્રદેશમાં વૈકલ્પિક આધાર પર ચેન્નાઈ સિવાય અન્ય AIR સ્ટેશનો દ્વારા કાર્યક્રમનો ઉદભવ)

દરેક શનિવારે સવારે 11.40 વાગ્યે

 

 

29

AIR મદુરાઈ

ધોરણ 12 (તમિલનાડુ અને પુડુચેરી પ્રદેશમાં વૈકલ્પિક આધાર પર ચેન્નાઈ સિવાય અન્ય AIR સ્ટેશનો દ્વારા કાર્યક્રમનો ઉદભવ)

દરેક શનિવારે સવારે 11.40 વાગ્યે

 

 

30

AIR તીરુનેલવેલી

ધોરણ 12 (તમિલનાડુ અને પુડુચેરી પ્રદેશમાં વૈકલ્પિક આધાર પર ચેન્નાઈ સિવાય અન્ય AIR સ્ટેશનો દ્વારા કાર્યક્રમનો ઉદભવ)

દરેક શનિવારે સવારે 11.40 વાગ્યે

 

 

 

GP/DS



(Release ID: 1615514) Visitor Counter : 625