ગ્રામીણ વિકાસ મંત્રાલય

ગ્રામ વિકાસ, ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગના પ્રધાન શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળની તમામ ફ્લેગશીપ યોજનાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરી


રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મનરેગાના વર્ષ 2019-20ના બાકી નાણાં અને વર્ષ 2020-21ના પ્રથમ પખવાડિયાના બાકી નાણાં માટે રૂ.7300 કરોડ છૂટા કર્યા

શ્રી તોમરે માર્ગદર્શન આપ્યું કે પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના આશરે 40 લાખ લાભાર્થીઓ કે જેમને ભંડોળનો બીજો અને ત્રીજો હપ્તો મળ્યો છે તેમને પોતાના આવાસ એકમો પૂરા કરવા ઝડપી સહાય કરવી

Posted On: 16 APR 2020 6:58PM by PIB Ahmedabad

ગ્રામીણ વિકાસ ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ  તોમરે ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળની તમામ ફ્લેગશીપ યોજનાઓ માટે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ, સચિવ (ગ્રામ વિકાસ), શ્રી રાજેશ ભૂષણ અને મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.

 

શ્રી નરેન્દ્ર સિંહ તોમરે હકિકતની પ્રશંસા કરી હતી કે માત્ર મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરંટી સ્કીમ (મનરેગા) ના નાણાંકિય વર્ષ 2019-2020ના બાકી નાણાં ચૂકવવા માટે નહીં પણ ચાલુ નાણાંકિય વર્ષના પ્રથમ પખવાડિયાના ચૂકવવાના થતા નાણાં માટે રૂ.7300 કરોડ છૂટા કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે જે વિસ્તારો કન્ટેઈનમેન્ટમાં નથી તેવા વિસ્તારોમાં પણ સોશ્યલ ડીસ્ટન્સીંગ પર પૂરતું ધ્યાન આપવું અને ચહેરો ઢાંકે તેવા સુરક્ષાત્મક આવરણનો ઉપયોગ કરવો. કામગીરી કાર્યક્ષમ રીતે કરવી. સિંચાઈ, જળ સંરક્ષણ અને જમીનનું ધોવાણ થતું અટકાવવા માટેના કામો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું.

 

મંત્રીશ્રીએ સંતોષ સાથે નોંધ લીધી હતી કે 93,000 થી વધુ સ્વસહાય જૂથના સભ્યો સુરક્ષાત્મક સુતરાઉ ફેસકવરના ઉત્પાદનમાં તથા સેનીટાઈઝેશનના ઉત્પાદનમાં લાગેલા છે અને ગ્રામ્ય વસતિના દયનિય સ્થિતિમાં જીવતા લોકો માટે સામુદાયિક રસોડા પણ ચલાવી રહ્યા છે. તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે ગામડાંઓમાં આજીવિકા પ્રવૃત્તિને મજબૂત બનાવવા અને ગ્રામ્ય અર્થતંત્રમાં પ્રવાહિતા લાવવા માટે દિનદયાળ અંત્યોદય યોજના- રૂરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) માં બેંક સખી અને પશુ સખીની સંખ્યા વિસ્તારવામાં ધ્યાન કેન્દ્રિત કરવું. આવા પ્રયાસો કરવાથી બેંક ધિરાણ અને પશુ પાલન સર્વિસીસ ગ્રામ્ય મહિલાઓને ઘર આંગણે પહોંચાડી શકાશે.

 

મંત્રીશ્રીએ દિનદયાળ ઉપાધ્યાન ગ્રામીણ કૌશલ યોજના (DDUGKY) માટે -સામગ્રી વિકસાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

 

શ્રી તોમરે નોંધ લીધી હતી કે પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂ.19,500 કરોડનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું છે અને તેમાંથી રૂ.800.63 કરોડ રાજ્યો માટે છૂટા કરવામાં આવ્યા છે. તેમણે એવી સલાહ આપી હતી કે જે 40 લાખ લાભાર્થીઓ કે જેમને પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના ભંડોળમાંથી બીજો અને ત્રીજો હપ્તો મળી ગયો છે તેમના આવાસ એકમો ઝડપથી પૂરા થાય તે માટે સક્રિય બનીને સહાય કરવી. મંત્રીશ્રીએ અધિકારીઓને વધુમાં સલાહ આપી હતી કે લૉકડાઉનના ગાળાનો ઉપયોગ જીલ્લા અને રાજ્ય સ્તરની દિશા કમિટીઓની બેઠકો યોજવા અને સ્થિતિને સમધારણ કરવા માટે ઉપયોગ કરવો. તેમણે દિશા બેઠકોમાં લેવામાં આવતા નિર્ણયોના અસરકારક મોનિટરીંગ ઉપર પણ ભાર મૂક્યો હતો. જેથી દિશા પ્લેટફોર્મને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય.

 

 

GP/DS

 



(Release ID: 1615195) Visitor Counter : 144