વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ચિત્રા જીનએલએએમપી-એન ટેસ્ટ કોરોના વાયરસ છે કે નહીં તેનું પરિણામ માત્ર 2 કલાકમાં નક્કી કરે છે


ચિત્રા જીનએલએએમપી-એન 100 ટકા ચોકસાઈ ધરાવે છે અને આરટી-પીસીઆર
ટેસ્ટના પરિણામ સાથે મેચ થાય છે.

એક મશીનની એક બેચમાં કુલ 30 સેમ્પલ ટેસ્ટ થઈ શકે છે

Posted On: 16 APR 2020 6:51PM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ના નેજા હેઠળ કામ કરતી રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી ત્રિવેન્દ્રમે એવી ડાયગ્નોસ્ટીક કીટ વિકસાવી છે કે જે કોરોના વાયરસ હોવાનું ખૂબ ઓછા ખર્ચે માત્ર બે કલાકમાં નિશ્ચિત કરી આપે છે.

નિશ્ચિત નિદાન પૂરૂ પાડતો ટેસ્ટ કે જે SARS- COV2ના એન જીનને રિવર્સ ટ્રાન્સ્ક્રીપ્ટેસ લૂપ-મીડીએટેડ એમ્પલીફીકેશન ઓફ વાયર ન્યુક્લીક એસીડ (RT-LAMP) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે, તે વિશ્વમાં સૌ પ્રથમ નહીં તો, કેટલાક પ્રથમ સંશોધનોમાંના એક તરીકે સ્થાન પામશે.

Chitra GeneLAMP-N તરીકે ઓળખાતા ટેસ્ટ કીટ માટેનું ભંડોળ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે પૂરૂ પાડ્યું છે, જે SARS- COV2 માટે છે અને જીનના બે રિજીયનને શોધી શકે છે અને બાબતની ખાત્રી રહે છે કે વાયરલ જીનમાં તેના હાલના પ્રસાર દરમ્યાન પરિવર્તન થાય તો પણ એક પણ રિજીયનમાં નિષ્ફળ જાય નહીં.

ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મારફતે અધિકૃત કરાયેલો અને એનઆઈવી અલાપ્પુઝા દ્વારા કરવામાં આવેલો ટેસ્ટ દર્શાવે છે કે Chitra GeneLAMP-N 100 ટકા ચોકસાઈ ધરાવે છે અને

આરટી-પીસીઆરનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ટેસ્ટના પરિણામ સાથે મેચ થાય છે. બાબતે પ્રકારના ટેસ્ટને મંજૂર કરતી ઓથોરિટી, ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને કોરોના વાયરસ માટે કરાયેલા ટેસ્ટ અંગે જાણ કરવામાં આવી છે. હવે પછી સીડીએસસીઓ પાસેથી તેના ઉત્પાદન માટે જરૂરી લાયસન્સ મેળવવામાં આવશે.
હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતા પીસીઆર કીટસ સ્ક્રીનીંગ માટે -જીન અને ખાત્રી માટે RdRp જીનને શોધી કાઢે છે Chitra GeneLAMP-N જીન ટેસ્ટીંગથી હવે, સ્ક્રીનીંગ ટેસ્ટની જરૂર વગર એક ટેસ્ટમાં ખાત્રીથી પરિણામ મળશે અને એમાં ખર્ચ પણ ઓછો આવશે.

પરિક્ષણનો ટાઈમ 10 મિનીટનો છે અને સેમ્પલથી પરિણામનો સમય (RNA કાઢવાથી માંડીને સ્વેબથી RT-LAMP શોધવાનો સમય) 2 કલાકથી પણ ઓછો રહેશે. એક મશીનની સિંગલ બેચમાં કુલ 30 સેમ્પલનું ટેસ્ટીંગ થઈ શકે છે. કારણે દરરોજ મોટી સંખ્યામાં સેમ્પલનું ટેસ્ટીંગ થઈ શકે છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રો. આશુતોષ શર્મા જણાવે છે કે "શ્રી ચિત્રા દ્વારા COVID1-9 નું નિદાન ખૂબ ઝડપથી વિક્રમ સમયમાં સુનિશ્ચિત થાય છે, જે દર્શાવે છે કે ક્લિનિશ્યન્સ અને સાયન્ટીસ્ટસની ટીમે સાથે મળીને પોતાના જ્ઞાન અને માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરીને સુસંગત સંશોધન કર્યું છે. શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી ખાતેના ટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની 4 અન્ય સંસ્થાઓએ સાથે મળીને પાયાના સંશોધનનું રૂપાંતર કરીને મહત્વની ટેકનોલોજી પ્રાપ્ત કરી છે."

ટેસ્ટીંગ સુવિધા જીલ્લા હોસ્પિટલની લેબોરેટરીઝમાં પણ આસાનીથી ગોઠવી શકાય છે અને તેમાં સુવિધાઓ અને તાલિમ પામેલા ટેકનિશ્યનોની મર્યાદિત જરૂર પડે છે. મળેલું પરિણામ મશીન ઉપર ફ્લુરોસીનથી વાંચી શકાય છે. એલએએમપીની વી ડિવાઈસથી ટેસ્ટીંગનો અને 2 રિજીયન માટેના એન જીન (RNA એક્સેટન્શન સહિત) ના ટેસ્ટીંગનો ખર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ દીઠ રૂ.1000 થી ઓછો આવે છે.

 

શ્રી ચિત્રાએ ઉપરાંત સ્પેસીફીક RNA એક્સટ્રેક્શન કીટસ અને ટેસ્ટીંગ ડિવાઈસીસ વિકસાવી છે. ટેકનોલોજી ઉત્પાદન માટે મેસર્સ અગાપ્પે ડાયગ્નોસ્ટીક્સ લિ., એર્નાકુલમને તબદીલ કરાઈ છે, જે ઈન-વીટ્રો ડાયગ્નોસ્ટીક્સમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે કામગીરી કરે છે.

ઈન્સ્ટીટ્યુટની બાયોમેડિકલ ટેકનોલોજી વીંગના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઈડ બાયોલોજી હેઠળના મોલેક્યુલર મેડીસીન ડિવિઝનના સાયન્ટીસ્ટ- ઈન-ચાર્જ ડો. અનુભ થીક્કુવિટ્ટીલ અન તેમની ટીમ દ્વારા કીટ છેલ્લા 3 સપ્તાહમાં વિકસાવાઈ છે.

 

વધુ માહિતી માટે કૃપયા સંપર્ક કરોઃ કુ. સ્વપના વામદેવન, પીઆરઓ, એસસીટીઆઈએમએસટી, Mob: 9656815943, Email: pro@sctimst.ac.in]

 

 

GP/DS(Release ID: 1615189) Visitor Counter : 227