સંરક્ષણ મંત્રાલય

DRDOએ PPE ટેસ્ટીંગ સુવિધાને DRDE ગ્વાલિયરથી સ્થળાંતરિત કરી INMAS દિલ્હીમાં મોકલી આપી

प्रविष्टि तिथि: 16 APR 2020 4:58PM by PIB Ahmedabad

પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE)ની અને માસ્કની ઝડપી ડીલવરી કરી શકાય અને તેમાં લાગતા સમયને ઓછો કરી શકાય તે માટે ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ટેસ્ટીંગ સુવિધાને ડીફેન્સ રીસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ (DRDE), ગ્વાલિયરથી ખસેડીને ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુક્લિયર મેડીસીન એન્ડ અલાય્ડ સાયન્સીઝ (INMAS), દિલ્હીમાં ખસેડવામાં આવી છે. INMAS DRDOની અન્ય એક પ્રીમિયર લાઈફ સાયન્સ લેબોરેટરી છે. INMAS ખાતે ટેસ્ટીંગ અને બોડી સુટ તથા માસ્કના ઈવેલ્યુએશનની સુવિધા સંપૂર્ણ રીતે કાર્યરત છે. લેબોરેટરી ખાતે વસ્તુઓના 10 કરતા વધુ બેચનું પહેલેથી પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. DRDE ગ્વાલિયર કે જે કોવીડ-19 સામે લડવામાં આગળની હરોળમાં રહેલ છે તેને હવે વિદેશમાંથી આવેલ HLL લાઈફ કેર લિમિટેડ પાસેથી મેળવવામાં આવેલ માસ્ક અને બોડી સુટને જુદી જુદી સંસ્થાઓને વિતરિત કરવામાં આવે તે પહેલા તેમના લેબલ કલેઈમને કન્ફર્મ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

GP/DS


(रिलीज़ आईडी: 1615047) आगंतुक पटल : 308
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada