પ્રવાસન મંત્રાલય

પ્રવાસન મંત્રાલયે “દેખો અપના દેશ” વેબિનાર શ્રેણી અંતર્ગત બીજા વેબિનારનું આયોજન કર્યું


વેબિનારનું શીર્ષક હતું – “કલકત્તા – સંસ્કૃતિઓનું સંગમ”

Posted On: 16 APR 2020 4:43PM by PIB Ahmedabad

ભારતીય નાગરિકો પોતાના દેશને વધુ સારી રીતે જાણે અને પ્રવાસન ક્ષેત્રના વિવિધ પાસાં અંગે પ્રવાસન ઉદ્યોગ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો સહિત જુદા-જુદા હિતધારકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર ભારત સરકારનું પ્રવાસન મંત્રાલય હાલમાંદેખો અપના દેશવિષય અંતર્ગત વેબિનારની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે.

શ્રેણીના બીજા વેબિનારકલકત્તા- સંસ્કૃતિઓનો સંગમનું આયોજન આજે શ્રી ઇફ્તેખાર અહેસાન, શ્રી ઋત્વિક ઘોષ અને કલકત્તા વૉક્સના શ્રી અનિરબાન દત્તા દ્વારા કરવામાં આવ્યું હતું. કલકત્તા ઉપર આયોજિત વેબિનારે કલકત્તાના વિકાસમાં વિવિધ સમુદાયોએ આપેલા મહત્વપૂર્ણ પ્રદાનની રસપ્રદ બાબતો ઉજાગર કરી હતી.

વેબિનારને 2700 રજિસ્ટ્રેશન અને 1800થી વધારે સ્પર્ધકો સાથે ખૂબ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો.

18મી એપ્રિલ, 2020ના વિશ્વ વારસા દિવસના પ્રસંગે બે વેબિનાર્સની અંતિમ પસંદગી કરવામાં આવી છે. પ્રથમ સત્રનું આયોજન સ્ટોરીટ્રેઇલ્સ દ્વારા સવારે 11-00થી 12-00 વાગ્યા દરમિયાનમમલ્લપુરમના સ્મારકોપથ્થરોમાં કંડારાયેલી કથાના વિષય ઉપર કરવામાં આવશે. જ્યારે બીજા સત્રનું આયોજન બપોરે 12-00થી 01-00 ‘વૈશ્વિક ધરોહર અને હુમાયુના મકબરા ખાતે ટકાઉ પ્રવાસનઉપર સંસ્કૃતિ સંબંધિત આગા ખાન ટ્રસ્ટના સીઇઓ શ્રી રતિશ નંદા દ્વારા રજૂ કરવામાં આવશે.

વેબિનાર શ્રેણી આપણાં અતૂલ્ય ભારતની સંસ્કૃતિ અને વારસાના વિવિધ સ્થાનો અને અસલી ઊંડાણ અને તેના વિસ્તાર અંગે મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. પ્રથમ વેબિનારનું આયોજન 14મી એપ્રિલ, 2020ના રોજશહેરોના શહેરદિલ્હીની પર્સનલ ડાયરીના શીર્ષક હેઠળ કરવામાં આવ્યું હતું. સત્રનો મુખ્ય હાર્દ પ્રવાસન જાગૃતિ અને સામાજિક ઇતિહાસ ઉપર આધારિત હતો.

દેખો અપના દેશવેબિનાર શ્રેણી અંગે માહિતી ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સોશિયલ મીડિયા પેજ અતૂલ્ય ભારત ઉપર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.

 

GP/DS



(Release ID: 1615045) Visitor Counter : 215