કૃષિ મંત્રાલય

કૃષિ રાજ્યમંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ પૂસા ડીકન્ટેમીનેશન અને સેનિટાઈઝિંગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 16 APR 2020 4:14PM by PIB Ahmedabad

કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાશ ચૌધરી દ્વારા આજે ડીવીઝન ઓફ એગ્રીકલ્ચર એન્જિનીયરીંગ, ICAR- ઇન્ડીયન એગ્રીકલ્ચર રીસર્ચ ઇન્સ્ટીટયુટ, નવી દિલ્હી દ્વારા વિકસાવવામાં આવેલ પૂસા ડીકન્ટેમીનેશન અને સેનીટાઇઝીંગ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રસંગે DAREના સચિવ અને ICARના ડાયરેક્ટર જનરલ ડૉ ત્રિલોચન મોહાપાત્રા તેમજ ICAR-IARI, નવી દિલ્હીના ડાયરેક્ટર ડૉ. કે સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

સેનિટાઇઝેશનપ્રોટોકોલમાં ફૂટ ઓપરેટીંગ સાબુ વડે હેન્ડ વોશિંગ અને સેનિટાઈઝિંગ ટનલમાં 20 સેકન્ડ માટે વોટર ડિસ્પેન્સર અને ફોગીંગનો સમાવેશ થાય છે. ટનલમાં ક્વોટરનરી એમોનિયમ કમ્પાઉન્ડ (QAC)નો .045%ના દ્રાવણ સ્તર પર ઉપયોગ થાય છે કે જે આરોગ્ય મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવેલ છે.

GP/DS



(Release ID: 1615025) Visitor Counter : 208