પર્યાવરણ અને વન મંત્રાલય

ટૂંકા સમયગાળામાં બલ્ક ડ્રગ્સના ઉપલબ્ધતા વધારવા/ઉત્પાદન વધારવા પર્યાવરણ અસર આકારણી (ઇઆઇએ) અધિસૂચના, 2006માં મુખ્ય સુધારો કરવામાં આવ્યો


બે અઠવાડિયાની અંદર આ પ્રકારની 100થી વધારે દરખાસ્તો મળી

Posted On: 15 APR 2020 7:34PM by PIB Ahmedabad

નોવેલ કોરોનાવાયરસ (કોવિડ-19)ના વૈશ્વિક રોગચાળાથી ઊભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરવા અને વિવિધ દવાઓની ઉપલબ્ધતા વધારવા કે એનું ઉત્પાદન વધારવા પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 27 માર્ચ, 2020નાં રોજ ઇઆઇએ અધિસૂચના, 2006માં સુધારા કર્યા છે. વિવિધ બિમારીઓની સારવાર માટે ઉત્પાદન થતી બલ્ક ડ્રગ્સ અને ઇન્ટરમીડિયેટના સંબંધમાં કાર્યરત તમામ પ્રોજેક્ટ કે એક્ટિવિટીને હાલની કેટેગરી ‘A’ને ‘B2’ કેટેગરીમાં પુનઃવર્ગીકૃત કરવામાં આવી છે.

કેટેગરી B2 અંતર્ગત આવતા તમામ પ્રોજેક્ટને બેઝ લાઇન ડેટાના કલેક્શન, ઇઆઇએ, અભ્યાસો અને સરકારી સલાહની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પ્રકારની દરખાસ્તોનાં પુનઃવર્ગીકરણથી રાજ્ય સ્તરે મૂલ્યાંકનનું વિકેન્દ્રીકરણની સુવિધા ઊભી થઈ છે, જેથી પ્રક્રિયા ઝડપી બને. સરકારનું આ પગલું ટૂંકા ગાળાની અંદર દેશમાં મહત્ત્વપૂર્ણ દવાઓ/ડ્રગ્સની ઉપલબ્ધતા વધારવાને ધ્યાનમાં રાખીને લેવાયું છે. આ સુધારો 30 સપ્ટેમ્બર, 2020 સુધી પ્રાપ્ત થયેલા તમામ દરખાસ્તનો લાગુ છે. રાજ્યોને આ પ્રકારની દરખાસ્તો પર ઝડપથી પ્રક્રિયા કરવા સૂચના જાહેર થઈ છે.

ઉપરાંત આપેલી સમયમર્યાદાની અંદર દરખાસ્તોના ઝડપી નિકાલને સુનિશ્ચિત કરવા મંત્રાલયે રાજ્યોને વીડિયો કોન્ફરન્સ જેવી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે, જે એ હકીકતને ધ્યાનમાં લઈને આપી છે કે, વાસ્તવિક ધોરણે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા દરખાસ્તોનું મૂલ્યાંકન રુબરુ બેઠકો દ્વારા શક્ય નથી.

બે અઠવાડિયાની અંદર આ કેટેગરીમાં 100થી વધારે દરખાસ્તો પ્રાપ્ત થઈ છે, જે રાજ્યોમાં સંબંધિત નિયમનકારી વિભાગો દ્વારા નિર્ણય લેવાના વિવિધ સ્તરોમાં છે.

RP

***



(Release ID: 1614864) Visitor Counter : 225