કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

કેન્દ્રીય વહીવટી ન્યાયપંચનું અખબારી નિવેદન

Posted On: 14 APR 2020 3:51PM by PIB Ahmedabad

કોરોના વાયરસના ઉપદ્રવના કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે 20.03.2020થી નવી દિલ્હી ખાતે કેન્દ્રીય વહીવટી ન્યાયપંચ અને સમગ્ર દેશમાં તેની શાખાઓમાં કામ કરવું શક્ય નહોતું. ન્યાયપંચની કામગીરી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ શક્ય નહોતી કારણ કે આના માટે પૂરતી સુવિધા નહોતી તેમજ તે ખરીદવા માટે અવરોધો પણ હતા. 14.04.2020 પછી પરિસ્થિતિમાં ફેરફાર થશે તેવું માનવામાં આવતું હતું જેનો આધાર ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે તેના પર હતો. 

આજે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં આગામી 03.05.2020 સુધી દેશમાં લૉકડાઉનનો અમલ લંબાવવાની જાહેરાત કરી છે, જેમાં 20.04.2020 પછી હોટસ્પોટ્સ સિવાયના સ્થળોએ સંપૂર્ણ અમલ ચાલુ રાખવા અંગે સમીક્ષા કરવામાં આવશે. આથી, વર્તમાન સ્થિતિ 20.04.2020 સુધી ચાલુ રહેશે અને ન્યાયપંચોની ખંડપીઠોના સ્થળેઓ કામ થાય તેનો આધાર આગામી જાહેરાત પર રહેશે જે 20.04.2020ના રોજ થઇ શકે છે.

ન્યાયપંચોની વિવિધ ખંડપીઠોનું વેકેશન અલગ અલગ સમયે હોય છે. એર્નાકુલમ ખંડપીઠ માટે તે એપ્રિલના મધ્યમાં શરૂ થાય છે અને તેના થોડા અઠવાડિયા પછી બેંગલુરુ ખંડપીઠ માટે શરૂ થાય છે. ઉત્તરીય પ્રદેશો અને અગ્ર ખંડપીઠ માટે આવી જ પ્રક્રિયા જૂન 2020માં થાય છે. કોરોના વાયરસના કારણે કામકાજના દિવસો ન મળવાથી ખંડપીઠોની કામગીરીની જે ખોટ પડી છે તે અંગેનો નિર્ણય, એકવાર ખંડપીઠોની કામગીરી શરૂ થઇ જાય તે પછી સંબંધિત બાર સંગઠનો સાથે વિચારવિમર્શ પછી લેવામાં આવશે.

જો કોઇ વકીલ તરફથી ખંડપીઠને કોઇ કેસમાં તાકીદે સુનાવણી કરવા માટે વિનંતી મળે તો, આ અંગે રજિસ્ટ્રારને જાણ કરવામાં આવશે જેઓ કેસની તાકીદની સ્થિતિનું મૂલ્યાંકન કરીને આગામી પગલાં અંગે સૂચના આપશે.
અગ્ર ખંડપીઠ અને અન્ય ખંડપીઠો ઓછામાં ઓછા સ્ટાફમાં એવી રીતે કામ કરશે જેથી કર્મચારીઓને કોઇપણ હાનિકારક સ્થિતિનો સામનો ન કરવો પડે. ખંડપીઠોના રજિસ્ટ્રાર કર્મચારીઓને ઓળખ કાઢીને વારાફરતી તેમની કામની વહેંચણી કરશે. વહીવટી બાજુથી તાત્કાલિક બાબતો માટે સંબંધિત અધિકારી સાથે ઑનલાઇન અથવા ફોન દ્વારા કમ્યુનિકેશનથી ઉકેલ લાવવામાં આવશે


(Release ID: 1614432) Visitor Counter : 227