રસાયણ અને ખાતર મંત્રાલય

કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉન હોવા છતાં નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ (NFL) ખેડૂત સમુદાયને પૂરતા પ્રમાણમાં ખાતર પૂરું પાડવા 100 ટકા ક્ષમતા સાથે કામ કરે છે


NFL ખેડૂતોને વિના અવરોધે યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવે છે

Posted On: 14 APR 2020 3:31PM by PIB Ahmedabad

[5:51 pm, 14/04/2020] Rushi Pandya Translator: ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત આવતી અગ્રણી ખાતર કંપની, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ (NFL) અત્યારે દેશભરમાં કોવિડ-19ના કારણે લૉકડાઉનનો અમલ હોવા છતાં પણ ખેડૂત સમુદાયને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરી રહી છે.

NFLના ચેરમેન અને પ્રબંધ નિદેશક શ્રી મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, નાંગલ, ભટીંડા અને પાણીપતમાં તેમજ વિજયપુર પ્લાન્ટના બે એકમોમાં ઉત્પાદન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પાંચેય પ્લાન્ટ્સ દરરોજ 11 હજાર મેટ્રિક ટન ખાતરના જથ્થાનું ઉત્પાદન કરી રહ્યા છે અને નિયમિત ધોરણે બજારમાં તેને રવાના કરવામાં આવે છે.

મુશ્કેલીના સમયમાં પણ NFL આ પ્લાન્ટ્સમાં શ્રેષ્ઠ પ્રકારે તમામ કામગીરીઓ ચલાવે છે તે ખૂબ મોટી સફળતા છે. ખાસ કરીને દેશમાં ખેડૂત સમુદાય પ્રત્યે સરકારની કટિબદ્ધતા પૂર્ણ કરવા માટે થઇ રહેલા આ પ્રયાસો ખૂબ નોંધનીય છે.

ભારત સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ દેશમાં ખાતરોના પ્લાન્ટ્સના પરિચાલનની મંજૂરી આપી છે જેથી કૃષિ ક્ષેત્ર પર લૉકડાઉનની વિપરિત અસર પડે નહીં અને આગામી ખરીફ પાકની મોસમ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે.

આ પ્લાન્ટ્સમાં લોડિંગ અને અનલોડિંગ, રવાનગી અને વિતરણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવા છતાં પણ કોવિડ-19નો ફેલાવો ટાળવા માટે તકેદારીઓનું પાલન કરવામાં કોઇ જ બાંધછોડ કરવામાં આવતી નથી. તમામ એકમોમાં વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેથી કોવિડ-19નો ફેલાવો રોકવા માટે પૂરતા પ્રમાણમાં નિવારાત્મક પગલાં લઇ શકાય. આ પ્લાન્ટ્સના પરિસરમાં કામ કરતા તમામ શ્રમિકો અને તમામ સ્ટાફને માસ્ક આપવામાં આવે છે. તેઓ વારંવાર હાથ ધોવે તેની પણ ખાતરી કરવામાં આવે છે.

NFL અને તેના કર્મચારીઓ કોરોના વાયરસનો ફેલાવો રોકવામાં સરકારના પ્રયાસોમાં પણ મદદ કરી રહ્યા છે, આ માટે તેઓ જરૂરિયાતમંદ લોકોને ભોજન અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના વિતરણની પ્રવૃત્તિઓમાં ભાગ લઇ રહ્યા છે. તેમણે PM CARES ભંડોળમાં તેમની એક મહિનાના પગારનું પણ યોગદાન આપ્યું છે.(Release ID: 1614389) Visitor Counter : 53