ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય

ભારત સરકારનાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસે અતિ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા માટે સરળ માર્ગદર્શિકા જાહેર કરી


માર્ગદર્શિકામાં ડૂ-ઇટ-યોરસેલ્ફ હેન્ડ-વોશિંગ સ્ટેશનો ઝડપથી સ્થાપિત કરવાનું સૂચન, જેનો ઉપયોગ દુનિયાભરમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા થાય છે

પીએસએની ઓફિસની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલી માર્ગદર્શિકામાં નાનાં, વાજબી, પણ અસરકારક સાધનો વ્યાપક સ્તરે સકારાત્મક અસર ઊભી કરી શકે છેઃ પ્રોફેસર કે વિજય રાઘવન, ભારત સરકારનાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર

પ્રોફેસર રાઘવને સામુદાયિક આગેવાનો, બિનસરકારી સંસ્થાઓ, કોર્પોરેટને આ અને અન્ય પગલાઓનો અમલ કરવા અપીલ કરી

સૂચિત પગલાઓનો મુખ્ય લક્ષ્યાંક સ્વચ્છતા અને સાફસફાઈ પર ભાર મૂકવાનો તેમજ મુખ્ય હસ્તક્ષેપો સૂચવવાનો છે

Posted On: 13 APR 2020 7:31PM by PIB Ahmedabad

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસે અતિ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોવિડ-19ના પ્રસારના નિયંત્રણ માટે તકેદારી રાખવાની સરળ માર્ગદર્શિકા અને પગલાં જાહેર કર્યા છે. ખાસ કરીને આ માર્ગદર્શિકા અને પગલાં શૌચાલયો, હાથ ધોવાની અને સ્નાન કરવાની સહિયારી સુવિધા ધરાવતા વિસ્તારો સાથે સંબંધિત છે.

આ સૂચિત પગલાનો મુખ્ય આશય સ્વચ્છતા અને સાફસફાઈના પગલાં પર ભાર મૂકવાનો તથા મુખ્ય હસ્તક્ષેપ સૂચવવાનો છે, જે રોગના પ્રસારનાં નિયંત્રણમાં મોટા પાયે મદદરૂપ થઈ શકે છે.

આ સમુદાયોમાં રહેવાસીઓને નિયમિતપણે હાથ ધોવા સક્ષમ બનાવવા વધુ વ્યવસ્થા સ્થાપિત કરવાની તાતી જરૂરિયાતને પૂર્ણ કરવા માર્ગદર્શિકાએ ડૂ-ઇટ-યોરસેલ્ફ હેન્ડ-વોશિંગ સ્ટેશનો ઝડપથી સ્થાપિત કરવાનું સૂચન કર્યું છે, જેનો ઉપયોગ દુનિયાભરમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે થઈ રહ્યો છે.

ફૂટ-ઓપરેટેડ સ્ટેશનોથી વધારે ઇન્ફેક્શનની સંભવિતતા ધરાવતા વિસ્તારોમાં સીધા સંપર્કની શક્યતા દૂર થવાની સાથે પ્રસાર થવાની સંભવિતતા ઘટશે તેમજ હાથ ધોવા માટે લોકો દ્વારા ઉપયોગ થતા પાણીના વપરાશમાં પણ ઘટાડો થશે.

લોકડાઉન દરમિયાન અને સપ્લાય ચેઇનના પડકારો દરમિયાન પણ સામુદાયિક સ્વયંસેવકો અને સત્તામંડળો દ્વારા સ્વસમૂહની સુવિધા સૂચિત કરતી આ ડિઝાઇનનો વાજબી અને સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ થાય છે.

જ્યારે જાહેર અને સામુદાયિક શૌચાલયોમાં કાયમી ફૂટ ઓપરેટેડ સ્ટેશનો સ્થાપિત કરવાથી હાથ ધોવાને પ્રોત્સાહન મળશે, ત્યારે પાણીનો ઉપયોગ ઘટશે.

આ પ્રકારનાં હાથ ધોવાના સ્ટેશનો પર ફેલાયેલા પાણીનું ક્લોરિનેશન કરવાથી સ્વચ્છતાની અસરકારકતામાં વધારો થાય છે અને એનો વિચાર કરવો પડશે.

સમુદાયોમાં સાફસફાઈ અને સ્વચ્છતા જાળવવા શૌચાલયનો ઉપયોગ કરવાની સારી પદ્ધતિઓ પણ સ્પષ્ટપણે રેખાંકિત કરવામાં આવી છે. શૌચાલયોમાં ફેસ-કવર અને ફૂટવેર હંમેશા પહેરવા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તરત હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જરૂરિયાત જેવા સરળ પગલાં જણાવવામાં આવ્યાં છે. જાહેર સ્થળો અને ઘરોને સ્વચ્છ અને સેનિટાઇઝ રાખવા ડિસઇન્ફેક્ટન્ટ રાખવાની વિગત પણ આપવામાં આવી છે.

આ માર્ગદર્શિકામાં ટકાઉપણું સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રો, સ્વયંસેવકો અને સમુદાયો આ સોલ્યુશનોનું સહવ્યવસ્થાપન કરે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં તમામ ફ્રન્ટલાઇન વર્કર્સ અને સેનિટેશન સ્ટાફને સંપૂર્ણ સાથસહકાર આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેઓ રોગના પ્રસારને નિયંત્રણમાં લેવાની સુનિશ્ચિતતા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભારત સરકારનાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવને ભાર મૂક્યો છે કે, કોવિડ-19 રોગચાળા સામે આપણા પ્રયાસોમાં ભારત દરેક સંદર્ભમાં સૌથી વધુ અસરકારક પગલાંને લાગુ કરવા એકમંચ પર આવ્યો છે. આપણા અતિ ગીચતા ધરાવતા વિસ્તારોમાં ધારાવી એક ઉદાહરણ છે. આ પ્રકારનાં વિસ્તારો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પીએસએ ઓફિસમાં કાર્યરત ટીમ દ્વારા પ્રસ્તુત મેન્યુઅલ (માર્ગદર્શિકા)માં જણાવવામાં આવ્યું છે, કેવી રીતે વાજબી પણ ઉયોગી સાધનો અસામાન્ય રીતે સકારાત્મક અસર કરી શકે છે. સામુદાયિક આદાનપ્રદાનના સ્થળો, જેમ કે સામુદાયિક શૌચાલયો અને સ્નાનાગારો કેન્દ્રમાં છે. સામુદાયિક આગેવાનો, બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ), કોર્પોરેટ વગેરેને આ અને અન્ય પગલાંઓનો અમલ કરવાની વિનંતી છે.

આ સૂચન કરવામાં આવ્યું છે કે, કોર્પોરેટ, એનજીઓ અને સંસ્થાઓ વ્યવહારિક હસ્તક્ષેપોને ટેકો આપવા આતુર છે, જેનાથી રોગને નિયંત્રણમાં લાવવામાં, ખાસ કરીને અતિ ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં મદદ મળશે, આ માર્ગદર્શિકામાં પ્રસ્તુત સોલ્યુશનોને સ્વીકારવા, એને સમર્થન આપવા અને પ્રાયોજિત કરવા તેમજ સમુદાયો અને સ્વયંસેવકો સાથે તેનો અમલ કરવામાં પણ મદદ મળશે. આ માર્ગદર્શિકા અંગ્રેજી ઉપરાંત હિંદી, મરાઠી અને ઉર્દૂ સાથે શરૂ થઈ છે અને ટૂંક સમયમાં આપણા તમામ ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

(કૃપા કરીને અંગ્રેજી ભાષામાં માર્ગદર્શિકા માટે નીચેની લિન્કને ફોલો કરો.)

 

RP


(Release ID: 1614285) Visitor Counter : 320