કૃષિ મંત્રાલય

રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ)એ 4 વર્ષ પૂર્ણ કર્યા


અખિલ ભારતીય વેપાર પોર્ટલ એ કૃષિ ઉત્પાદન માટે “એક રાષ્ટ્ર – એક બજાર”ના સપનાને સાકાર કરવામાં મદદ કરી રહ્યું છે

રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM) – એક ગેમ ચેન્જર પ્લેટફોર્મ

16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 585 બજારો સુધીની પહોંચ

ટૂંક સમયમાં નવા 415 બજારો પણ જોડશે, ઈ-નામ બજારોની કુલ સંખ્યા 1000 થશે

Posted On: 13 APR 2020 8:56PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ)એ પોતાની કામગીરીના 4 વર્ષ પૂરા કરી લીધા છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ઈ-નામ એકૃષિ બજારમાં એક નવીન પહેલ છે કે જે ખેડૂતોની ડિજિટલ પહોંચને અનેક બજારો અને ગ્રાહકો સુધી ડિજિટલ રૂપમાં પહોંચાડે છે અને કિંમતોમાં સુધારો કરવાના આશય સાથે વેપારી લેવડદેવડમાં પારદર્શકતા લાવવાનું કામ કરે છે તેમજ ગુણવત્તા મુજબ કિંમત અને કૃષિ ઉત્પાદનોની માટે ‘એક રાષ્ટ્ર-એક બજાર’ના ખ્યાલને પણ વિકસિત કરે છે.

ખેડૂતોની માટે કૃષિ ઉત્પાદનોના વેચાણને સરળ બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલ 2016ના રોજ 21 બજારોની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-નામની શરૂઆત કરવામાં આવી હતી કે જે આજે 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 585 બજારો સુધી પહોંચી ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વધારાના 415 બજારોને પણ ઈ-નામ (e-NAM) અંતર્ગત જોડવામાં આવી રહ્યા છે કે જે ટૂંક સમયમાં જ ઈ-નામ બજારોની સંખ્યાને 1000 સુધી લઇ જશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી તોમરે જણાવ્યું કે આ વર્તમાન કોવીડ-19 લોકડાઉન દરમિયાન મંત્રાલયે જથ્થાબંધ બજારોમાં ભીડ ઓછી કરવા અને પુરવઠા શ્રુંખલાની વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે જેમાં ઈ-નામ અંતર્ગત હમણાં તાજેતરમાં જ શરુ કરવામાં આવેલ મોડ્યુલનો સમાવેશ થાય છે:

  • વેર હાઉસ આધારિત ટ્રેડીંગ મોડ્યુલ ખેડૂતોને પોતાના ઉત્પાદનોને WDRA દ્વારા નોંધણી પામેલા ભંડારોમાંથી વેચવા માટે સક્ષમ બનાવે છે જે ડીમ્ડ બજારના રૂપમાં સૂચિત કરવામાં આવેલ છે.
  • એફપીઓ ટ્રેડીંગ મોડ્યુલ, એફપીઓને ઈમેજ/ ગુણવત્તાના માપદંડોની સાથે સંગ્રહ કેન્દ્રોમાંથી ઉત્પાદન અપલોડ કરવામાં સક્ષમ બનાવે છે અને બજારોમાં ગયા વિના જ બોલીની સુવિધા પણઉપલબ્ધ કરાવે છે જેનાથી તેમના ઉત્પાદનોને વેચવા માટે તેમને લાગતો આવવા-જવાનો ખર્ચ અને બીજી તકલીફો ઓછી થશે.

આ પ્રયાસ કોવીડ-19 લોકડાઉન દરમિયાન ખેડૂત/ FPO/ સહકારી સમિતિઓને રાહત પૂરીપાડશે. આ ઓનલાઈન પ્લેટફોર્મ ભારતમાં કૃષિ બજારમાં સુધારો કરવા માટે એક વિશાળ હરણફાળ સાબિત થશે. કૃષિ ક્ષેત્રમાં ઈ-નામની સિદ્ધિઓઆગળ પડતી અને ક્રાંતિકારી રહી છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ઓનલાઈન પ્લેટફોર્મ ભારતમાં કૃષિ બજારમાં સુધારો કરવા માટે એક મોટી હરણફાળ સાબિત થશે.

ઈ-નામ પ્લેટફોર્મ પર 1.66 કરોડથી વધુ ખેડૂતો અને 1.28 લાખ વેપારીઓ નોંધાયેલા છે. ખેડૂત ઈ-નામ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે સ્વતંત્ર છે અને તેબધા જ ઈ-નામ બજારોમાં વેપારીઓને ઓનલાઈન વેચાણ માટે પોતાના ઉત્પાદનોને અપલોડ કરી રહ્યો છે અને વેપારી પણ કોઇપણ સ્થળેથી ઈ-નામ અંતર્ગત વેચાણ માટે ઉપલબ્ધ જથ્થાની માટે બોલી લગાવી શકે છે.

આ પ્રસંગે ભારત સરકારના કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ શ્રી સંજય અગ્રવાલે જણાવ્યું કે “ઈ-નામ એ માત્ર એક યોજના જ નથી પરંતુ તે એક યાત્રા છે જેનો હેતુ છેક છેવાડાના ખેડૂત સુધી લાભ પહોંચાડવાનો છે અને તેમના કૃષિ ઉત્પાદનો વેચવાની રીતને બદલવાનો છે. આદખલગીરી આપણા ખેડૂતોને કોઇપણ વધારાના ખર્ચકર્યા વિના પારદર્શક રીતે સ્પર્ધાત્મક અનેમહેનતાણાની કિંમતોનો અનુભવ કરાવવા માટે સક્ષમ બનાવે છે અને તેમની આવક વધારવા માટે વધુ પડતો લાભ અપાવે છે.” ઓનલાઈન અને પારદર્શક બોલી પદ્ધતિ એખેડૂતોને ઈ-નામ પ્લેટફોર્મ પર ઝડપથી વેપાર કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ઈ-નામ પ્લેટફોર્મ પર જથ્થાબંધ વસ્તુઓનું ૩.39 કરોડ મેટ્રિક ટન અને વાંસ તથા નારિયેળની 37 લાખ સંખ્યાની કુલ વેપારી માત્રા પણ નોંધવામાં આવી છે કે જેનું મૂલ્ય લગભગ 1 લાખ કરોડ રૂપિયા છે.

છેલ્લા ચાર વર્ષોમાં ચક્રવૃદ્ધિ સરેરાશ વિકાસ દર (CAGR) ક્રમશઃ કિંમત અને માત્રાના સંદર્ભમાં પ્રભાવશાળી 28% અને 18% જેટલો રહ્યો છે. ઈ-નામ પ્લેટફોર્મ પર વર્ષ 2016-17માં સરેરાશ બોલી લગાવવાની સંખ્યા જથ્થાદીઠ 2 બોલીથી વધીને વર્ષ 2019-20માં લગભગ જથ્થાદીઠ 4 બોલી જેટલી થઇ ગઈ છે. પાકની લણણીની ઋતુ દરમિયાન, અડોની, આંધ્રપ્રદેશના બજારમાં કપાસમાં જથ્થા દીઠ 15થી વધુ બોલીઓ જોવામાં આવીછે જેનાથી ખેડૂતોને પારદર્શક અનેસ્પર્ધાત્મક રીતે વધુ ગ્રાહકો મળી રહ્યા છે.

ઈ-નામ પર વેપારમાં સુવિધા વધારવા માટે શરૂઆતમાં 25 કૃષિને લગતી ચીજવસ્તુઓ માટેસ્ટેન્ડર્ડ માપદંડો વિકસિત કરવામાં આવ્યા હતા જે હવે વધીને 150 કરી દેવામાં આવ્યા છે. ઈ-નામ બજારોમાં કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે ખેડૂતોને પોતાના ઉત્પાદનની ગુણવત્તા અનુસાર કિંમતો અપાવવામાં મદદ કરે છે. વર્ષ 2016-17માં ગુણવત્તા તપાસના જથ્થાની સંખ્યા 1 લાખથી વધીને વર્ષ 2019-20માં લગભગ 37 લાખ થઇ ગઈ છે.

ઈ-નામ પ્લેટફોર્મ/ મોબાઇલ એપને “ખેડૂતો માટે અનુકૂળ” સુવિધાઓની સાથે વધુ મજબૂત કરવામાં આવી છે, જેમ કે એપના માધ્યમથી જથ્થાની આગોતરી નોંધણી, જે બદલામાં બજારોના પ્રવેશ દ્વાર પર ખેડૂતોની માટેના રાહ જોવાના સમયને ઓછો કરશે અને તે મોટા પ્રમાણમાં અસરકારકતા વધારશે તેમજ પ્રવેશ દ્વાર પર કૃષિ ઉત્પાદનોના આવાગમનની રેકોર્ડીંગ કરવાની સુવિધા આપશે, ખેડૂત હવે પોતાના મોબાઇલ ઉપર પણ ગુણવત્તા તપાસની રીપોર્ટ જોઈ શકે છે, મોબાઇલના માધ્યમથી ખેડૂત પોતાના જથ્થાની ઓનલાઈનબોલીઓની પ્રગતિ પણ જોઈ શકે છે અને ખેડૂત આસપાસના બજારોમાં કિંમતોની વાસ્તવિક સમયની જાણકારી પણ પ્રાપ્ત કરી શકે છે.

વજન તોલવામાં પારદર્શકતા લાવવા માટે ઈ-નામ પ્લેટફોર્મ પર બોલી લગાવ્યા પછી ખેડૂતોની ચીજવસ્તુઓને યોગ્ય રીતે તોળવા માટે ઈલેક્ટ્રોનિક ત્રાજવા પૂરા પાડવામાં આવ્યા છે, વેપારીઓ દ્વારા ખેડૂતોને ચુકવણી હવે BHIM ચુકવણી સુવિધાનો ઉપયોગ કરીને મોબાઇલ ફોનના માધ્યમથી કરવામાં આવી શકે છે.

વેપારીઓ માટે વધારાના ઓટીજી (ઓન ધી ગો) ફીચર્સ જોડવામાં આવ્યા છે જેવા કે ગ્રાહકો માટે બજારમાં ભૌતિક રૂપે હાજર થયા વિના બોલી લગાવવી, ટ્રેડર લોગિનમાં ઈ-નામ શોપિંગ કાર્ટની સુવિધા, અનેક ઇનવોઈસ માટે એકમાત્ર ઈ-ચુકવણી લેવડદેવડની સુવિધાઓ/ બંચિંગ ઈ-ચુકવણી દરમિયાન વેપારીઓને ઈ-ચુકવણી, એકીકૃત ટ્રેડીંગ લાયસન્સ માટે ઓનલાઈન નોંધણી વગેરે.

વેપારીઓને ગુણવત્તા તપાસમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે વિભાગે ગુણવત્તા તપાસ સાથે સંલગ્ન નવી સુવિધાઓ શરુ કરી છે જેવી કે:

ઈ-નામ મોબાઇલ એપના માધ્યમથીચીજવસ્તુઓના ઢગલાની 360 ડીગ્રી ઈમેજ કેપ્ચરીંગ.

પ્રયોગશાળાની 2/૩ 2ડી છબીને ટેકનોલોજી સાથે અપલોડ કરવી અને

ઈ-નામ પર વેપારીનો વધુ સારો આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માટે ચીજવસ્તુના સેમ્પલીંગની પ્રક્રિયાની 2ડી છબીને પણ અપલોડ કરવી

ઈ-નામ વ્યવસ્થાતંત્રને વધારવા અને વેપારીઓ તથા ખેડૂતોની વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે 16 રાજ્યોના 977 ખેડૂત ઉત્પાદક સંગઠનોને આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા છે.

ઝારખંડ જેવા રાજ્યોએ રાષ્ટ્રીય કૃષિ બજાર મંચના માધ્યમથી ફાર્મ ગેટ ટ્રેડીંગની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂત એપીએમસી સુધી પહોંચ્યા વિના પોતાના ખેતરમાંથી જ ઓનલાઈન બોલી લગાવવા માટે ફોટાની સાથે પોતાના ઉત્પાદનની વિસ્તૃત માહિતી અપલોડ કરી રહ્યા છે. એ જ રીતે એફપીઓ પણ વેપારની માટે પોતાના સંગ્રહ કેન્દ્રોમાંથી પોતાના ઉત્પાદનો અપલોડ કરી રહ્યા છે.

આ પ્લેટફોર્મ દ્વારાઆંતર બજારીય અને હમણાં તાજેતરમાં જ રાજ્યોની વચ્ચે વેપાર કરવામાં ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધી 13 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોએ આંતરરાજ્ય વેપાર (ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ અને તમિલનાડુ)માં ભાગ લીધો છે. આંતરરાજ્ય વેપાર 20 ચીજવસ્તુઓ (જેમાં શાકભાજીઓ, દાળ, અનાજ, તલ, મસાલા વગેરેનો સમાવેશ થાય છે) માં નોંધવામાં આવ્યો છે. વેપારીઓ ઈ-નામ પ્લેટફોર્મના માધ્યમથી 7 લાખથી વધુ ટ્રકો સુધી આની પહોંચ ઉપલબ્ધ કરાવી શકશે.

RP



(Release ID: 1614277) Visitor Counter : 232