આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

સુરતે એસબીએમ-અર્બન અંતર્ગત ઝડપી આપત્તિ વ્યવસ્થાપન યોજના બનાવી

Posted On: 13 APR 2020 3:34PM by PIB Ahmedabad

સુરત ડાયમન્ડ સિટી તરીકે પણ જાણીતું છે. આ શહેર ભારતના સૌથી વધુ ઊર્જાવંત શહેરો પૈકીનું એક છે, જે ગુજરાતનાં વિવિધ વિસ્તારો અને ભારતનાં અન્ય રાજ્યોમાંથી ઇમિગ્રેશનને કારણે સૌથી વધુ ઝડપી વૃદ્ધિદર ધરાવતા શહેરોમાં સ્થાન ધરાવે છે. ઓડીએફ++ના દરજ્જા સાથે ભારતના થોડાં મુખ્ય શહેરો પૈકીના એક શહેર તરીકે સુરત સ્વચ્છતાની સફરમાં પ્રેરક કામગીરી કરી રહ્યું છે. જ્યારે કોવિડ-19 મહામારી વિકસવાની અને આંતરરાષ્ટ્રીય કટોકટી બનવાની તથા ભારત અને એના શહેરોને અસર થવાની વાત આવે છે, ત્યારે સુરતે ઝડપથી આપત્તિ વ્યવસ્થાપન યોજના બનાવીને અને એના પર અમલ કરીને એના નાગરિકોનું રક્ષણ કરવા અને સેવા આપવા અગાઉ જેવો જ ઉત્સાહ દાખવ્યો છે, જે ગુજરાતની રાજ્ય સરકાર માટે અનુકરણીય બ્લૂ પ્રિન્ટ બની ગયું છે.

હોમ ક્વૉરન્ટાઇન થયેલી વ્યક્તિનો મેપ વ્યૂ

 

મહામારીના ત્રણ પરિબળ (એજન્ટ-હોસ્ટ-પર્યાવરણીય પરિબળો) પર કેન્દ્રિત પ્રસારની સાંકળ તોડીને મનુષ્યમાંથી મનુષ્યમાં સંક્રમણને ઘટાડવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે ઓટોમેટિક જનરેટ થયેલી વિગત, શંકાસ્પદ કેસોનું વહેલાસર નિદાન અને કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસની મહત્તમ સારવાર લેવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)એ ત્રિસ્તરીય અભિગમ અપનાવ્યો છે, જે 3-ટી સ્ટ્રેટેજી – તરીકે ઓળખાય છે, જેમાં કોવિડ-19 સામે ટ્રેક, ટેસ્ટ એન્ડ ટ્રીટનો અભિગમ સામેલ છે.

તમામ શંકાસ્પદોની ઓળખ અને ટેસ્ટ કરવા એસએમસીએ 5 દિવસની અંદર એસએમસી કોવિડ-19 ટ્રેકર સિસ્ટમ વિકસાવી છે, જેમાં વેબ પોર્ટલ અને એસએમસી કોવિડ-19 ટ્રેકર નામની મોબાઇલ એપ્લિકેશન સામેલ છે, જે વિદેશ કે ઇન્ટર-સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો પર નજર રાખે છે અને કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં આવેલી વ્યક્તિઓ પર નજર રાખે છે. ઉપરાંત એસએમસી 1800-123-800 હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે, જેના પર નાગરિક ટ્રાવેલર્સ કે શંકાસ્પદની વિગત વહેંચી શકે છે, જેનું વેરિફિકેશન આરોગ્ય અધિકારીઓ સહિત એસએમસીની ટીમે કર્યું હોય. આ જ એપ ક્વૉરન્ટાઇન અંતર્ગત રહેલી વ્યક્તિઓ પર નજર રાખવા માટે અને કોઈ પણ ચિહ્નો વિકસે તો તેમનો સંપર્ક કરવા માટે ઉપયોગી છે.

 

સુરતમાં હોમ ક્વૉરન્ટાઇન વ્યક્તિનું ટ્રેકિંગ

 

ટેકનોલોજીની સાથે એસએમસી વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યાનું સમાધાન કરવા આતુર છે. એમઓએચયુએ દ્વારા જાહેર કરેલા સ્પેશ્યલ વેસ્ટ મેનેજમેન્ટ એડવાઇઝરીનું પાલન કરીને એસએમસીએ તમામ હોમ ક્વૉરન્ટાઇન કુટુંબોમાંથી અલગ સોલિડ વેસ્ટ કલેક્શન કર્યું છે, જે માટે અલગ ડોર ટુ ડોર કલેક્શન વાહન દોડતું કરવામાં આવ્યું છે અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની માર્ગદર્શિકા મુજબ કચરા પર પ્રોસેસિંગ થાય છે. તેઓ વિશેષ ધ્યાન આપે છે કે, શહેરને સ્વચ્છ રાખવા માટે સાફસફાઈ અને સ્ક્રેપિંગની સાથે ઘન કચરાનું એકત્રીકરણ, પરિવહન અને નિકાલની કામગીરીઓ નિયમિત રીતે જળવાઈ રહે.

સુરતમાં જાહેર વિસ્તારોમાં સાફસફાઈ

 

જાહેર સ્થાનોના ડિસઇન્ફેક્શનમાં એસએમસીના પ્રયાસો પણ જોવા મળે છે. ડિસઇન્ફેક્શનનાં ઉદ્દેશ માટે એસએમસીએ કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા વિશિષ્ટ ત્રિ-સ્તરીય વ્યૂહરચના અપનાવી છે, જેમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, શહેરનાં તમામ વિસ્તારોને સેનિટાઇઝ અને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે. વીબીડીસીની ટીમ દ્વારા એસએમસી અને ફાયર ફાઇટરે 3 એરિયામાં તેમની કામગીરીને વહેંચી છે, જે નીચે મુજબ છેઃ

  1. જાહેર સ્થાનોનું દરરોજ ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનઃ મુખ્ય જાહેર સ્થળોને માર્ગદર્શિકાને આધારે સ્પ્રેયિંગ વાહનોનો ઉપયોગ કરીને ડિસઇન્ફેક્ટન્ટનો ફુવારો મારીને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે.
  2. પોઝિટિવ કેસો ધરાવતા એરિયાનું ડિસઇન્ફેક્શનઃ પુષ્ટિ થયેલા કેસોના રહેણાંક વિસ્તારો માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને કેસની ઓળખ થવાની સાથે ડિસઇન્ફેક્ટ કરવામાં આવ્યાં છે. એપિસેન્ટર તરીકે એરિયાનું મેપિંગ કોન્ટામિનન્ટ ઝોન (3 કિલોમીટરની ત્રિજ્યા સુધી અથવા ઓથોરિટી દ્વારા નિર્ણય લેવાય એ મુજબ) અને બફર ઝોન તરીકે હાથ ધરવામાં આવ્યું છે.

Surat 04.jpg

શંકાસ્પદ વ્યક્તિઓનું વહન કરવા માટે ઉપયોગી એમ્બ્યુલન્સની સાફસફાઈ

આ ઉપરાંત આઇઇસીની ત્વરિત કામગીરીમાંથી જાણકારી મળી છે કે, સુરતે શહેરનાં નાગરિકોને માહિતગાર રાખ્યા છે અને તેમને વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા કામગીરીથી વાકેફ કર્યા છે. અહીં એસએમસી માહિતીના પ્રસાર માટે ડી2ડી વાહનોનો ઉપયોગ કરશે એની નવીન રીતનો ઉલ્લેખ કરવો નોંધપાત્ર છે. ડી2ડી કલેક્શન વાહનો જાહેર માહિતી વ્યવસ્થા સાથે સજ્જ છે, જેનો ઉપયોગ નિયમિત કલેક્શન ટ્રિપ દરમિયાન માહિતી મેળવવા માટે થાય છે, જેથી મહત્તમ લોકો સુધી સંદેશ પહોંચે છે. એસએમસી નાગરિકોને અદ્યતન માહિતીથી વાકેફ રાખવા દિવસમાં બે વાર મીડિયાને જાણકારી આપે છે/અખબારી યાદી જાહેર પણ કરે છે.

આપત્તિ વ્યવસ્થાપન માટે વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કર્મચારીઓમાં પર્યાપ્ત ક્ષમતા ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ જરૂરિયાતને ઓળખવા એસએમસીએ ટાસ્કફોર્સ ટીમની અને ચોક્કસ કામગીરીની ઓળખ કરી છે, જેમાં રોગચાળાની સ્થિતિનું સમાધાન કરવા નોડલ અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી સામેલ છે. વળી એસએમસીએ વર્તમાન સ્થિતિમાં ઝડપી પ્રતિભાવ માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ ઊભી કરી છે. સફાઈ કર્મચારીઓના આરોગ્ય અને કલ્યાણની વાતને ધ્યાનમાં રાખીને એસએમસીએ સંકળાયેલા તમામ કર્મચારીઓને નિઃશુલ્ક પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) પૂરાં પાડ્યાં છે અને આ રીતે કોરોનાવાયરસ સામેની આ લડાઈમાં મોખરે રહીને કામ કરતાં સ્વચ્છતા વોરિયર્સની સુરક્ષા માટે તેમનો સંકલ્પ પ્રદર્શિત કર્યો છે.

નાગરિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સમજાવતું પોસ્ટર

(શેરીમાં એક દુકાનની બહાર ચીજવસ્તુઓ ખરીદવા માટે કૂંડાળામાં ઊભેલા લોકો)

 

હાલ જેવા મુશ્કેલ સ્થિતિસંજોગોમાં લીડર્સ અને અગ્રણી સંસ્થાઓની ખરી ક્ષમતાની કસોટી થાય છે. એસએમસીના વહીવટી મંડળે દર્શાવ્યું છે કે, તેઓ શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવી અને ત્વરિત કામગીરી કરીને, દુનિયામાં ઊભી થયેલી અભૂતપૂર્વ કટોકટીની સ્થિતિમાં ડગ્યા વિના સમગ્ર દેશમાં ઉદાહરણ સ્થાપિત કરવાનું અને નેતૃત્વ લેવાની કામગીરી જાળવી શકે છે.


(Release ID: 1614050) Visitor Counter : 313